Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૨
૫૦૯ ચારિત્રદશા પ્રગટાવવા માટે જ્ઞાની સમ્યગ્દર્શનના બળ વડે મિથ્યાભાસ ટાળવાનો પૂર્ણ પ્રયત્ન કરે છે, અર્થાત્ બાકી રહેલાં ચારિત્રમોહનીયના નાશનો પુરુષાર્થ કરે છે. તેઓ ચારિત્રમોહનો વિલય કરવાનો, આવેગોને પૂરેપૂરા ક્ષીણ કરી દેવાનો પ્રબળ પ્રયાસ કરે છે. તેઓ બંધવૃત્તિઓને નષ્ટ કરી, તેનાથી નિવર્તવાનો જાગૃતિપૂર્ણ ઉદ્યમ કરે છે. તેમના અભિપ્રાયમાં વિકારનો નિષેધ વર્તતો હોય છે. તેઓ પોતાને જે વિકાર ઊઠે છે તેનાથી જ્ઞાનને જુદું જ જાણે છે, તે બન્નેની એકતા કરી એકબીજામાં ભેળવતા નથી. રાગ અને જ્ઞાન વચ્ચે એવી મોટી તિરાડ પડી ગઈ હોય છે, એવો જબરદસ્ત ભેદ પડી ગયો હોય છે કે તે બન્ને એક થતા નથી. તેમનું જ્ઞાન રાગાદિ પરભાવોથી છૂટું ને છૂટું જ રહે છે, કદી રાગાદિરૂપ થતું નથી. તેમનું જ્ઞાન સ્વભાવને સ્પર્શતું હોવાથી તે જ્ઞાન રાગથી ભિન્ન રહે છે.
સમ્યગ્દષ્ટિ જીવે જ્ઞાન અને રાગને જુદાં અનુભવ્યાં હોવાથી તેઓ રાગમાં મય ન થતાં તેના જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. તેમણે રાગને છોડી જ્ઞાન સાથે એકતા સાધી હોવાથી રાગાદિ વિકારભાવને સતત પોતાનાથી ભિન્ન રાખી તેઓ સ્વરૂપમાં એકતાન રહે છે. આત્મા સિવાય બીજે કશે પણ તેમનું મન ઠરતું નથી. તેમને શુભ કે અશુભ ભાવો આવે છે, પરંતુ આત્મશાંતિ તો જ્ઞાનભાવમાં જ છે એવો તેમને અખંડ નિશ્ચય રહે જ છે. ચૈતન્યની શાંતિ પાસે કષાયનું બળ તૂટી જાય છે. ચૈતન્યની અકષાયી શાંતિના વેદનપૂર્વક અનંતાનુબંધી કષાયભાવનો અભાવ થઈ ગયો હોવાથી તેમને કોઈ પ્રસંગે કષાયભાવની તીવ્રતા તો હોતી નથી, પરંતુ કપાયભાવ નિરંતર ઘટતા જાય છે. શુદ્ધોપયોગની પ્રાપ્તિ થઈ હોવાથી, તેના બળ વડે તેઓ ચારિત્રમોહના ભૂક્કા કરી નાખે છે. શ્રીમદ્ લખે છે કે –
શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે.'
ચારિત્રમોહન સભાવ અનુસાર જ્ઞાનીને જે ઉદયભાવ થાય છે, તેના નાશના ઉદ્યમમાં તેઓ પ્રવર્તે છે. ત્રિકાળી વીતરાગસ્વરૂપ નિજચૈતન્યસ્વભાવનો આશ્રય કરતાં વિકારનો ક્ષય થતો જાય છે. પર્યાયે પર્યાયે તેમનું જ્ઞાન રાગથી જુદું રહીને મોક્ષને સાથે છે. આત્માને વિષે જે મિથ્યા આભાસ છે તે ટળતો જાય છે. તેમની ભેદજ્ઞાનની નિર્મળ ધારા આગળ વધતાં, અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય કર્મ હટતાં શુદ્ધ ચારિત્રનો ઉદય થાય છે. સમકિતની વધતી જતી દશાથી વિભાવ ટળતાં સ્વસ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનના બળ વડે આગળ ને આગળ વધતા જાય છે અને પરભાવને તજીને શુદ્ધ ભાવમાં રમણતારૂપ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૯૬ (આંક-૭૮, ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org