Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પગ પાછો ખેંચી લેવાય છે; તેમ પૂર્વકર્મના નિમિત્તે સંસારપ્રવૃત્તિ કરવી પડે તો તેઓ એકદમ આંચકો અનુભવે છે, તેમાં લાંબો વખત સ્થિતિ કરતા નથી, ત્યાંથી તરત પાછા વળી જાય છે. જે પ્રવૃત્તિ કરવી પડે તે પણ તેઓ અત્યંત નીરસપણે - અંતરંગ ખેદ સહિત કરે છે. તેઓ આત્મજ્ઞાનથી ભિન્ન કોઈ કાર્યને લાંબા સમય સુધી પોતાની બુદ્ધિમાં ધારણ કરતા નથી. જો પ્રયોજનવશાત્ વચન-કાયાથી કંઈ પણ કરવાનો વિકલ્પ કરે તો પણ તે અનાસક્ત થઈને કરે છે. ૨
અજ્ઞાનીની મિથ્યા અભિપ્રાયપૂર્વકની ક્રિયા-વર્તના હોય છે, જ્યારે જ્ઞાનીની મિથ્યા અભિપ્રાયથી રહિત, કેવળ ઉદયાધીન ક્રિયા-વર્તના હોય છે. પ્રથમ પ્રકારમાં સાંસારિક ક્રિયાને સારી માનીને કાર્ય કરવામાં આવે છે, જ્યારે બીજા પ્રકારમાં આત્મગ્લાનિ સહિત કાર્ય કરવામાં આવે છે. જ્ઞાની ગૃહસ્થદશામાં હોય ત્યારે ઇચ્છા ન હોવા છતાં કર્મોદયવશ જે ક્રિયા કરવી પડે છે, તે વીતરાગ શ્રદ્ધાનપૂર્વક કરે છે અને તે માટે નિંદાના ભાવ હોય છે. નિરુપાય પ્રસંગમાં તેઓ કંપતા ચિત્તે, પશ્ચાત્તાપપૂર્વક, ન છૂટકે પ્રવર્તે છે. તેઓ અંતરમાં તો સર્વ સાંસારિક પ્રસંગોથી નિવર્તવાની જ ભાવના રાખે છે અને જે કાર્ય કરવું પડે તે ઉપલક રીતે કરે છે, તન્મય થઈને નથી કરતા. શ્રીમદ્ કહે છે –
સમ્યગ્દષ્ટિ પુરુષો, કર્યા વિના ચાલે નહીં એવા ઉદયને લીધે લોકવ્યવહાર નિર્દોષપણે લક્ઝાયમાનપણે કરે છે. પ્રવૃત્તિ કરવી જોઈએ તેથી શુભાશુભ જેમ બનવાનું હશે તેમ બનશે એવી દઢ માન્યતાની સાથે ઉપલક પ્રવૃત્તિ કરે છે.'
સંસારપ્રવૃત્તિ કરતાં કરતાં પણ જ્ઞાનીને અપૂર્વ જાગૃતિ રહે છે. પોતાના સ્વરૂપ પ્રત્યે જાગૃત રહી તેઓ ઉદયથી ઉપયોગને છૂટો પાડે છે. તેઓ મન-વચન-કાયાની પ્રવૃત્તિઓમાં ઉપયોગનું તન્મયપણે જોડાણ નથી કરતા. તેમનો ઉપયોગ આત્મમય રહે છે. તેઓ જાગૃત હોવાથી નિરંતર ઉપયોગપરિણામી રહીને પ્રવૃત્તિ કરે છે અને અબંધપરિણામે ઉદયને ભોગવી લે છે. તેઓ કોઈ પણ પ્રસંગમાં સ્વરૂપજાગૃતિ નથી ચૂકતા. ભોજન કરતાં, દુકાન ઉપર બેસતાં હું માત્ર દ્રષ્ટા છું' એવી જાગૃતિ રાખે છે. પોતાને જે સંગ-પ્રસંગ પ્રાપ્ત થાય તેની સાથે તેઓ એકત્વ નથી કરી બેસતા, તેમાં ખોવાઈ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદષ્ટિ સમુચ્ચય', શ્લોક ૭૦
'अतोऽन्यदुत्तरास्वस्मात पापे कर्मागसोऽपि हि ।
तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ।।' ૨- જુઓ : આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામીકૃત, સમાધિતંત્ર', શ્લોક ૫૦
'आत्मज्ञानात्परं कार्यं न बुद्धौ धारयेच्चिरम् ।
कुर्यादर्थवशात्किंचिद् वाक्कायाभ्यामतत्परः ।।' ૩- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૮૫ (વ્યાખ્યાનમાર-૨, ૩૦-૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org