Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૧૯
જાતિ-વેષવાળા સાથે ક્લેશ કરે છે. ધર્મની યથાર્થ સમજણ કરવી, આગ્રહ ન કરવો, ક્લેશિત ન થવું વગેરે તથ્યો તેવા મતા જીવને અગત્યનાં ભાસ્યાં જ નથી. તે પોતાની વિપરીત માન્યતામાં, મતના આગ્રહમાં જ રાચે છે.
ગાથા-૧૦૭
અનાદિ કાળથી આ પ્રમાણે જીવ આત્માને ભૂલીને ભ્રાંતિ વડે બાહ્ય જાતિ-વેષનો આગ્રહ કરતો આવ્યો છે. અનંત કાળના પરિભ્રમણમાં જીવે જાતિ-વેષ ઉપર દૃષ્ટિ કરી, પણ પોતાના આત્મા ઉપર દૃષ્ટિ કરી નથી. બાહ્ય જાતિ-વેષમાં ધર્મ છે એમ માન્યતા કરી હોવાથી તેને અનંત આનંદના કંદ એવા આત્મતત્ત્વ ઉપર પ્રેમ આવ્યો નથી. અંતરમાં પડેલા ચૈતન્યના તેજના પૂરનો અનાદર કરી તેણે પોતાના આત્માની હિંસા કરી છે. અંતરના આનંદના સાગરને ભૂલીને, તેનો નકાર કરીને બહારમાં ધર્મ હોવાનો હકાર કર્યો છે. આવું કરી તેણે અનંત જ્ઞાનીઓનો અવિશ્વાસ કરવાનો મહા અપરાધ આચર્યો છે.
જ્ઞાનીઓ કહે છે કે મુક્તિ અમુક જ જાતિ-વેષથી થાય એવું છે જ નહીં. ગમે તે જાતિ-વેષમાં મુક્તિ થઈ શકે છે. બાહ્ય જાતિ-વેષ એ કંઈ મુક્તિનું કારણ નથી. આત્માનો ધર્મ આત્મામાં છે, તે બહાર કશે પણ નથી કે જેથી તે બહારથી મળે. ધર્મની પ્રાપ્તિ બાહ્ય જાતિ-વેષમાંથી થાય નહીં. ધર્મ આત્માશ્રિત છે, બાહ્ય જાતિ-વેષને આશ્રિત નથી. તેથી ધર્મ કરવાની ઇચ્છાવાળા જીવોએ આત્મોન્મુખી થવાનો પ્રયત્ન ક૨વો જોઈએ. પરસન્મુખ નજર કરવાવાળાને ધર્મની પ્રાપ્તિ થતી નથી. જો જાતિ-વેષના આશ્રયે ધર્મ થતો નથી, પણ ધર્મ આત્માના આશ્રયે થાય છે; તો પછી જાતિ-વેષના આગ્રહની તો વાત જ ક્યાં રહે છે? અમુક જાતિ-વેષથી જ ધર્મ થાય એવા આગ્રહને સ્થાન જ રહેતું નથી. પરંતુ જીવને ધર્મ શું છે એ સમજાયું ન હોવાથી તે આગ્રહ કરે છે. માટે મોક્ષની સાધનામાં ધર્મના યથાર્થ સ્વરૂપનો નિર્ધાર કરવો અત્યંત આવશ્યક છે.
યથાર્થ તત્ત્વનિર્ણયને પામેલા જીવને સ્વદ્રવ્યનો પરમ મહિમા આવે છે. તેને શુદ્ધાત્મા પ્રત્યે આત્યંતિક પ્રેમ પ્રગટે છે, સ્વરૂપનું ભાવભાસન થાય છે અને કોઈ ધન્ય પળે તેની અનુભૂતિ કરે છે. આમ, જે જીવને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટાવવું હોય તેણે જાતિવેષના આગ્રહનો ત્યાગ કરવો જોઈએ અને પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવનો આશ્રય ક૨વો જોઈએ. ત્રિકાળી જ્ઞાનસ્વભાવની શુદ્ધતા ઉપર દૃષ્ટિ કેન્દ્રિત ન કરતાં જો જીવ બાહ્ય જાતિ-વેષને મહત્ત્વ આપે તો મોહજાળમાં ફસાઈ મોક્ષસુખથી વંચિત રહે છે. ૧ જો તે પોતાના અચળ, અખંડ, અવિનાશી આત્મસ્વભાવને ગ્રહણ કરે છે તો તે અવશ્ય ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘સમાધિશતક', દુહો ૭૩
‘જાતિ લિંગકે પક્ષમેં, જિનકૂં હૈ દૃઢરાગ; મોહ જાલમેં સો પરૈ, ન લહે શિવસુખ ભાગ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org