Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન તીર્થકરનો આશય છે.”
આમ, કેવળજ્ઞાનની મુખ્ય વ્યાખ્યા સ્વલક્ષી છે, આત્મલક્ષી છે, જ્ઞાયકલક્ષી છે; અને ગૌણ વ્યાખ્યા પરલક્ષી છે, જગતલક્ષી છે, શેયલક્ષી છે. બહિર્દષ્ટિ જીવો શાસ્ત્રના મુખ્ય પરમાર્થ આશયને નહીં સમજતા હોવાથી તેમણે મુખ્ય વ્યાખ્યાને ગૌણ અને ગૌણ વ્યાખ્યાને મુખ્ય કરી છે. દશ્ય પદાર્થની અપેક્ષાએ આ કાળમાં કેવળજ્ઞાનની જે વ્યાખ્યા પ્રચલિત છે તે અપૂર્ણ છે. તેની સાથે સ્વની અપેક્ષાએ વ્યાખ્યા મેળવીએ ત્યારે જ તે સંપૂર્ણ થઈ ગણાય. કેવળજ્ઞાનની પ્રચલિત વ્યાખ્યાઓમાં ખૂટતી કડીને જોડવા માટે શ્રીમદે આ ગાથામાં સ્વની - નિજસ્વભાવની અપેક્ષાએ કેવળજ્ઞાનની વ્યાખ્યા આપી છે. શ્રીમદે આ ગાથા દ્વારા શેયલક્ષી થયેલા લોકોનું લક્ષ જ્ઞાયકલક્ષી એવી મુખ્ય પરમાર્થવ્યાખ્યા ઉપર કેન્દ્રિત કર્યું છે. આ ગાથામાં કેવળજ્ઞાન સંબંધી અતિ સૂક્ષ્મ મીમાંસા જોઈ, આનંદ અને આશ્ચર્ય થવા સાથે શ્રીમદ્દી ઉન્નત પ્રજ્ઞાનો તથા પરિપક્વ આધ્યાત્મિકતાનો વાચકને પરિચય થાય છે.
શ્રીમદે વર્તમાનમાં ભુલાઈ ગયેલી પરમાર્થવ્યાખ્યાને પુનઃ પ્રકાશિત કરી સાધક જીવો પ્રત્યે અમાપ ઉપકાર કર્યો છે. આ કાળમાં, આ ક્ષેત્રે કેવળજ્ઞાનનું મૂળ સ્વરૂપ સ્પષ્ટપણે પ્રકાશી તેમણે અપૂર્વ ઉપકાર કર્યો છે. કેવળજ્ઞાનના મર્મ દર્શાવનારાં તેમનાં વચનામૃત જીવને કેવળજ્ઞાનના સ્તર સુધી પહોંચાડવા માટે અત્યંત સમર્થ છે. તેમનાં સ્વાનુભવરસ ઝરતાં વચનામૃત અનંત મહિમાવંત છે. તેમનાં વચનામૃત અનેક અતિશયોથી ભરેલાં છે, આત્મામાં અપૂર્વ સ્વરૂપપરિણતિ પ્રગટાવનારાં છે. અનંત ભાવોથી ભરેલાં, જ્ઞાનના અનંત ભેદ પ્રકાશનારાં અને અનંત નય-નિક્ષેપો સહિતનાં તેમનાં વચનામૃત જગતના જીવોના મોહને નિર્મૂળ કરનારાં છે. તેમનાં અમોઘ અને અનુપમ વચનામૃત ભવસાગર તરવાનું કારણ છે તથા મોક્ષ પ્રાપ્ત કરાવનારાં છે. દિવ્ય વચનામૃત વડે કેવળજ્ઞાનનું ગૂઢ રહસ્ય પ્રકાશી તેમણે જગતના જીવો ઉપર અપાર કરુણા વરસાવી છે. કેવળજ્ઞાનની આવી જ્ઞાયકલક્ષી વ્યાખ્યાને મુખ્ય કરવાથી જે પરમાર્થલાભ થાય છે તે સમજાવતાં ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
‘આ વ્યાખ્યાનો પરમાર્થઆશય ઘણો ઘણો મહાન છે. તે તો જેમ જેમ ઊંડા ઊતરી અવગાહન કરાય તેમ તેમ સમજાય છે, પણ આ વ્યાખ્યા લક્ષમાં રાખવાથી સામાન્યપણે એટલું તો અવશ્ય થાય જ છે કે - આપણા પરમ આરાધ્ય કેવળજ્ઞાની ભગવાન પોતે મુખ્યપણે તો જ્ઞાયકભાવમાં જ સુસ્થિત સતા સકલ શેયને દેખે છે, માટે અમારે ડ્રેયલક્ષી દષ્ટિ પ્રત્યે ન જતાં મુખ્યપણે જ્ઞાયકલક્ષી દષ્ટિ જ કરવા યોગ્ય છે, જ્ઞાયક એવા આત્મા પ્રત્યે જ દષ્ટિ કેન્દ્રિત કરવા યોગ્ય છે, કે જેથી સર્વ જ્ઞેય ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૬૪ (પત્રાંક-૪૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org