Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા – ૧૧૧
(ગાથા
(અથો આ
ગાથા ૧૧૦માં શ્રીગુરુએ કહ્યું કે મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે ભૂમિકા
સગુરુના લક્ષે વર્તે છે તે શુદ્ધ સમકિત પામે છે, જેમાં કોઈ ભેદ તથા પક્ષ નથી.
આમ, જિજ્ઞાસુ જીવ સદ્ગુરુના આશ્રયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપાડે છે. તે ત્રિકાળી, અભેદ, જ્ઞાયકસ્વરૂપ, ચૈતન્યમૂર્તિ આત્માનો આશ્રય કરે છે. સ્વભાવમાં એકાગ્ર થતાં નિર્વિકલ્પતા થવાથી તે જિજ્ઞાસુને શુદ્ધાત્માનુભવ થાય છે, શુદ્ધ સમકિતની પ્રાપ્તિ થાય છે. સ્વાનુભૂતિનો આસ્વાદ જેણે માણ્યો છે એવા સાધકની દશા કેવી હોય તે બતાવતાં શ્રીગુરુ હવે આ ગાથામાં કહે છે –
“વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત;
વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.” (૧૧૧) આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. (૧૧૧)
પૂર્ણજ્ઞાનઘન આત્માને પરદ્રવ્યોથી અને પરભાવોથી પ્રત્યક્ષ જુદો અનુભવ[૧૨] પૂર્વક શ્રદ્ધવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. એને પરમાર્થ સમકિત પણ કહે છે. જ્યારે પૂર્ણાનંદસ્વરૂપ એવા નિજાત્માનું ભાન થાય છે, તેનું પ્રત્યક્ષ વેદન થાય છે ત્યારે પરમાર્થ સમકિત પ્રગટે છે. આત્મસ્વરૂપને પ્રત્યક્ષ વેદતાં સ્વરૂપની નિશ્ચય પ્રતીતિ થાય છે. સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદ હોય છે, શાંત વિશ્રામ હોય છે, આત્મસ્થિરતા હોય છે, નિરાકુળતા હોય છે, આત્મતૃપ્તિ હોય છે, સમભાવ હોય છે. આત્માનુભવનો મહિમા જ એવો છે કે એકાંત સુખસ્વરૂપ અનુભવકાળ વીત્યા પછી પણ તેનું વિસ્મરણ થતું નથી. તે દિવ્ય અનુભૂતિનું સ્મરણ સતત રહ્યા કરે છે. ફરીથી તે આનંદાનુભવમાં લીન થવાની જ વૃત્તિ સદા રહ્યા કરે છે. પૂર્વબદ્ધ કર્મના ઉદય અનુસાર સાધકને સંસારનાં કાર્યો કરવાં પડે છે અને તેના કારણે આનંદની અવિચ્છિન્ન ધારામાં ટકી શકાતું નથી, ત્યારે પણ તેમનો લક્ષ તો આત્મતત્ત્વ તરફ જ રહે છે. અન્ય કાર્યોમાં પ્રવર્તવા છતાં તેમની વૃત્તિ તો સ્વરૂપમાં સ્થિત થવાની જ રહે છે. ગમે તેવા ઉદયમાં પણ તેમની નજર નિશાન ઉપર જ હોય છે, પછી તે લગ્નપ્રસંગ હોય કે યુદ્ધ હોય. પૂર્વબદ્ધ કર્મના ઉદય વખતે તેઓ સંસારકાર્યોમાં જોડાય ત્યારે પણ તેમનું લક્ષ, તેમનું ધ્યેય, તેમની ભાવના એવી હોય છે કે હું મારા આત્મામાં સંપૂર્ણપણે સ્થિર થઈ જાઉં, રાગ-દ્વેષરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org