Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૮
૪૩૧ છે. ૧ આમ, શ્રીમદે “ભવે ખેદ'રૂ૫ જિજ્ઞાસુનું ત્રીજું લક્ષણ બતાવ્યું. (૪) “અંતર દયા”
જિજ્ઞાસુ જીવને અંતરયા હોય છે. કષાયોના ઉપશમનના કારણે પરિણામ કોમળ થવાથી જિજ્ઞાસુ જીવને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના સર્વ જીવો માટે અંતરથી દયા પ્રગટે છે. તેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા જાગે છે. તે પોતાનાં મન-વચન-કાયાથી કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય એવી કાળજી રાખે છે. દુ:ખથી પીડિત જીવોને જોઈને તેના અંતરમાં એમના પ્રત્યે સહાનુભૂતિ પ્રગટે છે અને એમને દુઃખથી મુક્ત કરવાની ભાવના જાગે છે તથા તે માટે તે યથાશક્તિ પ્રયત્ન પણ કરે છે. પાત્રતાની ખીલવણી માટે દયાના આવા ભાવ થવા આવશ્યક છે. મોક્ષમાર્ગે પ્રયાણ આદરવા માટે જીવમાં દયાનાં પરિણામ જાગવાં જરૂરી છે.
જિજ્ઞાસુ જીવને સ્વદયા અને પરદયા બને હોય છે. સ્વદયા એટલે અનાદિ કાળથી બંધનગ્રસ્ત રહેલા સ્વાત્માની દયા. અનંત કાળથી અજ્ઞાન અને અજાગૃતિના કારણે આત્માએ અનંત પ્રકારનાં દુઃખો સહન કર્યા છે, ત્યારે ગતિમાં અનંત વાર જન્મમરણ કરી અનંત દુઃખ ભોગવ્યાં છે. પોતાનું આત્મસ્વરૂપ ભૂલી પરમાં અહ-મમબુદ્ધિ કરી, પરની ચિંતા કરી, રાગાદિ પરભાવોમાં નિમગ્ન રહી, સ્વરૂપ સુખનો નિરંતર વિયોગ રહે તેવાં ભયંકર ભાવમરણમાં પ્રત્યેક પળે તે રાચી રહ્યો છે અને તેથી આત્માના અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોનો ઘાત થઈ રહ્યો છે. જ્યાં ચૈતન્યપ્રાણનો ઘાત છે ત્યાં ચોક્કસ હિંસા છે. જ્યાં રાગાદિ કષાયવશ પ્રમાદવૃત્તિ છે, ત્યાં અન્ય જીવ મરે કે ન મરે તોપણ ચોક્કસ હિંસા છે; કેમ કે કષાય વડે પ્રથમ પોતે પોતાના ચૈતન્યપ્રાણને તો હણે જ છે, પછી ભલે બીજા જીવોની હિંસા થાય કે ન થાય. પોતાના કપાયભાવથી જ હિંસા થાય છે. પરમાર્થદષ્ટિએ તો જીવમાં રાગાદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે જ અહિંસા છે અને રાગાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે જ હિંસા છે. આ જિનાગમનો સાર છે. જીવ જો પોતાને જાણે તો જ તેનું જીવન સાર્થક છે. સ્વનો પરિચય ન કરે, સ્વને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ન કરે અને પરને જાણવા, બદલવા, જીતવામાં લાગેલો રહે તો એ પોતાને માટે ખાડો જ ખોદી રહ્યો છે. એનો શ્રમ જ સંસાર બનીને ઊભો રહી જાય છે. આ તો નરી આત્મહત્યા જ છે.
જિજ્ઞાસુ જીવ સ્વાત્માનો ઘાત રોકવા માટે સૂક્ષ્મ વિચારોમાં ઉદ્યમવંત થાય છે. તેને અને ભાવમરણથી બચાવવાની ભાવના જાગે છે. તે સ્વ માટે અપાર દુઃખ ૧- “માત્ર મોક્ષાભિલાષ'રૂપ સંવેગ અને “ભવે ખેદ રૂપ નિર્વેદ એ બન્નેમાં માત્ર વિવક્ષાભેદ જ છે. સંવેગ વિધેયાત્મક છે અને નિર્વેદ નિષેધાત્મક છે. સંવેગમાં મોક્ષની પ્રાપ્તિનો ભાવ છે અને નિર્વેદમાં ભવભ્રમણથી નિવૃત્તિનો ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org