Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૮
૪૩૩
જરા પણ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા શાસ્ત્રવાંચન, ભક્તિ, પૂજા, દાન, વ્રત, તપ કરવા માત્રથી ઉત્પન્ન થઈ જતી નથી. જો ઉપરોક્ત ચાર ગુણો પ્રગટ થાય તો મુમુક્ષુતા ઉત્પન્ન થઈ ગણાય. એ પ્રકારની અંતરપ્રવૃત્તિ થાય તો જ મુમુક્ષુતા ઉત્પન્ન થાય અને તો જ કાર્યસિદ્ધિ થાય. મુક્તિપથનો યાત્રિક ઉપરોક્ત ભાવોથી ઓછાવત્તા અંશે વાસિત હોવો જ જોઈએ. આ ભાવોથી જે અપરિચિત છે, જેના જીવનમાં આ ભાવો વણાયા નથી, તેને ધર્મની પ્રાપ્તિ થવી સંભવિત નથી. ઉપર્યુક્ત ગુણો આવ્યા વિના પરમાર્થમાર્ગ યથાર્થપણે સમજી શકાતો નથી. શ્રીમદ્ લખે છે –
મુમુક્ષ જીવમાં સમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.”
જીવ અનાદિ કાળથી પોતાના સ્વરૂપને ભૂલી સંસારમાં રખડી રહ્યો છે. જીવને ધર્મ પામવાનો મુખ્ય અવસર મનુષ્યપણામાં મળે છે. મનુષ્યભવ એ સમ્યગ્દર્શન પામીને ભવભ્રમણનાં દુ:ખોથી છૂટવાનો એક મહાન અવસર છે. જીવ જો મનુષ્યભવમાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો ફરીથી શરીર પ્રાપ્ત ન થાય, કર્મોની પરાધીનતા દૂર થાય અને આત્મા સ્વાધીન થાય. મનુષ્ય શરીર મલિન અને ક્ષણભંગુર હોવા છતાં જો પોતાના આત્માનું હિત કરવામાં આવે તો મનુષ્ય શરીરમાં રહેલો આત્મા પોતાની બહુ ઉન્નતિ કરી શકે છે. મનુષ્યજીવનને ધર્મસાધનામાં જોડવામાં આવે તો એનાથી ઘણાં ઉત્તમ ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને જો એને ભોગોમાં લગાડવામાં આવે તો બધું વ્યર્થ જાય છે. મનુષ્યઅવતારને વેડફી નાંખવામાં આવે તો તિર્યંચ-નરક ગતિમાં જવું પડે છે, તેથી જીવે સર્વ પ્રકારે જાગૃત થઈને અત્યંત દુર્લભ એવા મનુષ્યદેહનો આત્મહિતાર્થે પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ. તેની પળે પળનો પૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ.
મહાદુર્લભ માનવજીવનની કિંમત સમજી, સાવધાન થઈ જીવે આત્મહિતનું કાર્ય કરવું જોઈએ; પરંતુ મનુષ્યભવ પામીને પણ ઘણા જીવો ધર્મની આરાધના કરતા નથી. તેઓ મળેલ માનવભવને પ્રમાદાદિમાં વેડફી નાખે છે. તેઓ મનુષ્યભવનો અમૂલો અવસર એમ ને એમ ચાલ્યો જવા દે છે અને ભવની વૃદ્ધિ થાય એવા પ્રપંચોમાં રાચે છે. મનુષ્યભવની દરેકે દરેક ક્ષણમાં ભવના અભાવનું કાર્ય કરવાને બદલે તેઓ પાપનાં કાર્યો કરી ભવ વધારે છે. તેઓ ધર્મ કરવા ઇચ્છતા નથી, ધર્મની રુચિ પણ કરતા નથી. કદાચ ધર્મ કરવા જાય તોપણ અનેક પ્રકારની મિથ્યા માન્યતાથી ધર્મના નામે અધર્મ જ સેવે છે. કુદેવ-કુગુરુ-કુધર્મમાં જ ફસાયેલા રહે છે. ક્યારેક મહાભાગ્યથી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છકી આવૃત્તિ, પૃ.૩૬૧ (પત્રાંક-૪૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org