Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા ૧૦૯માં કહ્યું કે જિજ્ઞાસુ જીવને જો આત્મજ્ઞાની ગુરુ દ્વારા ઉપદેશની પ્રાપ્તિ થાય તો તે સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે અને પછી તે અંતરની શોધમાં વર્તે છે.
ભૂમિકા
ગાથા
શુદ્ધાત્માનુભવરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે શુભોષયોગ જ પ્રવર્તતો હોય છે, અશુભોપયોગ ક્યારે પણ હોતો નથી. વિશુદ્ધ પરિણામો પછી જ નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિરૂપ, તત્ત્વના મનનરૂપ, શુદ્ધાત્માના ચિંતનરૂપ વિશુદ્ધ પરિણામો અને સ્વાનુભવની તીવ્ર ભાવના એ નિશ્ચય સમ્યગ્દર્શનના હેતુ બને છે. સમ્યગ્દર્શનના હેતુભૂત આ વિશુદ્ધ પરિણામ તે વ્યવહાર સમકિત છે. જિજ્ઞાસુ જીવ સદ્ગુરુના બોધના નિમિત્તથી વ્યવહાર સમિકિત પામે છે અને પછી શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ નિજાત્માની શોધમાં લાગી જાય છે. તત્ત્વ તથા તત્ત્વોપદેષ્ટાની શ્રદ્ધારૂપ (વ્યવહાર) સમકિતની પ્રાપ્તિ થઈ ચૂકી છે એવા સુપાત્ર જીવને સ્વાનુભવરૂપ (નિશ્ચય) શુદ્ધ સમકિતની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તે બતાવતાં શ્રીગુરુ હવે કહે છે
અર્થ
ગાથા
૧૧૦
Jain Education International
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ;
લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ.' (૧૧૦)
મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. (૧૧૦)
જીવ અનાદિ કાળથી મોહ અને અજ્ઞાનને વશ વર્તી રહ્યો છે અને તેથી જ ભાવાર્થ તે પોતાનાં મત અને દર્શનનો આગ્રહી બને છે. અસદ્ગુરુ દ્વારા પ્રેરિત કે પોતાની મતિકલ્પનાએ કરેલી માન્યતાઓને જ સત્ય માની, તેને યેનકેન પ્રકારે સિદ્ધ કરવાનો તે આગ્રહ રાખે છે. આત્માર્થા જીવ આવા ખોટા આગ્રહનો ત્યાગ કરી, પોતાની સર્વ સમજણ સદ્ગુરુના બોધ અનુસાર ફેરવે છે. અમુક વેષથી કે અમુક ક્રિયાથી જ મોક્ષ થાય છે, અમુક દિવસે અને અમુક પદ્ધતિએ કરેલાં ધર્માનુષ્ઠાનોથી જ સાચી આરાધના થાય છે, સત્પુરુષો આમ જ વર્તે ઇત્યાદિ મોક્ષમાર્ગ સંબંધી, સત્પુરુષના વર્તન સંબંધી, સત્ત્ના નિર્ણય સંબંધી જે જે અભિનિવેશો તેણે ગ્રહ્યાં હોય તેનો ત્યાગ કરી, સદ્ગુરુ જે બતાવે તે જ લક્ષ્યમાં પરિપૂર્ણપણે પ્રવર્તે છે.
મત-દર્શનનો આગ્રહ આત્મપ્રાપ્તિમાં બાધક હોવાથી સુપાત્ર જીવ પોતાના
For Private & Personal Use Only
www.jainelibrary.org