Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૩૬
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન ત્યાં ત્યાં શેય, જ્ઞાતા, જ્ઞાન અને જાણવાની ક્રિયા એ ચાર બાબતો હાજર હોય છે. જ્ઞાયક જ્ઞાન દ્વારા શેયને જાણે છે. આ ચારે બાબતો હાજર હોવા છતાં જીવનું સંપૂર્ણ ધ્યાન માત્ર શેય ઉપર જ હોય છે. જીવે તેનું ધ્યાન શેય ઉપરથી હટાવી જ્ઞાયક તરફ વાળવું જોઈએ. દરેક કાર્ય વખતે હું જ્ઞાયક છું, શેય મારાથી ભિન્ન છે, હું મારા જ્ઞાન દ્વારા તેને જાણું છું' એવી જાગૃતિ કેળવવી જોઈએ. વારંવાર આવો અભ્યાસ કરવાથી સ્વ તરફ ઝૂકવાની - સ્વ તરફ ધ્યાન લઈ જવાની ટેવ પડવા લાગે છે. શેયની લુબ્ધતા મટી જ્ઞાયકમાં એકત્ર થવા લાગે છે. જ્ઞાયકભાવ કેળવાતો જાય છે, પુષ્ટ થતો જાય છે.
જીવ જ્યારે પરણેયને માત્ર જ્ઞાયકભાવથી જુએ છે ત્યારે તે પરશેયમાંથી રસ લેતો નથી, તેમાં આસક્ત થતો નથી. તેનો આ જ્ઞાયકભાવ પરશેયની આસક્તિને ઝાંખી કરતો જાય છે અને એવી એક ક્ષણ આવે છે જ્યારે ચેતના પરશેય વગરની રહી જાય છે. કોઈ પરગ્નેય, કોઈ વિષય નથી હોતો. આ જ્ઞાયકનું સ્વસંવેદન છે. જેઓ પોતાના સ્વભાવને આ રીતે ઓળખી લે છે, અંતર્મુખ અવલોકીને જેઓ અનુભવ કરી લે છે, તેઓ પાર પામી જાય છે. તેમની ચેતનાનું અગાધ ઊંડાણ સપાટી ઉપર પ્રતિબિંબિત થાય છે. તેથી હવે જ્યારે તેઓ બહારના જગતમાં પાછા ફરે છે ત્યારે તેઓ એ જ નથી હોતા કે જે બહારથી અંદર જતી વખતે હતા. હવે તેમણે જ્ઞાયકનો અનુભવ કરી લીધો છે, તેથી જગતવ્યવહાર કરવા છતાં પણ તેઓ જ્ઞાયકની મસ્તીમાં જ હોય છે. તેમની આત્મસ્થિરતા વધતી જાય છે. ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને વિશેષ આત્મસ્થિરતા હોય છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને તેથી વિશેષ હોય છે અને તેરમા ગુણસ્થાને અખંડ આત્મસ્થિરતા હોય છે. અખંડ આત્મસ્થિરતા જ કેવળજ્ઞાન તરીકે ઓળખાય છે. કેવળી ભગવંતને સતત અને સહજ નિર્વિકલ્પ સમાધિની સિદ્ધિ હોય છે તથા દેહનો સંયોગ હોવા છતાં સંપૂર્ણ દેહાતીત દશાની સંપ્રાપ્તિ હોય છે.
આ ગાથાના અંતિમ ચરણમાં દેહ છતાં નિર્વાણ' એમ કહી શ્રીમદ્ જણાવે છે કે આવી પૂર્ણ વીતરાગદશા પ્રાપ્ત થવાથી, નિજસ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે એવું કેવળજ્ઞાન પામવાથી, દેહ હોવા છતાં અત્રે જ નિર્વાણ અનુભવાય છે. નિજસ્વભાવમાં આત્મા તન્મયાકારે, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે પરિણમે એવા આત્મગુણને વિપ્ન કરનાર ઘાતી કર્મનો સર્વથા અભાવ થતાં કેવળજ્ઞાનદશા વર્તે છે. આ સ્થિતિને ભાવમોક્ષ પણ કહેવાય છે. અઘાતી કર્મનો અભાવ થયો નહીં હોવાથી દેહ અને આયુષ્યની સ્થિતિ બાકી રહી હોય છે, તેમ છતાં કેવળી ભગવંત દેહ સહિત જ મુક્તદશા અનુભવે છે.
જીવના દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણોની તરતમતાના આધારે તેના આધ્યાત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org