________________
ગાથા-૧૧૩
જ મોક્ષનું સાધન છે.
આત્માર્થા જીવ અત્યંત સાવધાનીપૂર્વક પ્રજ્ઞાછીણી વડે જ્ઞાન અને રાગને ભિન્ન ભિન્ન કરી નાંખે છે. પોતાના સર્વ પ્રયત્ન વડે આખા જગતથી પાછા વળીને, ચૈતન્ય તરફ વળવાના ઉદ્યમ વડે, અત્યંત જાગૃતિપૂર્વક જ્ઞાન અને રાગની સંધિની વચ્ચે પ્રજ્ઞાછીણી ચલાવે છે અને બન્નેને જુદાં કરે છે. પ્રજ્ઞા આત્મા તરફ વળીને એકાગ્ર થતાં રાગથી જુદી પડી જાય છે. જ્ઞાન અને રાગને ભિન્ન જાણ્યાં પછી તેની સાથેનો એકતાનો ભ્રમ રહેતો નથી, એટલે કે જ્ઞાન રાગમાં એકત્વભાવે પરિણમતું નથી, પણ રાગથી ભિન્ન એવા મોક્ષભાવે પરિણમે છે. નિર્મળ ભેદજ્ઞાન વૃત્તિઓને તોડતું તોડતું, સ્વરૂપની એકાગ્રતા વધારતું વધારતું, મોક્ષમાર્ગ પૂર્ણ કરીને મોક્ષરૂપે પરિણમી જાય છે.
રાગથી જુદું રહેનાર જ્ઞાન મોક્ષ પામે છે અને રાગમાં અટકી જનારું જ્ઞાન બંધાય છે. અજ્ઞાનીને રાગ અને જ્ઞાન વચ્ચે અભેદબુદ્ધિ - એકત્વબુદ્ધિ હોય છે, જ્યારે જ્ઞાનીએ રાગ અને જ્ઞાનને જુદાં ઓળખ્યાં હોય છે. જ્ઞાનીને ગમે તેવા પ્રસંગમાં પણ સમયે સમયે સ્વભાવમાં જ્ઞાનની એકતા વધતી જાય છે અને રાગ તૂટતો જાય છે. જ્ઞાનીનાં પરિણામનો પ્રવાહ ચૈતન્યસ્વભાવ તરફ જ વહે છે, રાગ તરફ વહેતો નથી. નિર્મળ પરિણામરૂપે પરિણમેલા જ્ઞાની રાગમાં તન્મયપણે પરિણમતા નથી, પણ રાગને પોતાથી ભિન્નપણે જાણે છે. ભેદજ્ઞાન વડે તેમણે રાગને જ્ઞાનથી અત્યંત ભિન્ન કરી નાખ્યો છે. જેમ હંસ દૂધ અને પાણીને અલગ કરે છે, તેની ચાંચમાં એવો ગુણ છે કે જેવી તે દૂધ-પાણીના મિશ્રણને અડે કે તરત જ દૂધ અને પાણી અલગ થઈ જાય; તેમ પોતાના શ્રદ્ધાનમાં રાગ અને જ્ઞાનની એકતા થઈ ગઈ હતી, તે એકતા ભેદજ્ઞાનના બળ વડે છૂટી જતાં જ્ઞાનીને હવે જ્ઞાન અને રાગ જુદાં જણાય છે. તેઓ જ્યારે શુદ્ધોપયોગમાં ન હોય ત્યારે તેમને રાગ થાય છે, પણ રાગના સ્વામીપણાના નકાર વડે, દૃઢતાપૂર્વક તેઓ રાગને તોડી નાખે છે. જે રાગાદિ વૃત્તિ આવે તેને જાગૃતિપૂર્વક પકડીને પુરુષાર્થ વડે તેનો નાશ કરે છે. જ્યારે સર્વથા સર્વ પ્રકારે રાગનો ક્ષય થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગ નથી અથવા જ્યાં રાગ છે ત્યાં કેવળજ્ઞાન નથી. કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ અને તે સિવાય બીજું કંઈ જ નહીં. કેવળજ્ઞાનની વ્યાખ્યા કરતાં શ્રીમદ્ લખે છે
-
Jain Education International
૫૨૫
‘આત્મા જ્યારે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ ભજે, તેનું નામ ‘કેવળજ્ઞાન' મુખ્યપણે છે, સર્વ પ્રકારના રાગદ્વેષનો અભાવ થયે અત્યંત શુદ્ધ જ્ઞાનસ્થિતિ પ્રગટવા યોગ્ય છે, તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન' છે; અને તે સંદેહ યોગ્ય નથી.'૧
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૯૮ (પત્રાંક-૬૭૯)
For Private & Personal Use Only
www.jainelibrary.org