________________
ગાથા-૧૧૧
૪૯૭ નથી જતા. પતિ હોવું, પત્ની હોવું, પિતા હોવું, દુકાનદાર હોવું, ગ્રાહક હોવું – કર્મના ઉદયે જે ફરજ આવી પડે તેને સારી રીતે સાક્ષીભાવે નિભાવે છે. તેઓ સંસારની ફરજોનું પાલન કરવા છતાં તેમાં લેવાતા નથી. વિષય-કષાયની પ્રવૃત્તિમાં હોવા છતાં તેઓ જળકમળવત્ રહે છે. ૧
જેમણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે તેઓ આ રીતે સાંસારિક પ્રવૃત્તિમાં પણ અનાસક્ત રહે છે. તેઓ બાહ્યથી સંસારને ભજતા દેખાય તોપણ તે પ્રવૃત્તિમાં આત્મભાવ, આદર, આસક્તિનો અભાવ હોય છે. તેમની દૃષ્ટિ તો નિજાત્મા ઉપર જ રહે છે. મત્સ્યવેધ વખતે અર્જુનની આંખ નીચે પાણીમાં સ્થિર થઈ હતી. માત્ર વિચક્ષણ જન જ પકડી શકે કે અર્જુનની આંખ નીચે મંડાઈ હોવા છતાં એની દૃષ્ટિ તો માથા ઉપર ફરી રહેલ માછલી ઉપર જ ચોંટેલી હતી. તેવી જ રીતે જ્ઞાની સાંસારિક ક્રિયાઓ કરતા દેખાય, પરંતુ તેમની દૃષ્ટિ તો શુદ્ધાત્મારૂપી માછલી ઉપર જ સ્થિર હોય છે. સંસારમાં રહેવા છતાં તેમની દૃષ્ટિ શુદ્ધાત્મામાં જ સ્થિર થઈ હોય છે.
સ્વરૂપના ભાનમાં રહેતા હોવાથી સાંસારિક પ્રસંગમાં તેમને કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય હર્ષ-શોક થતા નથી, પણ જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઈક હર્ષ-શોક થાય છે. ઉદય અનુસાર તેવા ભાવ થવા છતાં ભેદજ્ઞાનની પ્રક્રિયાના કારણે તે ઉદયભાવ ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાનીનાં પરિણામ વર્તે છે. શુદ્ધાત્મા પ્રત્યે જાગૃત હોવાથી તેઓ ઔદયિક ભાવને નિષ્ફળ બનાવે છે અને નિજભાવમાં સ્થિત થવાનો પુરુષાર્થ કરે છે. શ્રીમદ્ લખે છે –
“વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાની પુરુષ મન, વચનાદિ યોગને નિજભાવમાં સ્થિતિ થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયોગે યત્કિંચિત્ દશાફેર થાય છે, તોપણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે.”
આ પ્રકારે પૂર્વકર્મોદયના કારણે સંસારની અનેક પ્રવૃત્તિઓ કરતાં કરતાં પણ જ્ઞાનીપુરુષની વૃત્તિ તો નિજભાવમાં જ રહે છે. જેમ પતિવ્રતા સ્ત્રીનું મન ઘર સંબંધી કામ કરતાં કરતાં પણ પતિને વિષે જ લીનપણે, પ્રેમપણે, સ્મરણપણે, ધ્યાનપણે, ઇચ્છાપણે વર્તે છે; તેમ ઉદયકાર્યો વખતે પણ સમ્યગ્દષ્ટિની વૃત્તિ તો અનુભવમાં આવેલ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, “ભાવપાહુડ', ગાથા ૧૫૪
'जह सलिलेण ण लिप्पइ कमलिणिपत्तं सहावपयडीए ।
तह भावेण ण लिप्पइ कसायविसएहिं सप्पुरिसो ।।' ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૪૬૭ (પત્રાંક-૬૦૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org