________________
ગાથા-૧૦૯
૪૪૯ પર્યાયમાં વિષમતા હોવા છતાં મારા દ્રવ્યદળમાં કોઈ અશુદ્ધિ કે અપૂર્ણતા નથી. મારું આત્મતત્ત્વ અનંત શક્તિસંપન્ન છે. જે સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ, અવિનશ્વર, શુદ્ધ, પરમાત્મદ્રવ્ય તે હું છું. હું મારા આ સામર્થ્યવાન સ્વતત્ત્વ સાથે તાદાભ્ય સ્થાપું અને શ્રી સદ્ગુરુદેવે બોધેલ નિજસિદ્ધપદને સાધું.'
જિજ્ઞાસુ જીવ આ પ્રકારે સદ્ગુરુના બોધના આધારે પોતાના અકર્તાજ્ઞાનસ્વભાવની શ્રદ્ધા કરે છે. તેને પરથી ભિન્નતાના ભાવ દૃઢ થતા જાય છે અને ચૈતન્ય પ્રત્યેનો પ્રેમ વધતો જાય છે. તેનું તત્ત્વનું જ્ઞાન એટલું બધું સ્પષ્ટ અને દૃઢ થયેલું હોય છે કે તેમાં હવે ભૂલ થતી નથી. તેને છ દ્રવ્ય, નવ તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય છે. તે પોતાના મૂળ આત્મતત્ત્વ સંબંધી ચિંતન-મનન કરી તત્ત્વશ્રદ્ધાન કરે છે. મિથ્યાત્વોદયજનિત વિપરીત અભિનિવેશરહિત પંચાસ્તિકાય, પદ્રવ્ય, જીવાદિ સાત પદાર્થોનું જે શ્રદ્ધાન તે વ્યવહાર સમ્યકત્વ છે.'
પરથી પોતાને કોઈ લાભ-નુકસાન નથી એવી દ્રવ્યસ્વતંત્રતા અંતરમાં સ્પષ્ટપણે પ્રતીત થાય છે ત્યારે જીવને વ્યવહાર સમ્યગ્દર્શન થાય છે. હજી જે એમ માનતો હોય કે પરને કારણે મને લાભ-નુકસાન થાય છે, તો તેને આત્માની યથાર્થ વિચારણા જ થઈ નથી અને તેથી તેને તો વ્યવહાર સમ્યગ્દર્શન પણ નથી. પરદ્રવ્યથી મને સુખ-દુઃખ થાય છે એવી માન્યતા હોય ત્યાં મિથ્યાત્વ મંદ પડ્યું નથી. પરથી પોતાની સ્વતંત્રતાની શ્રદ્ધાને શ્રી વીતરાગદેવે વ્યવહાર શ્રદ્ધા કહેલ છે. જિજ્ઞાસુ જીવને સદ્ગુરુના બોધ દ્વારા અતૂટ શ્રદ્ધા થઈ હોવાથી તેને વ્યવહાર સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
સ્વરૂપનો યથાર્થ નિર્ણય થયો હોવા છતાં, સ્વાનુભવ થયો ન હોવાથી તેને તેની ખટક રહ્યા કરે છે. સ્વભાવનો મહિમા લાગ્યો હોવાથી આત્માના અનુભવ માટે તે વ્યાકુળ રહે છે. આત્મા પ્રાપ્ત કર્યા વિના તેને ચેન પડતું નથી. આત્માના વિયોગમાં તેને પોતાનું આયુષ્ય ભોગવવું કપરું થઈ પડે છે. સ્વરૂપ પ્રાપ્તિ વિનાની એક ક્ષણ પણ વ્યતીત કરવી તેને આકરી થઈ પડે છે. તેના હૃદયમાં આત્મપ્રાપ્તિ માટે જબરદસ્ત તાલાવેલી જાગે છે. સદ્દગુરુના બોધના આધારે આત્માનો મહિમા અંતરમાં યથાર્થપણે અવધારી, “મારે આ સંસારમાંથી કંઈ જ જોઈતું નથી. મારે તો બસ એક નિજદ્રવ્ય જ જોઈએ છે' એવો નિશ્ચય કર્યો હોવાથી તેને આત્માની પ્રાપ્તિ આડે કોઈ વિઘ્ન નડતાં ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, પંચાસ્તિકાય'ની આચાર્યશ્રી જયસેનજીકૃત ટીકા, ‘તાત્પર્ય
વૃત્તિ', ગાથા ૧૦૭ 'मिथ्यात्वोदयजनितविपरीताभिनिवेशरहितं श्रद्धानं । केषां संबन्धि । भावाणां पंचास्तिकायषड़द्रव्यविकल्परूपं जीवाजीवद्वयं जीवपद्गलसंयोगपरिणामोत्पन्नास्रवादिपदार्थसप्तकं चेत्युक्तलक्षणानां भावानां जीवादिनवपदार्थानां । इदं तु नवपदार्थविषयभूतं व्यवहारसम्यक्त्वं ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org