Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४८८
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અચિંત્ય નિજ ચૈતન્યતત્ત્વમાં જ હોય છે. તેઓ પોતાના જ્ઞાયકસ્વભાવને જ સ્વતન્તપણે અનભવતાં તેનો વિસ્તાર કરે છે અને તેને પર્યાયમાં અખંડપણે પ્રસિદ્ધ કરવા પ્રયત્નશીલ રહે છે.
જીવમાંથી અજ્ઞાન ટળી જતાં જીવનમાં આવું પરિવર્તન આવે છે. ઉપરથી જોતાં જીવનમાં કોઈ ફરક ન લાગે તોપણ અંદરથી તે સમગ્રપણે બદલાઈ જાય છે. એક રીતે જોઈએ તો બધું તે જ હોય છે જે પહેલાં હતું, પરંતુ બીજા અર્થમાં પૂર્વ અવસ્થામાંનું કશું જ રહેતું નથી. દોરીને જમીન ઉપર ગોઠવીને બાળવામાં આવતાં દોરી તો બળી જાય છે, પણ તેની આકૃતિ પહેલાં જેવી જ રહે છે. આકૃતિની દૃષ્ટિએ કોઈ પરિવર્તન આવ્યું ન હોવા છતાં દોરીપણું તો સમૂળગું નાશ પામ્યું હોય છે. જે દોરી પહેલાં બાંધવાના કામમાં આવતી હતી, તે બળી ગયા પછી, દોરીની આકૃતિએ રહેલી રાખ બાંધવાના કામમાં આવતી નથી. જ્ઞાનીપુરુષનું જીવન આવું હોય છે. જ્ઞાનાગ્નિમાં જ્યારે અજ્ઞાન બળી જાય છે ત્યારે માત્ર સંસારની આકૃતિ જ બાકી રહે છે. તેમની સંસારપ્રવૃત્તિ બંધનનું કારણ થઈ શકતી નથી. બાહ્યમાં તેમની પ્રવૃત્તિ ઉદયાધીન હોય છે, પણ દર્શનમોહરૂપી દોરી બની ગઈ હોવાથી ભાવની અપેક્ષાએ સઘળું બદલાઈ ચૂક્યું છે. એક સાધારણ માણસની જેમ જ તેઓ જીવે છે, બહારથી કોઈ વિશેષતા તેમણે ધારણ કરી નથી હોતી, પણ તેમના જેવું અસાધારણ જીવન શોધ્યું નથી મળતું. તેઓ ખાય છે, પીએ છે, હસે છે, ચાલે છે; પણ ખરેખર તો ખાતા નથી, પીતા નથી, હસતા નથી, ચાલતા નથી. આ કશામાં તેઓ જાણે છે જ નહીં. તેમની વૃત્તિ નિજભાવમાં જ વહે છે. ગમે તે અવસ્થામાં તેમનું સમ્યગ્દર્શન અખંડ રહે છે.
સમ્યકત્વ ભાવ જીવંત હોવાથી જ્ઞાનીપુરુષનું મોક્ષમાર્ગે થતું પ્રયાણ, ગમે તેવા વિષમ કર્મોદયમાં પણ અટકતું નથી. શુદ્ધ આત્મતત્ત્વમાં એકત્વબુદ્ધિરૂપ નિર્વિકલ્પ શ્રદ્ધા વર્તે છે અને ચૈતન્યના વેદનનું પરમ સુખ પણ આત્માની અખંડ આરાધનામાં વર્તી રહ્યું હોય છે. અનંત ગુણોના નિર્મળ અંશથી ભરેલી અનુભૂતિ ઉપયોગરૂપે કે લબ્ધિરૂપે નિરંતર વર્તે છે. શ્રી કાનજીસ્વામી કહે છે –
..... સ્વરૂપનું ભાન થઈ ગયું તેને, તેનું જ્ઞાન અંદરમાં લબ્ધરૂપે ટકી રહે છે. જેવું પૂર્ણ સ્વરૂપ માન્યું છે, જાણ્યું છે, અને જે આનંદનું ભાન થયું છે, તેનું લક્ષ અને પ્રતીત અખંડ રહે છે. પોતાનું વલણ, ઉત્સાહ, રુચિ તે શુદ્ધ આત્માના અખંડ જ્ઞાયકસ્વભાવમાં અવિચ્છિન્ન ધારાથી વહે છે. ત્યાં પરમાર્થે સમકિત છે. જે વખતે આત્માનો આનંદ પ્રત્યક્ષ નથી તે વખતે, ભાવશ્રુતજ્ઞાનના ઉઘાડમાં લબ્ધરૂપે એટલે પ્રાપ્તિપણે છે, તથા સ્વાનુભવ વખતે આનંદ પ્રત્યક્ષ પણ છે.” ૧- શ્રી કાનજીસ્વામી, “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો', આઠમી આવૃત્તિ, પૃ.૩૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org