Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧૧૩
ગાથા ૧૧૨માં શ્રીગુરુએ કહ્યું કે સમકિતની વધતી જતી ધારા હાસ્યભૂમિકા
] શોકાદિરૂપ મિથ્યાભાસને - ચારિત્રના દોષોને ટાળે છે અને સ્વભાવસમાધિરૂપ ચારિત્રનું પ્રગટવું થાય છે, જેથી સર્વ રાગ-દ્વેષના ક્ષયરૂપ વીતરાગપદમાં સ્થિતિ થાય છે.
સાધકદશાના પ્રારંભથી લઈને પૂર્ણતા સુધીની આત્મદશાનો કઈ રીતે વિકાસ થાય છે તેનું ક્રમબદ્ધ નિરૂપણ ગાથા ૧૦૮થી શ્રીગુરુ કરી રહ્યા છે. ગાથા ૧૦૮માં શ્રીગુરુએ જિજ્ઞાસુ જીવનું નિરૂપણ કર્યું. ગાથા ૧૦૯ થી ૧૧૧ સુધીમાં તેમણે વ્યવહાર તેમજ નિશ્ચય સમકિતનું સ્વરૂપ દર્શાવી સમ્યકત્વદશાનું નિરૂપણ કર્યું. સમકિત વર્ધમાન થતાં, ચારિત્રદશાનો ઉદય થઈ સાધક વીતરાગપદમાં નિવાસ કરે છે એમ ગાથા ૧૧૨માં કહ્યું. હવે આ ગાથામાં વીતરાગદશાના ફળરૂપ એવી કૈવલ્યદશાનું નિરૂપણ કર્યું છે.
નિર્મળ, પવિત્ર, અખંડ, પૂર્ણ દશાનું એટલે કે કેવળજ્ઞાનના સ્વરૂપનું અપૂર્વ રહસ્ય પ્રકાશતાં શ્રીગુરુ કહે છે –
“કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.” (૧૧૩) = સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન
થાય, મંદ ન થાય, નાશ ન પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. (૧૧૩)
પોતાના શુદ્ધ સ્વભાવનું અખંડપણે જ્ઞાન વર્તે તે કેવળજ્ઞાન છે. જ્ઞાયક પણ ભાવાર્થ
| આત્મા હોય અને જોય પણ આત્મા રહે, વચમાં શેય બદલાય નહીં તે કેવળજ્ઞાન છે. સમ્યકત્વ પ્રાપ્ત થતાં વૃત્તિ શુદ્ધ સ્વભાવમાં વહેતી થઈ હોય છે, પરંતુ હજી ય બદલાતું રહે છે. સાધકને નિર્વિકલ્પ દશામાં તેમજ સવિકલ્પ દશામાં મતિશ્રુતજ્ઞાન કામ કરે છે. મતિ-શ્રુતજ્ઞાન ત્યાં ક્ષયોપશમ ભાવે છે, એટલે એકવખતે એક શેયને જાણવામાં તે પ્રવર્તે છે - કાં તો સ્વને જાણવામાં ઉપયોગ હોય, કાં પરને જાણવામાં ઉપયોગ હોય. ક્ષયોપશમ જ્ઞાનની શક્તિ જ એટલી મંદ હોય છે કે એક વખતે એક શેય તરફ જ તેની પ્રવૃત્તિ હોય છે. કેવળજ્ઞાનમાં તો ત્રણે કાળના સ્વ-પરને
ગાથા |
અર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org