________________
ગાથા – ૧૦૮
- ગાથા ૧૦૭માં કહ્યું કે મોક્ષનો જે માર્ગ આગલી ગાથાઓમાં દર્શાવ્યો છે, ભૂમિકા
2] તે જો હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે જીવ શુદ્ધ ભાવ પ્રગટ કરે તે જીવ મુક્તિપદને પામે. આ વાતમાં કોઈ પણ ફરક આવતો નથી.
આમ, ગાથા ૯૮ થી ૧૦૭ સુધીમાં શ્રીગુરુએ શિષ્યની મોક્ષના ઉપાય સંબંધી સર્વ શંકાઓનું સચોટ સમાધાન આપી, સર્વસમ્મત અવિરોધ મોક્ષમાર્ગનો નિશ્ચય કરાવ્યો. તેના અંતરમાં પરમાર્થમાર્ગની આરાધના કરવાની તાલાવેલી જાગે તે અર્થે શ્રીગુરુ હવે ગાથા ૧૦૮ થી ૧૧૩ સુધીમાં મોક્ષપ્રાપ્તિના માર્ગનો ક્રમ અનુપમ શૈલીથી પ્રકાશે છે.
પૂર્વોક્ત ગાથાઓમાં મોક્ષમાર્ગની પ્રતિષ્ઠા કર્યા પછી હવે મોક્ષમાર્ગનો સંપૂર્ણ સાધનાક્રમ માત્ર છ જ ગાથાઓમાં દર્શાવવામાં આવ્યો છે. તેમાં ગુણસ્થાનનો આરોહણક્રમ પણ ગર્ભિતપણે સમાવેશ પામે છે. પ્રસ્તુત ગાથામાં પરમાર્થમાર્ગનો અધિકારી જીવ કેવો હોય, તેનામાં કયા ગુણો પ્રગટ્યા હોય તો તે મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહેવાય તે દર્શાવતાં શ્રીગુરુ કહે છે - ગાથા 'ક
“કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ;
ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ.” (૧૦૮) ક્રોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મોક્ષ થવા
સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા યોગ્ય કહીએ. (૧૦૮)
કોઈ પણ વિચારવાન જીવ પોતાનું જીવન શાંત અને નિરાકુળ બને એવું ભાવાથ] ઇચ્છે છે અને તે અર્થે જીવનશુદ્ધિ ઇચ્છે છે, કારણ કે પારમાર્થિક દૃષ્ટિએ જોતાં જીવનમાં શુદ્ધિ અને સુખ-શાંતિ અવિનાભાવે રહેલાં છે. જેનું જીવન મલિનભાવમય છે, તે જીવ સર્વ ભૌતિક વૈભવોથી સંપન્ન હોય તોપણ દુઃખી છે. ક્લેશમય પરિણામોને કારણે જીવ અશાંતિ ભોગવે છે, તેથી શાંતિ માટે જીવનશુદ્ધિ આવશ્યક છે. આ કારણે જીવે પોતાનામાં સદ્દગુણો કેળવી જીવનશુદ્ધિ કરવી ઘટે છે. જીવ સદ્ગુણો પ્રગટાવે તો જ તે મોક્ષમાર્ગમાં પ્રવેશ કરી શકે છે. મોક્ષમાર્ગની આરાધના અર્થે જીવમાં પ્રથમ
અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org