Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૬૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'
વિવેચન
વૃદ્ધિ પામતી જાય છે. કરણલબ્ધિમાં સમયે સમયે પરિણામોની ઉજ્વળતા અનંતગણી વધતી જાય છે. તેના અંતરમાં ભાવોની એવી ઉત્કૃષ્ટ ભૂમિકા રચાય છે કે જેના પ્રભાવ વડે તે શીઘ્રમેવ સમ્યક્ત્વમહેલમાં પહોંચી જાય છે. તેનાં પરિણામોની તીક્ષ્ણ અસિ સમ્યક્ત્વને બાધકરૂપ એવાં કર્મોની સેનાને હણે છે. મિથ્યાત્વમહારાજાએ અનાદિ કાળથી જીવને અજ્ઞાનમાં ડુબાડી રાખ્યો હતો, તે મિથ્યાત્વ હવે આ પ્રચંડપુરુષાર્થી આગળ બળહીન થઈ જાય છે, અનંતાનુબંધી કષાયની ચોકડી તેનાં ઉગ્ન ભાવબાણો વડે વીંધાઈ જાય છે અને સંસાર સંબંધી સંકલ્પ-વિકલ્પ રણ છોડી ભાગી છૂટે છે. તે વીર જીવ પરમ પુરુષાર્થ દ્વારા પોતાના અનાદિ અંતરંગ શત્રુઓ ઉપર ગૌરવવંતો વિજય મેળવીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. તે નિજાનંદરૂપ અમૃતનો સ્વાદ લઈને પરમ તૃપ્ત થાય છે.
ક૨ણલબ્ધિના ત્રણ ભેદ છે - (૧) અધઃકરણ (યથાપ્રવૃત્તિકરણ), (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. દરેક ભેદની કાળસ્થિતિ અંતર્મુહૂર્તની છે, છતાં અનિવૃત્તિકરણનો કાળ આ ત્રણેમાં સૌથી અલ્પ હોય છે. તેના કરતાં અપૂર્વકરણનો કાળ સંખ્યાતગુણો વધુ હોય છે અને અધઃકરણનો કાળ તેના કરતાં પણ સંખ્યાતગુણો વધુ હોય છે.
સૌ પ્રથમ અધઃકરણ અંતર્મુહૂર્ત કાળ પર્યંત થાય છે, જ્યાં જીવનાં પરિણામોનાં નિમિત્તે ચાર કાર્ય થાય છે - (i) સમયે સમયે તેનાં પરિણામોની વિશુદ્ધિ થાય છે. (ii) નવીન કર્મબંધની સ્થિતિ એક એક અંતર્મુહૂર્તથી ઘટતી જાય છે. (iii) પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ સમયે સમયે અનંતગુણો વધે છે. (iv) સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ ઘટીને અનંતમો ભાગ થાય છે.
યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ થાય છે. જેમાં પ્રત્યેક સમયે નવાં નવાં અપૂર્વ પરિણામ થાય છે તેને અપૂર્વકરણ કહેવાય છે. અપૂર્વકરણને પ્રાપ્ત થયેલો તે પુરુષાર્થી વીર્યવંત જીવ આત્મતત્ત્વના રસમાં તરબોળ હોય છે. ઉત્કૃષ્ટ પરિણામોની ધારામાં કિલ્લોલ ચાલે છે. આ અપૂર્વકરણમાં ત્રણ કાર્ય અવશ્ય થાય છે (i) સત્તામાં સ્થિત પૂર્વકર્મોની સ્થિતિને પ્રત્યેક અંતર્મુહૂર્તમાં ઉત્તરોત્તર ઘટાડે એવો સ્થિતિકાંડઘાત (સ્થિતિખંડન) થાય છે, અર્થાત્ કર્મોની સ્થિતિ ઘટી જાય છે. (ii) પ્રત્યેક અંતર્મુહૂર્તમાં પૂર્વકર્મોના અનુભાગને ઉત્તરોત્તર ઘટાડે એવો અનુભાગકાંડઘાત (અનુભાગખંડન અથવા રસઘાત) થાય છે. દા.ત. અશાતા વેદનીયાદિ પાપ પ્રકૃતિઓમાં રસ હલકો થઈ જાય કે સુકાઈ જાય. (iii) ગુણશ્રેણીના કાળમાં ક્રમથી અસંખ્યાતગુણા પ્રમાણમાં કર્મ નિર્ભરતાં હોવાથી ત્યાં ગુણશ્રેણીનિર્જરા થાય છે. આ ગુણશ્રેણીનિર્જરામાં, અસંખ્યાત સમયમાં થતી નિર્જરા એક સમયમાં થઈ જાય છે. અપૂર્વકરણનાં પરિણામોના પ્રતાપે તે જીવમાં વિશુદ્ધતાની માત્રા અધિક ને અધિક વધતી જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org