Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૧૦
અનંત દુઃખને અનુભવે છે.
તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.’૧
સંસારથી થાકેલાને જ આ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. જીવમાં જિજ્ઞાસુનાં લક્ષણો પ્રગટે, સદ્ગુરુનો યોગ થાય, બોધ મળે અને સદ્ગુરુના લક્ષે વર્તે તો જીવને શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થાય. સદ્ગુરુની નિશ્રામાં સ્વરૂપનો બોધ થયા પછી, યથાર્થ તત્ત્વનિર્ણય અને ઉપયોગની અંતર્મુખતાના અભ્યાસથી સ્વાનુભૂતિ થાય છે. સદ્ગુરુના લક્ષે મિથ્યાત્વનાં દળિયાં ખસે છે અને આત્મસાક્ષાત્કાર થાય છે. એક ક્ષણ પણ આત્માનું સ્વસંવેદન થાય તો જીવનો અમર્યાદિત સંસાર મર્યાદિત થઈ જાય છે. ગાયના શિંગડાની અણી ઉપર રાઈનો દાણો જેટલો કાળ રહી શકે, એટલા અલ્પ કાળ માટે પણ જો આત્માનો અનુભવ થાય તો પછી મોક્ષ વિશેષ દૂર નથી.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
Jain Education International
‘મત દર્શન આગ્રહ તજી, જે અસદાગ્રહ સ્થાન; અંધ પરંપર જ્યાં રહે, માયા શલ્ય નિદાન.
વર્ત સદ્ગુરુલક્ષ; શુદ્ધ આત્માનો પક્ષ.
મૈત્ર્યાદિક શુભ ભાવથી, જેનું નિર્મળ ચિત્ત; લહે શુદ્ધ સમકિત તે, સાચી આત્મ પ્રતીત. દશમાં નવનો આંક જેમ, અભેદ છે પ્રત્યક્ષ; લક્ષ શુદ્ધ ગુણ આત્મનો, જેમાં ભેદ ન પક્ષ.
*૨
* * *
૪૮૧
ત્યજી,
મિથ્યાપક્ષ દૂરે ભાવ અવંચક યોગથી,
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર’, છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૨૪ (હાથનોંધ-૨, ૨૦)
૨- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૧-૨૪૨ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ, ગાથા ૪૩૭-૪૪૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org