Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫૦૮
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે. “મારે મારા આત્મામાં જ લીન થવું છે. આત્મામાં લીન થઈને, સર્વસંગપરિત્યાગ કરીને મારે નિર્ગથતાને આત્મસાત્ કરવી છે. મુનિધર્મની સાધના કેવળ આ મનુષ્યશરીરથી જ થઈ શકે છે. પશુ વધુમાં વધુ શ્રાવકધર્મની સાધના કરી શકે છે, દેવ અને નારકી તો શ્રાવકના સંયમને પણ પાળી શકતા નથી, તેઓ કેવળ વતરહિત સમ્યગ્દષ્ટિ જ થઈ શકે છે; તો આવા ઉપકારી મનુષ્યજન્મમાં સંયમ ધારણ કરીને, આત્મસાધના કરીને, સર્વ કર્મોને બાળીને મારા આત્માને મુક્ત કરું, જન્મ-મરણરહિત થાઉં તથા મારા આત્માને સિદ્ધપદમાં પહોંચાડું. આ દુર્લભ ભવની સફળતા તેમાં જ છે તેથી ક્યારે હું બાહ્યાંતર સર્વ બંધનોથી મુક્ત થઈ, ચારિત્રદશા પ્રગટાવી મુનિ થાઉં અને સ્વરૂપમાં એકાગ્ર થઈ, પૂર્ણવીતરાગી થઈ અનંત અનંત સુખ ભોગવું.' - આવી અંતરંગ ભાવના તેમનામાં નિરંતર હોય છે. સમ્યકક્યારિત્ર અંગીકાર કરવાની ઇચ્છા તેમને અત્યંત તીવ્રપણે હોય છે. શ્રીમદ્ લખે છે કે –
હે સમ્યક્દર્શની! સમ્યફચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા.૧
સમ્યગ્દષ્ટિ જીવ શ્રદ્ધામાં પોતાને પૂર્ણ શુદ્ધ વીતરાગ જ માને છે અને જગતના કોઈ પણ શેયને જાણતી વખતે આ શ્રદ્ધા તેમની સાથે ને સાથે જ રહે છે. તેઓ રાગરહિત સ્વભાવની શ્રદ્ધાપૂર્વક રાગરહિત ચારિત્રદશા પ્રગટ કરીને સ્વરૂપમાં ઠરવા ઇચ્છે છે. સમ્યગ્દર્શન થયા પછી તેમને બે પ્રકારના ભાવ હોય છે - એક રાગ વગરના અને બીજા રાગવાળા. સમ્યગ્દર્શન રાગ વગરનો ભાવ છે અને સમ્યજ્ઞાન પણ રાગ વગરનું હોય છે. ચારિત્રપરિણતિમાં હજી કેટલોક રાગ બાકી છે, પણ જ્ઞાનનો ઉપયોગ જ્યારે સ્વમાં જોડાય ત્યારે બુદ્ધિપૂર્વક રાગનું વેદન તે ઉપયોગમાં હોતું નથી. તે ઉપયોગ સ્વરૂપાનંદ વેદવામાં જ મગ્ન છે, એટલે તે વખતે અબુદ્ધિપૂર્વકનો જ રાગ હોય છે; અને જ્યારે ઉપયોગ બહાર હોય ત્યારે તે સવિકલ્પદશામાં જે રાગ હોય છે તે બુદ્ધિપૂર્વકનો છે, છતાં તે વખતે પણ સમ્યગ્દર્શન તો રાગ વગરનું જ હોય છે. તે કાંઈ રાગવાળું થઈ જતું નથી. આમ, સમ્યગ્દર્શનનાં પરિણામ જુદાં છે અને રાગનાં પરિણામ જુદાં છે. બન્ને સ્પષ્ટ ભિન્ન હોય છે. એક જ ભૂમિકામાં રાગ અને સમ્યકત્વ બન્ને સાથે હોવાથી તેને ‘સરાગ સમ્યકત્વ' કહ્યું છે. ચોથા ગુણસ્થાનનું સમ્યગ્દર્શન ખરેખર તો વીતરાગભાવવાળું જ છે અને તે વીતરાગભાવ જ મોક્ષનું સાધન થાય છે. રાગભાવ કંઈ મોક્ષનું સાધન થતું નથી. સરાગદશામાં પણ શ્રદ્ધા ગુણની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ જીવ વીતરાગી જ છે અને ચારિત્રપરિણતિમાં પૂર્ણ શુદ્ધ વીતરાગધારા પ્રગટાવવા પ્રત્યે જ તેમનો પુરુષાર્થ હોય છે. ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૧૯ (હાથનોંધ-૨, ૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org