Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે. તેઓ પ૨પદાર્થોને જાણે છે ત્યારે પણ તેમનું હુંપણું માત્ર સ્વ આત્મામાં જ રહે છે. પ૨પદાર્થોમાં તેમને અ ં-મમનો ભાવ રહેતો નથી. પરપદાર્થોને જાણવામાત્રથી દોષ થતો નથી, પરંતુ તેને પોતાના જાણવાથી, નિજરૂપ જાણવાથી, તેમાં નિજબુદ્ધિ કરવાથી જ મિથ્યાત્વનો દોષ લાગે છે. જ્ઞાનીને મિથ્યાત્વની નિવૃત્તિ થઈ હોવાથી તેઓ પોતાને નિજરૂપે જાણે છે અને પજ્ઞેયને પરરૂપે જાણે છે. તેમને પરમાં ફેરફાર કરવાનો અભિપ્રાય તૂટી ગયો હોય છે. આત્માને પરથી ભિન્ન જાણ્યો હોવાથી પરદ્રવ્યોને ભોગવવાની રુચિ તેમને થતી નથી.
સ્વાધીન ચૈતન્યનો અનુભવ કર્યો હોવાથી તેમને દઢ નિર્ણય થયો હોય છે કે ‘પર મારા જ્ઞાનનું માત્ર જ્ઞેય છે. તે સિવાય તેની સાથે મારે કોઈ સંબંધ નથી. ભલે જગત આખાનું ગમે તે થાઓ, તેને અને મારે કોઈ સંબંધ નથી. હું કેવળ જ્ઞાતા છું. જે કાંઈ થઈ રહ્યું છે તે મારામાં નથી થઈ રહ્યું, કેવળ મારી સામે થઈ રહ્યું છે. હું જગતનો સાક્ષીમાત્ર, જગતથી ભિન્ન, મારામાં અચળ, એકરૂપ, શાશ્વત જ્ઞાતા છું.' આવી દઢ શ્રદ્ધા થઈ હોવાથી તેમને પજ્ઞેયો પ્રત્યે ઉત્સાહ નથી હોતો. પરશેયનું પરિણમન જે પ્રકારે થાય છે, તેનો તેઓ જ્ઞાનમાં સ્વીકાર કરે છે. પરવસ્તુના પરિણમનમાં ‘આ આમ કેમ?' એવો વિકલ્પ તેમને થતો નથી. તેમને સહજ, શાંત સ્વીકાર થાય છે. આના ફળસ્વરૂપ તે સંબંધી આકુળતા ઊભી થવાનો અવકાશ નથી રહેતો અને પરિણામમાં અત્યંત શાંતિ હોય છે. અજ્ઞાની જીવને આવો સ્વીકાર ન હોવાથી તે પરમાં ફેરફાર કરીને સુખી થવા જાય છે, પણ અંતે મળે છે તો દુઃખ જ. જ્ઞાનીને પોતાના સ્વરૂપના આશ્રયે જ્ઞાતા-દ્રષ્ટારૂપ અવસ્થા ઊપજી હોય છે, તે છતાં તેમને કિંચિત્ અસ્થિરતા હોય છે; જ્યારે કેવળીને પરને જાણતાં અલ્પ પણ અસ્થિરતા થતી નથી. તેઓ રાગ-દ્વેષઅજ્ઞાનના સંપૂર્ણ અભાવ સહિત પરને જાણે છે.
કેવળજ્ઞાની ભગવંત પરનાં પરિવર્તનોના માત્ર જાણનાર છે; ક૨ના૨, ફેરવનાર કે અટકાવનાર નથી. તેઓ પરને માત્ર જાણે છે, પરિણમાવતા નથી. વસ્તુનું પરિણમન તેમના જ્ઞાનને આધીન નથી હોતું. જે વસ્તુ સ્વયં પરિણમી હતી, પરિણમી રહી હોય છે અને પરિણમશે; તેને ભગવાને તો તે સ્વરૂપે માત્ર જાણી છે. જ્ઞાને તો વસ્તુના પરિણમનમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કર્યા વગર જ માત્ર તેને જાણ્યું છે. કેવળી ભગવાન પણ વસ્તુના કાર્યમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ, ફેરફાર કે વધ-ઘટાદિ કરવા સમર્થ નથી. તેમને જે ક્ષાયિક જ્ઞાન પ્રગટ્યું છે તેનો અચિંત્ય મહિમા છે, પરંતુ તે બધો મહિમા પોતાને પૂર્ણપણે જાણવા-વેદવાના કારણે છે, કંઈ પરના કારણે નથી. જ્ઞાન તો સ્થિરસ્વભાવી છે. તે પોતામાં ઠરે છે અને નિજાનંદને ભોગવે છે. કેવળજ્ઞાન સાથે તેમને અનંત વીર્ય પ્રગટ્યું છે, પણ તે અનંત સ્વબળ કાંઈ પરનું કોઈ કાર્ય નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org