Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૭
૪૧૭
બેઠેલા બધા જ સમ્યગ્દષ્ટિ હોય એવું નથી. વ્યક્તિ જૈન હોય કે અજૈન, મુનિ હોય કે ગૃહસ્થ, શ્વેતાંબર હોય કે દિગંબર દેહભાવમાં જીવતો હોય તો તે મિથ્યાર્દષ્ટિ છે અને દેહાદ સમગ્ર જડ દ્રવ્યોથી અને કર્મકૃત સર્વ અવસ્થાઓથી પર એવો હું વિશુદ્ધ ચૈતન્ય છું' એ ભાવમાં જીવનાર વ્યક્તિ સમ્યગ્દષ્ટિ છે.
-
મુમુક્ષુ જીવ સાધુની ઓળખાણ માટે અંતરંગ પરિણિતને જ મહત્ત્વ આપે છે. જેમ ભોજન વખતે થાળમાં કચુંબર, અથાણું, શાક, ફરસાણ, મિષ્ટાન્ન વગેરે અનેક ચીજો પીરસાઈ હોય, પણ જેને ભૂખ લાગી હોય તેની દૃષ્ટિ તો સીધી મિષ્ટાન્નાદિરૂપ પૌષ્ટિક ચીજો ઉપર પડે છે, તેને કચુંબરાદિનું લક્ષ ગૌણ થઈ જાય છે; તેમ બાહ્ય લિંગ-વેષ-ક્રિયાદિ હોય અને અંતરંગ પરિણિત હોય, તેમાં મોક્ષની જેને ભૂખ છે તે મુમુક્ષુની દૃષ્ટિ સીધી અંતરંગ પરિણતિ ઉપર પડે છે, તેને લિંગ-વેષ-ક્રિયાદિનું લક્ષ ગૌણ થઈ જાય છે.
આમ, મુક્તિપથમાં લિંગ-વેષાદિનું નહીં પણ ગુણનું, આંતરિક નિર્મળતાનું મહત્ત્વ છે. જે ભાવશ્રમણ છે તે જ શ્રમણ છે, બાકીના નામશ્રમણોને સુગતિ પ્રાપ્ત થતી નથી. મુક્તિ ભાવલિંગના આધારે, અર્થાત્ આંતરિક ગુણસંપત્તિના આધારે મળે છે. દ્રવ્યલિંગની, અર્થાત્ નામ, વેષ આદિ બાહ્ય ઓળખની મોક્ષમાર્ગમાં કોઈ ગણના નથી. તેથી જ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે બાહ્ય લિંગ, વેષ, કથનપદ્ધતિ કે પરિભાષા જુદાં હોય એટલામાત્રથી મહાન સંતોની અવહેલના કરવી નહીં. ભિન્ન ભિન્ન દેશ, કાળ અને પરિસ્થિતિવશ તેમની બાહ્ય ચર્યા, વેષ અને દેશનાની પરિભાષા ભિન્ન ભિન્ન હોવા છતાં તે બધા મોક્ષમાર્ગના પ્રવાસી હોય છે. માટે તેમનો અપલાપ કરવાની ઉતાવળ ન કરતાં તેમનો આશય સમજવા પ્રયત્ન કરવો જોઈએ. ‘ભવવ્યાધિના સમર્થ ચિકિત્સક' એવા એ મહાત્માઓનો આશય સમજ્યા વિના તેમનો અપલાપ કરવો એ મહા અનર્થને અપાયેલું નિમંત્રણ છે.
૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મોપનિષદ્', જ્ઞાનયોગશુદ્ધિ અધિકાર, શ્લોક ૨૬ 'ये पर्यायेषु निरतास्ते ह्यन्यसमयस्थिताः I आत्मस्वभावनिष्ठानां ध्रुवा स्वसमयस्थितिः '
>
૨- જુઓ : આચાર્યશ્રી વટ્ટકેરજીકૃત, ‘મૂલાચાર', ગાથા ૧૦૦૪
Jain Education International
‘भावसमणा हु समणा ण सेससमणाण सुग्गई जम्हा । '
૩- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘યોગદૃષ્ટિ સમુચ્ચય', શ્લોક ૧૩૪,૧૩૯ 'चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः । यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ।। तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् I युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः ૧ઃ ।।'
For Private & Personal Use Only
www.jainelibrary.org