Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४७४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન સદ્ગુરુએ સમ્મત કરેલું હોય તે સર્વ સત્યસ્વરૂપ જ હોય છે અને તેથી તે માન્ય કરવાથી તથા તેમની આજ્ઞા આરાધવાથી ગુણ પ્રગટે છે અને આત્મદશા વર્ધમાન થતી જાય છે. સન્માર્ગના અનુભવી પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞા સેવતાં જીવ પોતાના અનેક દોષોમાંથી છૂટી શકે છે. અજ્ઞાન, માન, લોભાદિ સર્વ દોષો ટાળવા માટે આજ્ઞાપાલન એક પ્રબળ કારણ છે. પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞામાં જ બધાં સાધનો સમાઈ જાય છે. આખો મોક્ષમાર્ગ તેમની આજ્ઞામાં સમાય છે. તેમની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. સગુરુની આજ્ઞાનો આવો મહિમા હૃદયગત થયો હોવાથી જિજ્ઞાસુ જીવ પોતાના સર્વ ભાવ અર્પણ કરી દઈ, એકનિષ્ઠાથી આજ્ઞારાધન કરતો હોય છે. તેને જીવનમાં એ જ એકમાત્ર કરવા જેવું લાગે છે. તે મોહની મૂચ્છમાં એક ક્ષણ પણ ગુમાવવા ઇચ્છતો નથી. ચૈતન્યસ્વરૂપી આત્માનો અનુભવ કરવા માટે તે પોતાની વૃત્તિને સદ્ગુરુની આજ્ઞામાં એકતાન કરે છે.
બોધ અને આજ્ઞા દ્વારા સદ્ગુરુ જિજ્ઞાસુ જીવને સ્વરૂપ પ્રત્યે જાગૃત કરે છે. જેમ દરમાં રહેલી ઈયળ આગળ ભમરી ગુંજારવ કરી તેને પોતાના જેવી બનાવે છે, તેમ સદ્ગુરુ જિજ્ઞાસુને તેના સ્વરૂપનું ભાન કરાવી, તે સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે તેને જાગૃત કરે છે. સ્વરૂપપ્રાપ્તિ માટે ઉત્સુક જિજ્ઞાસુ એકનિષ્ઠાએ આજ્ઞાનું આરાધન કરતો હોવાથી તે સદ્ગુરુનાં વચનોમાં રહેલાં પારમાર્થિક રહસ્યોને સમજી શકે છે. તે ઉત્તમ કોટીની મુમુક્ષુતામાં વર્તતો હોવાથી સગુરુની વાણીનો આશય સમજી શકે છે અને તેથી તેને તત્ત્વનો દઢ નિર્ણય થાય છે.
સદ્ગુરુની દશાના નિરંતર અવલોકન દ્વારા જિજ્ઞાસુ જીવ તેમની અંતરપરિણતિ પકડે છે. તે સદ્ગુરુની પરમ વીતરાગ પ્રશમરસમય મુદ્રાના અવલોકન દ્વારા વિચાર કરે છે કે ‘શાંતિમાં નિત્ય સ્નાન કરી રહેલા સદ્દગુરુની મુખમુદ્રા કેવી સુંદર લાગે છે! તેમની વીતરાગી આકૃતિ કેવી શાંત અને સૌમ્ય છે! તેઓ કેવા પરમ શાંત, પ્રસન, નિરાકુળ દેખાય છે. તેઓ અંતરના અનંત વૈભવનો કેવો સુંદર પરિચય આપી રહ્યા છે! જ્ઞાનોપયોગની ભેટ મળતાં તેમને કેવું સહજ સુખ પ્રગટ્યું છે! મારે તેમની જેમ શાંતિ અને સુખનો અનુભવ કરવો જ છે.' જિજ્ઞાસુ જીવ સદ્ગુરુની મુદ્રાનું અવલોકન કરી શાંત અને સ્થિર થવાના પ્રયત્ન કરે છે. સદ્ગુરુના કર્મોદયને તે જોતો નથી, બલ્ક તેની દૃષ્ટિ ઉદય વખતના તેમના અંતરંગ પુરુષાર્થ પ્રત્યે રહે છે. તેને સદ્ગુરુના નેત્રોમાં વીતરાગતા, અંતર્મુખતા, નિર્લેપતા આદિ ભાવો વંચાય છે. સદ્દગુરુની દશાનો નિર્ધાર થવાથી અને ઉદયપ્રસંગે તેનું સ્મરણ થવાથી તેનાં પરિણામોમાં રહેલ રસ અને ચીકાશ ઘટે છે. પોતાની ભાવદશા ઉપર તે સગુરુની દશાનો પ્રભાવ સ્પષ્ટપણે અનુભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org