Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૭
૪૧૫
એમાં કોઈ સંદેહ નથી.
અન્યલિંગે સિદ્ધ થવાય છે એમ સ્વીકારીએ તો એની સાથે એ સ્વીકારવું જ રહ્યું કે અન્યલિંગમાં પણ સમ્યકુચારિત્ર હોઈ શકે. પ્રશ્ન થાય કે અન્યલિંગમાં સમ્યક્યારિત્ર કઈ રીતે સંભવે? તેના જવાબ માટે ચારિત્ર અને સાધુપણાની શાસ્ત્રકારોએ આપેલી વ્યાખ્યા યથાર્થ સમજવી રહી. ઉપાધ્યાય શ્રી પદ્મવિજયજી મહારાજ ‘સિદ્ધચક્ર સ્તવન'માં કહે છે –
નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહાર જી;
નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચય શુદ્ધ પ્રકાર.” શ્રી ચિદાનંદજી મહારાજ ‘અધ્યાત્મ બાવની'માં કહે છે –
“ચેતનકું પરચ્યો નહિ, ક્યા હુવા વ્રત ધાર;
શાળ-વિહુણા ખેતમેં, વૃથા બનાઈ વાડ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘શ્રીપાલરાજાનો રાસ'માં ફરમાવે છે –
“અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે;
સાધુ સૂધા તે આતમા, શું મૂંડે શું લોચે રે.” જેમણે પોતાની વૃત્તિ નિજસ્વભાવમાં કેન્દ્રિત કરી હોય, જેઓ શુદ્ધ દ્રષ્ટાભાવમાં જ સ્થિર હોય, મોહવશ ઊઠતી ભૂતકાળની સ્મૃતિઓ તથા ભાવીની કલ્પનાઓમાં ન ફસાતાં જેઓ હર્ષ-શોકના ઝૂલે ચડ્યા વિના પોતાની વર્તમાન પર્યાયને જ્ઞાયકભાવે વેદી રહ્યા હોય; એવા સહુ સંતો સમ્યફચારિત્રયુક્ત છે - પછી તે જૈન હોય કે જૈનેતર.
સમ્યક્રચારિત્રયુક્ત સંતોને સ્વરૂપનો સત્ય બોધ થયો હોવાથી તેઓ સમસ્ત દૃશ્ય જગતથી પોતાને સ્વતંત્ર અનુભવે છે. બાહ્ય સર્વ પરિવર્તનો, પ્રાપ્તિઓ, સંયોગો કે વિયોગોથી પોતાને કોઈ લાભ કે હાનિ નથી એમ સમજાતાં, તેઓ રાગ-દ્વેષના વમળમાં અટવાયા વિના સમભાવમાં રહે છે. કોઈ પણ પ્રકારની ઇચ્છા-અપેક્ષાઓથી મુક્ત રહી વર્તમાન ક્ષણે જે બને તેને સમભાવે નીરખે છે. વર્તમાન સંયોગના શાંત સ્વીકારના ૧- જુઓ : આચાર્યશ્રી જયશેખરસૂરિજી, “સંબોહસત્તરી', ગાથા ૨
_ 'सेयंबरो य आसंबरो य बद्धो अ अहव अन्नोवा ।
સમભાવમાવિસણા, દેડુ મુરબ્રવું ન સંવેદો T’ ૨- ઉપાધ્યાય શ્રી પદ્મવિજયજીરચિત, ‘સિદ્ધચક્ર સ્તવન', ગાથા ૯ ૩- શ્રી ચિદાનંદજીરચિત, ‘અધ્યાત્મ બાવની', દોહો ૯ ૪- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘શ્રીપાલરાજાનો રાસ', ખંડ ૪, ઢાળ ૧૨, કડી ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org