________________
ગાથા-૧૧૩
૫૩૩
નિરૂપણ કરનાર નિશ્ચયનો આશ્રય કરવાનું જ્ઞાનીપુરુષોએ કહ્યું છે. નિશ્ચયને મુખ્ય રાખી નિરૂપણ કરનાર કથનપદ્ધતિ તે અધ્યાત્મપદ્ધતિ છે. પ્રયોજન અનુસાર કથનપદ્ધતિનો ઉપયોગ થાય તો પ્રયોજન સિદ્ધ થાય. મોક્ષમાર્ગનું જેને પ્રયોજન હોય તે અધ્યાત્મપદ્ધતિને અનુસરે તો તે મોક્ષપદ પ્રાપ્ત કરી શકે છે.
જેને સ્વની પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ કરવું છે, તેણે યથાર્થ સમજણના આધારે પોતાના માટે અધ્યાત્મલક્ષી વ્યાખ્યાને મુખ્ય કરી સાધના કરવી ઘટે છે. આ વાત કેવળજ્ઞાન ઉપરાંત સમ્યગ્દર્શન, શ્રાવકદશા, મુનિદશા વગેરેને પણ લાગુ પડે છે. સામાન્યપણે જીવાદિ નવ તત્ત્વોની બૌદ્ધિક સમજણને સમ્યજ્ઞાન માની લેવામાં આવે છે. શ્રાવકના બાર વ્રતો સ્વીકારવામાં આવે એટલે શ્રાવકત્વ - દેશવિરતિની પ્રાપ્તિ થઈ એમ મનાય છે. પાંચ મહાવ્રત સ્વીકાર કરવામાં આવે એટલે મુનિદશા - સર્વવિરતિની પ્રાપ્તિ થઈ એમ મનાય છે. પરંતુ વાસ્તવમાં તો માત્ર જીવાદિ તત્ત્વોના જ્ઞાનથી નહીં પણ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થવાથી જ સમ્યજ્ઞાન ઉપલબ્ધ થાય છે. આત્મામાં થોડી સ્થિરતા થાય ત્યારે શ્રાવકદશાની પ્રાપ્તિ થાય છે. જ્યારે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત આત્માનો અનુભવ થાય ત્યારે મુનિપદની પ્રાપ્તિ થાય છે. આત્માર્થી આ અધ્યાત્મલક્ષી વ્યાખ્યાઓને જ મહત્ત્વ આપે છે. તેનું ધ્યેય આત્મામાં અખંડ સ્થિરતા કરવાનું હોવાથી, નિજસ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે તે કેવળજ્ઞાન - એ વ્યાખ્યાને જ તે મુખ્ય કરે છે.
સમ્યગ્દર્શન થયા પછી આત્મા ધ્યેયરૂપે તો સતત હોય છે, પણ શેયરૂપે સતત નથી હોતો. નિજસ્વભાવનું વદન હોય છે, પણ તે સતત - નિરંતર - અખંડપણે નથી હોતું. ગુણસ્થાન અનુસાર સ્વરૂપસ્થિરતામાં તરતમતા રહે છે. અખંડ અને એકસરખી આત્મદશા રહેતી નથી. તેમાં ચડતી-પડતી થયા કરતી હોવાથી અખંડિતતા જળવાતી નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિરૂપ તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થતાં અખંડ અને એકસરખી જ્ઞાનદશા રહે છે. ઉપયોગ નિજસ્વરૂપમાં પૂરો પ્રવેશી જાય છે અને પછી અનંત કાળમાં પણ તે કદી બહાર આવતો નથી. તે અનંત કાળ સુધી સ્વરૂપમાં જ લીન રહે છે. શ્રીમદ્ લખે છે –
કેવળ અને સહજ અંતર્મુખ ઉપયોગ તો મુખ્યતાએ કેવળ ભૂમિકા નામે તેરમે ગુણસ્થાનકે હોય છે.”
વળી અન્યત્ર લખે છે –
આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૯૬ (પત્રાંક-૭૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org