Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૪૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન જ્ઞાનીપુરુષના સમાગમનો સુયોગ થાય છે. સમાગમની ઝંખના પ્રબળ હોવાથી તે જીવ જ્ઞાનીપુરુષને ગુણ-લક્ષણથી ઓળખી લે છે અને તેમના પવિત્ર ચરણકમળનો આશ્રય સ્વીકારે છે. શ્રીગુરુ શિષ્યની સત્પાત્રતા જોઈ, છૂટવાનો કામી જાણી નિષ્કારણ કરુણાથી તેને સત્પથદર્શન કરાવે છે, તત્ત્વબોધ આપે છે, તેમજ તત્ત્વ પામવા માટે સાધનાપદ્ધતિ અને તેનું રહસ્યમય સ્વરૂપ સમજાવે છે. સગુરુના બોધ દ્વારા તેને તત્ત્વ સંબંધી દઢ નિર્ણય થાય છે તથા સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે છે અને તેથી તત્ત્વાર્થનું શ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન, આત્મશ્રદ્ધાન થવાથી તેને વ્યવહાર સમકિતની પ્રાપ્તિ થાય છે. એકમાત્ર આત્મહિતના લક્ષે તત્ત્વની સમજણ કરનાર જિજ્ઞાસુ પોતાની સમજણને પ્રયોગમાં મૂકી અંતરની શોધમાં પ્રવર્તે છે. અનંત કાળથી નિરંતર બહિર્ભાવમાં વર્તતા જીવનું વલણ અંતરશોધ દ્વારા અંતર્મુખી થાય છે. અંતરશોધમાં પોતાની પરિણતિનું અવલોકન, ભેદજ્ઞાન અને સ્વરૂપસન્મુખતાનો અભ્યાસ સમાવેશ પામે છે. અંતરશોધમાં વર્તતા જિજ્ઞાસુ જીવને પરસંયોગની રુચિ ઘટતી જાય છે અને સ્વરૂપની રુચિ વધતી જાય છે. દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિએ પ્રવૃત્તિએ સરુના બોધનો વિચાર કરતાં તેના અનાદિના અધ્યાસનું બળ ઘટે છે, દર્શનમોહનો અનુભાગ મંદ પડે છે, સ્વરૂપના અભ્યાસમાં તીવ્ર રુચિ જાગે છે અને સ્વાનુભૂતિ (નિશ્ચય સમકિત) માટેની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
નિજસ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પવિશેષાથી
જa] પણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. સુદેવ-સુગુરુ-સુશાસ્ત્ર(સુધર્મ)ની શ્રદ્ધા થતાં તત્ત્વની શ્રદ્ધા થાય છે અને જીવ પોતાના ત્રિકાળી અખંડ ચૈતન્યસ્વરૂપ તરફ વળે છે, ત્યારે વિકલ્પોનો સંબંધ ટળતાં તેને સમ્યગ્દર્શન પ્રગટે છે. વિકલ્પાત્મક અવસ્થામાં સુદેવ-સુગુરુ-સુશાસ્ત્ર(સુધર્મમાં શ્રદ્ધા હોવી, તે દ્વારા છ દ્રવ્ય, નવ તત્ત્વને જાણી તેનું શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યગ્દર્શન છે અને નિર્વિકલ્પ અવસ્થામાં સ્વસંવેદન કરવું, અર્થાત્ વિકલ્પોનો અભાવ કરી, પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
આમ, સ્વાનુભૂતિ માટે અખંડ, ત્રિકાળી, ધ્રુવ ચૈતન્યતત્ત્વની શ્રદ્ધા કરવી આવશ્યક છે. સ્વમાં સ્વપણું માનવારૂપ આત્મશ્રદ્ધાન માટે પરનું પરરૂપ શ્રદ્ધાન પણ થવું ઘટે છે. સ્વની ઓળખાણ માટે પરને પરરૂપે જાણવું જરૂરી છે, કેમ કે પરને પરરૂપે ન જાણે તો તેમાં સ્વપણું સ્થપાઈ જવાનો સંભવ છે. પરથી વિભક્ત થવા અને સ્વમાં એકત્ર થવા માટે સ્વ-પરની ભિન્નતાનું શ્રદ્ધાન કરવું આવશ્યક છે. સ્વ-પરની સમજમાં જીવ-અજીવના સંયોગાદિથી થતી આસવાદિની પર્યાયોનું સ્વરૂપ સમજાય તો જ સ્વ-પર ૧- જુઓ : ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૦ (ઉપદેશછાયા-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org