Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૧૪
"શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તેથી તે શાસ્ત્રની આડ લે છે. તેને સંસારમાં રહેવા બદલ વસવસો, ખેદ કે આત્મગ્લાનિ નથી, તો તેનાથી છૂટવાના ભાવ તો હોય જ ક્યાંથી? આથી વિપરીત, મહાપુરુષોને પૂર્વકર્મવશાત્ ગૃહવાસમાં રહેવું પડે તો તે માટે તેઓ આત્મગહ કરે છે. વિષયસુખ ભોગવવાના દરેક પ્રસંગ વખતે તેમને પારાવાર પશ્ચાત્તાપ થાય છે. તેમને તે પ્રવૃત્તિ બોજારૂપ લાગે છે અને તેમનું ચિત્ત ત્યાગમાર્ગ તરફ ખેંચાયા કરે છે. ત્યાગમાર્ગે ડગ ભરવા માટે તેમને તીવ્ર તાલાવેલી હોય છે. બાહ્ય પ્રવૃત્તિ ટાળવાનો સંનિષ્ઠ પુરુષાર્થ તેઓ કરતા રહે છે. તેમના અને ભોગરસિક જીવના ભાવમાં આવો જમીન-આસમાનનો ફરક હોય છે. પ્રારબ્ધવશ વ્યાપાર-વ્યવહારની ઉપાધિમાંથી છૂટી શકાય એવું ન હોય ત્યાં સમ્યગ્દષ્ટિ પુરુષો આત્મજાગૃતિપૂર્વક તે પ્રવૃત્તિ કરે છે અને પોતાનું કલ્યાણ સાધે છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષનો રાજમાર્ગ તો સર્વસંગપરિત્યાગનો જ છે, પરંતુ અપવાદ(કડી)માર્ગે ગૃહસ્થ અવસ્થામાં પણ તીવ્ર વૈરાગ્યાદિ પરિણામથી કૈવલ્યની પ્રાપ્તિ થઈ શકે છે, અર્થાત્ તે વખતે બાહ્યમાં ગૃહસ્થલિંગ હોય તો એ મોક્ષપ્રાપ્તિમાં બાધક થતું નથી, તેથી દેહાશ્રિત બાહ્ય લિંગનો આગ્રહ છોડી ઉપયોગને આત્મામાં સ્થિર રાખવાનો પુરુષાર્થ જ કર્તવ્ય છે. અન્યલિંગ
શ્રી જિનેશ્વર ભગવંતોએ કેવળ જૈનદર્શનનિર્દિષ્ટ વેષવાળા સાધુઓનો જ મોક્ષ થાય એવો પક્ષપાત કે આગ્રહ રાખ્યો નથી. અન્ય ધર્મમતના વેષમાં પણ મોક્ષપ્રાપ્તિ સ્વીકારી છે. અન્યલિંગ ધરાવતા જીવો જો સમતાયુક્ત હોય તો તેમને રત્નત્રયની પ્રાપ્તિ થવાથી ભાવથી જૈનપણું ઉત્પન્ન થયું છે અને જૈન લિંગ ધરાવતા જીવો પણ જો પરપરિણતિમાં રાચતા હોય તો તેઓ ભાવથી જૈન નથી, એમ જૈન દર્શન કહે છે. તેથી જ આચાર્યશ્રી જયશેખરસૂરિજી “સંબોહસત્તરી'માં ફરમાવે છે કે “શ્વેતાંબર જૈન હોય અથવા આશાંબર (દિગંબર) જૈન હોય, બૌદ્ધ દર્શનનો હોય કે બીજા કોઈ દર્શનનો હોય, પણ જો તે સમભાવ વડે ભાવિત થયેલો હોય તો તે જીવ અવશ્ય મોક્ષ પામે ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૩, શ્લોક ૫૦
‘કચરિંગાવસિદ્ધાનામધાર: સમલૈવ રિ |
रत्नत्रयफलप्राप्तेर्ययास्याद्भावजैनता ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, પદ ૩, કડી ૫ (ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ-૧,
પૃ. ૧૫૩)
‘પર પરિનતિ અપની કર માને, કિરિયા ગર્વે ગહિલો; ઉનકું જૈન કહો ક્યું કહિયેં, સો મૂરખમેં પહિલો;
પરમ ગુરુ! જૈન કહો ક્યોં હોવે?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org