________________
ગાથા-૧૧૦
૪૬૭ હવે તે જીવ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. આત્માનાં ઉજ્વળ પરિણામના નિમિત્તથી, અનિવૃત્તિકરણના કાળ પછી ઉદયમાં આવવા યોગ્ય એવા મિથ્યાત્વ કર્મના મુહૂર્ત માત્ર નિષેકનો અંતર્મુહૂર્ત પર્યત અભાવ થાય છે અને તે પરમાણુઓ અન્ય સ્થિતિરૂપે પરિણમે છે, જેને અંતરકરણ કહેવાય છે. અંતરકરણ પછી ઉપશામકરણ થાય છે. તેમાં અંતરકરણ વડે અભાવરૂપ કરેલા નિષેકોની ઉપર જે મિથ્યાત્વના નિષેક છે તેને ઉદયમાં આવવાને અયોગ્ય કરે છે. તે સાથે જ અનંતાનુબંધી ચતુષ્કને પણ ઉદયમાં આવવાને અયોગ્ય કરે છે. અનિવૃત્તિકરણના અંતસમયના અનંતર જે મિથ્યાત્વના નિકોનો અભાવ થયો હતો તેનો ઉદયકાળ આવતાં તે કાળે નિષેકો ન હોવાથી મિથ્યાત્વ મોહનીયનો ઉદય થતો નથી અને તેથી તે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અનિવૃત્તિકરણના ચરમસમય પછી ઉદય આવવા યોગ્ય કર્મપ્રકૃતિઓનો અભાવ હોવાથી, અર્થાત્ મિથ્યાત્વનો ઉદય ન હોવાથી તે સમયમાં જીવને સમકિતની પ્રાપ્તિ થાય છે. અનાદિ કાળથી બાહ્યમાં ભટકતો ઉપયોગ અંતર્મુખ થઈ નિજતત્ત્વમાં સ્થિત થતાં, નિશ્ચયનય અને વ્યવહારનયના ભેદભેદ સંબંધી કોઈ પણ વિકલ્પ ઊઠતો નથી અને આત્માની નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. જે આત્મસ્વરૂપની પ્રસિદ્ધિ વિના અનંત કાળથી રખડતો હતો, તે આત્મસ્વરૂપને નિજપુરુષાર્થથી પ્રસિદ્ધ કરનાર આત્મશોધક વીર પુરુષને ધન્ય છે. સર્વ પરભાવોથી રહિત પોતાના શુદ્ધ આત્માને જે એક સમય માટે પણ અનુભવી લે છે તેને કોટિશઃ અભિવંદન છે.
ઉપરોક્ત પાંચ લબ્ધિઓની પ્રાપ્તિથી માંડીને શુદ્ધ સમકિતની પ્રાપ્તિના ક્રમને શ્રીમદે ત્રણ ગાથાઓ(૧૦૦-૧૧૦)માં ગર્ભિતપણે ગૂંથી લીધો છે. ક્ષયોપશમલબ્ધિને પ્રાપ્ત થયેલ જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયોપશમથી સત્ય પુરુષાર્થ માટે પ્રયત્નશીલ થવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે કષાયનું ઉપશાંતપણું થાય, માત્ર મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા હોય નહીં, સંસાર પ્રત્યે ખેદ હોય અને અંતરમાં દયા વર્તે ત્યારે આ જીવ વિશુદ્ધિલબ્ધિને પામે છે અને ત્યારે તે જીવ મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહેવાય છે. તે પ્રશસ્ત ભાવ ભણી વળ્યો હોવાથી સદ્દગુરુ આદિ પુષ્ટ નિમિત્તનો પોતાને યોગ થાય એવાં પુણ્ય બાંધે છે. આવા વિશુદ્ધિલબ્ધિવાળા સુપાત્ર જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો યોગ થાય, તેમનો બોધ પ્રાપ્ત થાય તથા તે બોધની વિચારણા જાગે તો તે દેશનાલબ્ધિને પામે છે. સદ્ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ બોધથી સાચી તત્ત્વશ્રદ્ધા થતાં તેને વ્યવહાર સમકિતની પ્રાપ્તિ થાય છે. આવો દેશનાલબ્ધિને પ્રાપ્ત થયેલો વ્યવહારસમકિતી જીવ અંતર્મુખ બની અંતરશોધ કરવા લાગે છે. દેહની અંદર રહેલા તત્ત્વની, એટલે કે આત્માની શોધ માટે તે પ્રવૃત્ત થાય છે. એનાં કર્મની સ્થિતિમાં ઘટાડો થતાં તે પ્રાયોગ્યલબ્ધિને પ્રાપ્ત કરે છે. જેમ જેમ તે અંતરશુદ્ધિ પામતો જાય છે, તેમ તેમ તેનું આત્મબળ વધતું જાય છે અને આગળ વધતાં વધતાં તે કરણલબ્ધિને પ્રાપ્ત કરે છે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org