Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૮
૪૨૭ પર પોતાને કષાય કરાવતું નથી, પરંતુ જ્યારે પરનું અવલંબન લઈ પોતે સ્વયં રાગદ્વેષરૂપ પરિણમન કરે છે ત્યારે કષાય થાય છે. પોતાના કષાયનું કારણ પોતે જ છે, અન્ય નથી. જિજ્ઞાસુ નિજદોષ ઉપર દૃષ્ટિ કેન્દ્રિત કરે છે. કષાય ઉત્પન્ન થતાં જિજ્ઞાસુ જીવ કપાયના બાહ્ય નિમિત્ત ઉપર લક્ષ નથી આપતો, પરંતુ પોતામાં ઉત્પન થયેલ દોષનું નિરીક્ષણ કરે છે. જિજ્ઞાસુ જીવ પોતાના દોષનો સ્વીકાર કરીને પોતાના કપાય ઓછા કરવાનો પ્રયત્ન કરે છે. તે જાણે છે કે શાંત થવું તે જ દ્વાદશાંગીનો સાર છે, માટે તે સદેવ શાંત ભાવમાં રહેવાનો પુરુષાર્થ કરે છે. શ્રીમદ્ લખે છે -
“સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે ષડ્રદર્શનમાં સમાય છે, અને તે ષડ્રદર્શન જૈનમાં સમાય છે.”
જિજ્ઞાસુ જીવ કષાયના અભાવ માટે પ્રાપ્ત પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરે છે. પ્રાપ્ત પરિસ્થિતિમાં તે જાગૃત રહે છે કે જેથી તે વિચલિત થવા ન પામે. અભ્યાસ કરીને તે એવી સ્થિતિમાં પ્રવેશ કરે છે કે પ્રાપ્ત પ્રસંગમાં તેના મન ઉપર તનાવ થતો નથી. શાંત સ્વીકારપૂર્વક હસતે મુખે તે તેમાંથી પસાર થઈ જાય છે. તે ક્રોધ, માન, માયા અને લોભના પ્રસંગોમાં ક્ષમા, માદેવ, આર્જવ અને સંતોષનું સેવન કરી ઉદયને નિષ્ફળ બનાવે છે. આ પ્રકારે તેના કષાયના સંસ્કારો છૂટતા જાય છે. આમ, શ્રીમદે
કષાયની ઉપશાંતતા'રૂ૫ જિજ્ઞાસુનું પ્રથમ લક્ષણ બતાવ્યું. (૨) “માત્ર મોક્ષઅભિલાષ”
જિજ્ઞાસુ જીવને એકમાત્ર મોક્ષની અભિલાષા હોય છે. તેના અંતરમાં સતત મોક્ષ પ્રાપ્ત કરવાનું લક્ષ હોય છે. તેનું જીવન આત્મલક્ષી હોય છે. તેનું ધ્યેય પોતાના શાંત સ્વરૂપમાં સ્થિર થવાનું જ હોય છે. તે પૂર્ણ શુદ્ધ આત્મદશા પ્રગટ કરવા માંગે છે. તેને નિશ્ચય થયો હોય છે કે પૂર્ણ ચિદાનંદસ્વરૂપ મારો આત્મા છે, પરંતુ સંસારમાં રખડતાં અનંત વાર મનુષ્યદેહ પામીને પણ મેં મારા આત્માને ઓળખ્યો નથી. અનંત કાળમાં કદી આત્માનું ધ્યાન કર્યું નથી. આત્માને ભૂલીને બાહ્ય પદાર્થોની ઇચ્છામાં જ રખડ્યો છું. અત્યાર સુધીનો અનંત કાળ આત્માના ભાન વગર ભાંતિમાં જ ગયો છે. અનંત જન્મોમાં આત્માનું કલ્યાણ કર્યું નથી. હવે મારું આત્મકલ્યાણ સાધી આ જન્મારો હું સફળ કરીશ. હવે આત્મપ્રાપ્તિના પુરુષાર્થ વગર એક ક્ષણ પણ ગુમાવવી નથી. પૂર્ણ સ્વરૂપની સાધના કરીને હું પરમાત્મદશા પ્રગટ કરીશ, સિદ્ધપદને અવશ્ય પ્રાપ્ત કરીશ.' આમ, તેને માત્ર મોક્ષપ્રાપ્તિ જ કર્તવ્યરૂપ લાગે છે. શ્રીમદ્ લખે છે –
અનંત વાર દેહને અર્થે આત્મા ગાવ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૬૫ (વ્યાખ્યાનસાર-૨, ૪-૧૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org