Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૩
૫૩૫
આપોઆપ એમાં જણાશે. શેયલક્ષી દષ્ટિમાં બુદ્ધિ બહિર્મુખ થઈ વ્હાર દોડે છે, જ્ઞાયકલક્ષી દૃષ્ટિમાં બુદ્ધિ અંતર્મુખ થઈ અંતરાત્મામાં જોડે છે. માટે પરમ આત્મદ્રષ્ટા શ્રીમદે દર્શાવેલી આ આરાધ્ય દેવની શુદ્ધ આત્મદશા દર્શાવતી કેવળજ્ઞાન વ્યાખ્યા પરમ પરમ પરમ ઉપકારી છે એમ કોઈપણ સબુદ્ધિ મુમુક્ષુ આત્માર્થીનો અંતરાત્મા પોકારી ઊઠે છે.૧
પરમાર્થલાભ ઇચ્છતા જીવે પોતાની દૃષ્ટિ શેય ઉપરથી હટાવીને જ્ઞાયક ઉપર કેન્દ્રિત કરવી જોઈએ. આત્મા જ્ઞાયક છે. તે જ્ઞાન-દર્શનમય છે. તેનું કાર્ય છે જાણવું, જાણવું ને જાણવું. દરેક સમયે, રાત-દિવસ તે જાણવાનું કામ કરતો જ હોય છે. આ જાણવાનું કામ તે પોતાના જ્ઞાન ગુણ દ્વારા કરે છે. જો કે અજ્ઞાની જીવનું સંપૂર્ણ લક્ષ જાણવામાં આવનાર વાત તરફ, એટલે કે શેય પદાર્થો તરફ વળેલું હોય છે. તેનું લક્ષ તે શેયને જાણનાર જ્ઞાયક ઉપર હોતું નથી. તેનું જ્ઞાન ક્ષેય પદાર્થો તરફ જ કેન્દ્રિત થયેલું હોય છે. તેને પદાર્થ દેખાય છે, પવન વાય તો તેનો સ્પર્શ જણાય છે, અવાજનું જ્ઞાન થાય છે, ફૂલની ગંધ આવે છે - આ બધી બાબતો તેના જ્ઞાનમાં આવે છે, એટલે કે શેય તેના જ્ઞાનમાં આવે છે; પરંતુ આ બધાને જાણનારો હું જ્ઞાયક છું, હું મારા જ્ઞાન દ્વારા આ બધી વાતો જાણું છું' એમ જ્ઞાયક તરફ તે કદી ધ્યાન જ નથી આપતો. શેય ઉપર દૃષ્ટિ હોવાથી તેને જ્ઞાયકનો ખ્યાલ જ નથી આવતો.
જીવ પરશેયને જાણવામાં હોંશિયાર છે, પણ જરૂર છે સ્વક્ષેયને, અર્થાત્ જ્ઞાયકને જાણવાની. જીવની જાણવાની ક્રિયા માત્ર શેયને જ પ્રસિદ્ધ નથી કરતી, પરંતુ જ્ઞાયકની પણ પ્રસિદ્ધિ કરતી હોય છે. જેમ અજંટા-ઈલોરાની ગુફાઓમાં અંધારું હોવાથી તેમાં કરેલું કોતરકામ, મૂર્તિઓ દેખાતાં નથી, પણ ગાઈડ જ્યારે ટોર્ચ દ્વારા તેના ઉપર પ્રકાશ ફેંકે છે ત્યારે તે દેખાય છે. તે મૂર્તિઓ તો પહેલેથી ત્યાં જ છે, પણ પ્રકાશ પડતાંની સાથે જ તે દેખાવા માંડે છે. જો કે ત્યારે માત્ર તે મૂર્તિઓ જ પ્રસિદ્ધ થતી નથી, તે સાથે પ્રકાશ - ટોર્ચ પણ પ્રસિદ્ધ થાય છે. મૂર્તિઓ સાથે પ્રકાશનું - ટોર્ચનું અસ્તિત્વ પણ સિદ્ધ થાય છે. તેમ શેયને જાણતાં માત્ર શેય પ્રસિદ્ધ થતું નથી, એને જાણનાર - જ્ઞાન-જ્ઞાયક પણ પ્રસિદ્ધ થાય છે; પરંતુ તે તરફ અજ્ઞાની જીવનો લક્ષ ન હોવાથી તે માત્ર શેયને જ પ્રાધાન્ય આપે છે.
જે જણાય છે તે જોય, જે જાણે છે તે જ્ઞાયક, જે દ્વારા જણાય છે તે જ્ઞાન અને જાણવાની ક્રિયા - આ ચારે બાબતો દરેક પ્રસંગમાં ઉપસ્થિત હોય છે. જેમ કે ચિત્ર જોયું ત્યાં ચિત્ર તે ય, જેણે જાણ્યું તે જ્ઞાયક, જેના દ્વારા જાણ્યું તે જ્ઞાન અને જાણવું તે ક્રિયા એમ ચાર બાબતો વિદ્યમાન હોય છે. જ્યાં જ્યાં જાણવાનું કાર્ય થાય છે, ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, “રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૪૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org