Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
४४४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન તત્ત્વનું શ્રદ્ધાન કરે છે, સ્વ-પરનું ભેદજ્ઞાન કરે છે, ચૈતન્યભાવ અને રાગભાવની ભિન્નતાનો ઊંડો વિચાર કરે છે, નોકર્મ-દ્રવ્યકર્મ-ભાવકર્મથી રહિત એવા શુદ્ધ ચૈતન્ય
સ્વરૂપ આત્માને લક્ષમાં લે છે અને તેની નિરંતર ભાવના કરતાં કોઈ ધન્ય પળે આત્મામાં ઉપયોગ સ્થિર થતાં તેને સ્વાનુભવ થાય છે.
આ પ્રકારે આપ્તપુરુષની શ્રદ્ધા તથા તેમના ઉપદેશ દ્વારા થતી તત્ત્વશ્રદ્ધા તે સ્વાનુભૂતિનું કારણ છે. આચાર્યશ્રી જયસેનજીએ કહ્યું છે કે નવ પદાર્થનું વિષયભૂત વ્યવહાર સમ્યકત્વ શુદ્ધ જીવાસ્તિકાયની રુચિરૂપ છે. તે નિશ્ચય સમ્યકત્વનું તથા છબસ્થ અવસ્થામાં આત્મવિષયક સ્વસંવેદનજ્ઞાનનું પરંપરાએ બીજ છે. આમ, તત્ત્વશ્રદ્ધા એ સ્વાનુભૂતિરૂપ સમ્યગ્દર્શનનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને પણ સમકિત કહેવામાં આવે છે. પ્રસ્તુત ગાથામાં આ કારણ (વ્યવહાર) સમકિતનો ઉલ્લેખ છે. જિજ્ઞાસુ જીવ વ્યવહાર સમકિતની પ્રાપ્તિ કઈ રીતે કરે છે તથા પરમાર્થ સમકિત (સ્વાનુભવ) તરફ કઈ રીતે આગળ વધે છે તે હવે જોઈએ.
મોક્ષમાર્ગના અધિકારી સુપાત્ર જીવના કષાયો મંદ થયા હોય છે, તેને પોતાના ત્રિકાળી, શુદ્ધ ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિની જ અભિલાષા હોય છે અને પુણ્ય આદિ કોઈ પણ પરવસ્તુની ઇચ્છારૂપ પરાધીનતા નથી હોતી. સંસારનાં સુખો અનિત્ય અને અસાર જણાવાથી તેને તેના પ્રત્યે વૈરાગ્ય હોય છે અને તેના અંતરમાં સ્વપરાયા વર્તે છે. મોહાસક્તિથી મૂંઝાયો હોવાથી તેમાંથી મુક્ત થવા માટે જ હવે જીવવું છે એવું લક્ષ તેને બંધાયું હોય છે. બહારમાં કંઈ પણ ફેરફાર કર્યા વિના અંતરમાં દષ્ટિ પલટાવવાની જ વૃત્તિ થાય છે. તેને આત્માની જિજ્ઞાસા જાગે છે. જિજ્ઞાસા જાગવી એ મોક્ષમાર્ગમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આત્મપ્રાપ્તિ માટે દઢ જિજ્ઞાસાની જરૂર છે. જિજ્ઞાસુ જીવને જ સત્યની ઉપલબ્ધિ થઈ શકે છે.
જિજ્ઞાસુ જીવને આત્મસ્વરૂપને જાણવાની અભિલાષા જાગે છે અને તે અર્થે તેને સગુરુની આવશ્યકતા સમજાય છે. તેને સમજાય છે કે પોતાનું સાચું સ્વરૂપ, જે અનંત કાળથી જીવને નથી સમજાયું, તે પોતાની મતિકલ્પનાએ સમજી શકાશે પણ નહીં. જીવ અનાદિ કાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે. સદ્ગુરુની ઉપાસના વિના નિજકલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરીને તેણે પોતાના સ્વચ્છંદને જ ગાઢ કર્યો છે. સગુરુ પ્રત્યે આશ્રયભક્તિ જાગ્યા વગર, અર્પણતા આવ્યા વગર આત્મસ્વરૂપ ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પંચાસ્તિકાય'ની આચાર્યશ્રી જયસેનજીકૃત ટીકા, ‘તાત્પર્ય
વૃત્તિ', ગાથા ૧૦૭ 'इदं तु नवपदार्थविषयभूतं व्यवहारसम्यक्त्वं । किंविशिष्टं । शुद्धजीवास्तिकायरुचिरूपस्य निश्चयसम्यक्त्वस्य छद्मस्थावस्थायां आत्मविषयस्वसंवेदनज्ञानस्य परंपरया बीजं ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org