Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૦૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કોઈ સ્થાન નથી. પરમાર્થમાર્ગમાં તો વીતરાગભાવની જ મુખ્યતા છે. જ્ઞાનાનંદરૂપ આત્મામાં રાગરહિતપણે ટકી રહેવાની સાધના એ જ વીતરાગમાર્ગ છે. વીતરાગદશાવાન આત્માઓ જ મોક્ષે જઈ શકે છે. જે જીવ શુદ્ધ ભાવ પ્રગટ કરે છે તે મુક્તિ મેળવે છે, પછી તે ગમે તે જાતિ કે વેષમાં હોય. જાતિ કે વેષના આગ્રહને વળગી રહેવું એ મોક્ષમાર્ગની યથાર્થ સમજણનો અભાવ દર્શાવે છે. મોક્ષમાર્ગની યથાર્થ સમજણ આવતાં જાતિ તથા વેષ સંબંધીના વિકલ્પો વિલીન થઈ જાય છે. શ્રીગુરુએ આ ગાથામાં ભલામણ કરી છે કે ગમે તે જાતિમાં કે વેષમાં વીતરાગી પુરુષાર્થ પ્રગટતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેથી જાતિ-વેષનું આંધળું મમત્વ છોડી વીતરાગતા પ્રગટાવવા પ્રયત્નશીલ થવું ઘટે છે.
- ત્રણે કાળમાં પરમાર્થ મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. જેવો આત્માનો વિશેષાર્થ
| સ્વભાવ છે તેવો જ જાણવો, તેવો જ માનવો અને તેમાં જ તન્મય બની પરિણમી જવું તે જ વાસ્તવિક મોક્ષમાર્ગ છે. પરપદાર્થોથી ત્રિકાળ જુદા એવા નિજાત્માની અટલ પ્રતીતિ તે સમ્યગ્દર્શન, પરવસ્તુઓથી આત્માને જુદો જાણવો તે સમ્યજ્ઞાન તથા પદ્રવ્યોનું આલંબન છોડીને આત્મસ્વરૂપમાં સ્થિર થવું તે સમ્યફચારિત્ર છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર કોઈ સંયોગોના અવલંબનથી પ્રગટ થતાં નથી, પણ ત્રિકાળ શુદ્ધ નિજપરમાત્મતત્ત્વના અવલંબનથી જ પ્રગટ થાય છે. તેથી ‘અનાદિ કાળથી વૈભાવિક પરિણમનમાં બધું એકમેક થઈ ગયું છે, તેમાંથી પરદ્રવ્ય અને પરભાવ તે હું નથી, તેમાં હું નથી, મારી ચૈતન્યચીજમાં તે નથી, હું માત્ર જ્ઞાનસ્વરૂપ જ છું', એમ પોતાના જ્ઞાયકસ્વરૂપને જાણી, માની, તેમાં જ સ્થિર થવું ઘટે છે. જે જીવ આ રત્નત્રયની આરાધના કરે છે, તે અનાદિ કાળથી અપ્રાપ્ય એવા અખંડ આનંદરૂપ મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
મોક્ષપ્રાપ્તિના ઇચ્છુક જીવે પોતાના અંતરમાં દેઢ કરવું જોઈએ કે જેમ આત્માનું મોક્ષરૂપી કાર્ય આત્માથી જુદું નથી, તેમ મોક્ષનું સાધન પણ આત્માથી જુદું નથી. મારા મોક્ષનું સાધન મારામાં જ છે. મારા જ્ઞાનને જેટલું અંતર્મુખ કરું તેટલું જ મોક્ષનું સાધન છે.' આવા સમ્યક્ નિર્ણયના બળ વડે અંતર્મુખ પરિણમન થાય છે. સ્વભાવના મહિમા વડે જીવ સ્વદ્રવ્યમાં જેટલી એકાગ્રતા કરે તેટલી શુદ્ધતા પ્રગટે છે. શુદ્ધ દશાનું પહેલું પગથિયું શુદ્ધ સ્વભાવની પ્રતીતિ છે. સમ્યક્ પ્રતીતિપૂર્વક પુરુષાર્થ કરતાં ક્રમે ક્રમે સ્થિરતા વધે છે. અંતે પૂર્ણ સ્થિરતા વડે પૂર્ણ શુદ્ધતા પ્રગટ થતાં મુક્ત થવાય છે અને ૧- જુઓ : પંડિત શ્રી દૌલતરામજી રચિત, છ ઢાળા', ઢાળ ૩, કડી ૨
‘પદ્રવ્યનતેં ભિન્ન આપમેં રુચિ, સમ્યકત્વ ભલા હે; આપરૂપકો જાનપનોં સો, સમ્યજ્ઞાન કલા હૈ. આપરૂપમેં લીન રહે ચિર, સમ્યક્રચારિત સોઈ;'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org