Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા - ૧૦૯
| ગાથા
અથી.
- ગાથા ૧૦૮માં શ્રીગુરુએ સાચા જિજ્ઞાસુ જીવની પાત્રતા કેવી હોય તે 1 જામકા દર્શાવતાં કહ્યું કે ક્રોધાદિ કષાયો જેના મંદ પડ્યા છે, જેને એક મોક્ષપદની પ્રાપ્તિ સિવાય બીજી કોઈ અભિલાષા નથી, સંસાર ઉપર ઉદાસીનભાવ વર્તે છે તથા સર્વે જીવો માટે અંતરમાં દયા વર્તે છે તે જિજ્ઞાસુ જીવ કહેવાય, અર્થાત્ આવા ગુણવાળો જે જીવ છે તે જ મોક્ષમાર્ગ પામવા લાયક છે.
આમ, મોક્ષમાર્ગનો સાચો અધિકારી એવી જિજ્ઞાસુ જીવ ક્યા ગુણોથી યથાર્થપણે ઓળખી શકાય તે સચોટપણે દર્શાવી, આવા દશાવાન જીવને સદ્દગુરુનો યોગ થયા પછી માર્ગના ક્રમમાં તે કેવી રીતે આગળ વધે છે એ બતાવતાં શ્રીગુરુ કહે છે –
“તે જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુબોધ;
તો પામે સમકિતને, વર્તે અંતરશોધ.” (૧૦૯) તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમકિતને પામે, અને અંતરની શોધમાં વર્તે. (૧૦૯)
કષાયની ઉપશાંતતાદિ ચાર લક્ષણથી સંપન્ન એવા મુમુક્ષુ જીવને ‘તત્ત્વભાવાર્થ
*| જિજ્ઞાસા' ગુણ પ્રગટ્યો હોવાથી તેના અંતરમાં તત્ત્વ સંબંધી નિરંતર મંથન ચાલ્યા કરે છે. હું કોણ છું?', પૂર્ણ સુખ શેમાં છે?', ‘હું સુખ કેવી રીતે પ્રાપ્ત કરું?', ‘શાંત દશા કેવી રીતે પ્રાપ્ત થાય?' ઇત્યાદિ તાત્ત્વિક મૂળભૂત પ્રશ્નોની વૈચારિક પ્રક્રિયા તેના અંતરમાં ઊડ્યા કરે છે અને તેને તેના સમાધાનની તીવ્ર ઉત્કંઠા રહે છે. પોતાની તત્ત્વજિજ્ઞાસા સંતોષવાની ખૂબ આતુરતા હોવાથી તે તત્ત્વગવેષણા કરે છે અને સત્ય સમજવા માટે વ્યાપક ખોજ આદરે છે. આ ખોજ દરમ્યાન તેને શાસ્ત્ર અને બુદ્ધિની મર્યાદાનું ભાન થાય છે અને તેથી પોતાના સાધનામાર્ગમાં આત્મજ્ઞ સંતોના માર્ગદર્શનને તે સ્વીકાર્ય અને આદેય ગણે છે. શાસ્ત્ર ઘણા મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ’ એવી સમજ તેના અંતરમાં પ્રગટી હોવાથી તે શિષ્ટજનને પરમપ્રમાણરૂપ સ્વીકારી, તેમના બોધને મનનીય અને માનનીય ગણે છે.
શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા આદિ ગુણો જેનામાં પ્રગટ્યા છે એવા જિજ્ઞાસુ જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે જ્ઞાનીપુરુષના પરમોપકારી સમાગમની તીવ્ર ઇચ્છા રહ્યા કરે છે. પૂર્વના પરમાર્થપુણ્યનો ઉદય થવાથી, કોઈ ધન્ય પળે તેને શુભઋણાનુબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org