Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૫OO
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
હોય એવી જ્ઞાનીની મસ્તી હોય છે. સ્વરૂપમન્નતાનો રસ કદી સુકાતો નથી. તે દિનપ્રતિદિન વધતો જાય છે. તે રસધારા શાશ્વત છે. જેઓ તેમાં ખોવાઈ ગયા, જેઓ તેનાથી છલકાઈ ગયા, જેમના રોમ રોમમાં સ્વરૂપમન્નતા સમાઈ ગઈ, તેઓ જ સુખી છે, સફળ છે, જ્ઞાની છે. લક્ષ અને પ્રતીતિરૂપ સ્વરૂપમગ્નતામાં ચારિત્રાવરણરૂપ પૂર્વકર્મોદય ઉત્તરોત્તર મંદ થતાં, ક્ષીણ થતાં, ફરીથી આત્માનુભવરૂપ આત્મમગ્નતા પ્રગટે છે અને આ પ્રકારનો અભ્યાસ વારંવાર થતાં, ચારિત્રાવરણ કર્મનો પૂર્ણ ક્ષય થઈ વીતરાગદશા પ્રગટે છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘વર્તે નિજસ્વભાવનો, વિશ વસા વિશ્વાસ; જેથી તત્ત્વ પદાર્થનો, વિપર્યાસનો નાશ. થતાં નિજ શુદ્ધ આત્મનો, અનુભવ લક્ષ પ્રતીત; અંશે અવિનાશીપણું, હોય સમાધિ સહિત. આત્મભાવની સ્વસ્થતા, હોય જેથી મન સ્થિર; વૃત્તિ વહે નિજભાવમાં, અહંભાવ ન શરીર. લય લાગી અવિચ્છિનપણે, અખંડ શિવપદ સ્થિત; નિર્વિકલ્પ પરમાર્થમાં, પરમાર્થે સમકિત.' ૧
૧
‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ. ૨૪૨ (શ્રી ગિરધરભાઈ રચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૪૪૧-૪૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org