Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૯૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સ્વરૂપનું યથાર્થ ભાન પ્રગટે છે. આવો સાધક ક્રમે કરીને મોક્ષદશાને પ્રાપ્ત થાય છે. શ્રીમદ્ છ પદના પત્રમાં છ પદનો બોધ આપ્યા પછી પ્રકાશે છે –
‘એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.”
અહીં એ પ્રશ્ન થાય કે સમ્યગ્દર્શન તો તિર્યંચને પણ હોય છે, તો શું દેડકાં વગેરે તિર્યંચને પણ છ પદની સમજણ હોય? તેનો ઉત્તર આ પ્રમાણે છે –
સમ્યગ્દષ્ટિ તિર્યંચને પણ છ પદનાં શ્રદ્ધા-જ્ઞાન હોય છે. શબ્દોથી ભલે તેમને આ વાત ન આવડે, પણ તેમને છ પદનું ભાવભાસન અવશ્ય હોય છે. તત્ત્વનું જ્ઞાન કાંઈ શબ્દની અપેક્ષા રાખતું નથી. સમ્યગ્દષ્ટિ તિર્યંચ પણ યથાર્થ તત્ત્વશ્રદ્ધા ધરાવે છે. જીવઅજીવની વિપરીત માન્યતા તેમને હોતી નથી. તેમને એવી પ્રતીતિ હોય છે કે ‘આ જે આનંદનું વેદન છે, તે આનંદસ્વરૂપ જ હું છું.' તેઓ શરીરથી પોતાને સર્વથા ભિન્ન જાણે-માને છે. આમ, જીવ અને અજીવનું ભાવભાસનરૂપ જ્ઞાન તેમને વર્તે છે. આનંદસ્વરૂપ આત્માનું જે વેદન થયું છે, એનાથી વિરુદ્ધ ભાવો તે આત્મા નથી એ પણ તેઓ નિઃશંકપણે જાણે-માને છે. શુભ કે અશુભ વૃત્તિ ઊઠે એ તેમને દુ:ખરૂપ લાગે છે, તેથી એને તેઓ છોડવા માંગે છે, એટલે કે તેઓ આસવ તથા બંધને છોડવા માંગે છે. તેઓ આનંદના વેદનરૂપ સંવર અને નિર્જરાને સેવવા માંગે છે, અર્થાત્ તેઓ સંવર-નિર્જરા-મોક્ષને ઉપાદેય માને છે. આ રીતે હેય-ઉપાદેયનો વિવેક તેમના વેદનમાં હોય છે. તેમના વેદનમાં - ભાવમાં તત્ત્વની યથાર્થ શ્રદ્ધા હોય છે. તેઓ કાંઈ એમ નથી માનતા કે ‘શરીર તે હું છું અથવા રાગ સુખરૂપ છે.' તેઓ તો શરીરથી ભિન્ન, રાગથી ભિન્ન એવા આનંદસ્વરૂપે જ પોતાને અનુભવે છે અને શ્રદ્ધે છે. તિર્યંચના દેહમાં રહેલા તે સમ્યગ્દષ્ટિ જીવ અંતરમાં પોતાના અતીન્દ્રિય આનંદના ભાવને પકડીને જાણે છે કે “આવો આનંદસ્વરૂપ હું છું અને રાગાદિ કષાયભાવ તે મારું સ્વરૂપ નથી. તેનાથી મને શાંતિ મળે એમ નથી.' આવા વેદનમાં તેમને નવ તત્ત્વનો સ્વીકાર આવી જાય છે. આ રીતે પ્રયોજનભૂત તત્ત્વોને સમ્યગ્દષ્ટિ જીવ બરાબર જાણે છે, શ્રદ્ધે છે. જીવ અને અજીવની ભિન્નતા તથા સુખ-દુ:ખનાં કારણોનું જ્ઞાન હોવું પ્રયોજનભૂત છે અને નવ તત્ત્વમાં એ બધું જ્ઞાન આવી જાય છે.
નવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા છે પદની શ્રદ્ધાને સિદ્ધ કરે છે અને છ પદની યથાર્થ ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૯૫ (પત્રાંક-૪૯૩, ‘છ પદનો પત્ર')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org