Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કારણે તેમને ભૂત કે ભવિષ્યનું જોડાણ થતું નથી. તેઓ નથી ભૂતકાળને યાદ કરતા કે નથી ભવિષ્યની યોજના ઘડતા. નથી ભૂતકાળની સ્મૃતિઓ વાગોળતા કે નથી ભવિષ્યની કલ્પનાઓ કરતા. પૂર્વબદ્ધ કર્મના ઉદય પ્રમાણે પ્રાપ્ત સુખ-દુ:ખ, લાભ-હાનિ, માનઅપમાન, શાતા-અશાતા, જય-પરાજયને નિર્ઝન્દ્રભાવે વેદી લઈ, સંકલ્પ-વિકલ્પ કર્યા વિના માત્ર જ્ઞાયકભાવે રહે છે. પ્રારબ્ધપ્રાપ્ત વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે રાગ કે વૈષ કર્યા વિના શાંત સ્વીકાર કરી, ઘટનાપ્રવાહને ભીતી કે પ્રીતિ વિના જોયા કરે છે. તેમને એકમાત્ર આત્માનો જ મહિમા હોવાથી તેમની દૃષ્ટિ ત્રિકાળી સ્વભાવ તરફ જ ઝૂકેલી રહે છે.
સમ્યફચારિત્રયુક્ત સંતોનું ધ્યેય તો ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ જ હોય છે. તેમની દષ્ટિ તે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ ઉપરથી જરા પણ ખસતી નથી. જેમ ખીલા સાથે બાંધેલાં બળદ કે ગાય ત્યાં ને ત્યાં રહે, ત્યાંથી ખસી શકે નહીં; તેમ સંતોએ ધૂવખીલા સાથે પોતાની દૃષ્ટિ બાંધી છે, તે ત્યાંથી જરા પણ ખસતી નથી. આનંદમૂર્તિ વિજ્ઞાનઘન નિજાત્મદ્રવ્યના આશ્રયે પર્યાયમાં નિર્મળતા પ્રગટે છે. શાંતિની પર્યાય, આનંદની પર્યાય પ્રગટવા છતાં પણ સંતો એ પર્યાયમાં રોકાતા નથી. તેમની દૃષ્ટિ તો ત્રિકાળી, ધ્રુવ વસ્તુ ઉપર છે. પરિપૂર્ણ નિજ જ્ઞાયક આત્માનું જ તેઓ અવલંબન લે છે. તેમની દષ્ટિ તો સદા ધ્રૌવ્યસ્વભાવ ઉપર જ પડી હોય છે. જેમ દરિયામાં વહાણ ધ્રુવ તારાના આધારે ચાલે છે, તેમ તેમને નિજસ્વભાવના લક્ષે પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે, વધે છે અને અંતે પૂર્ણતાને પ્રાપ્ત થાય છે. જેઓ આવું ચૈતન્યલક્ષી જીવન જીવે છે તેઓ જ પ્રશંસનીય છે, બાકી જેઓ ચૈતન્યના લક્ષ વગરનું જીવન જીવે છે તેઓ તો મડદાં સમાન જ છે.
રાગ-દ્વેષરહિત આત્મામાં સમાધિસ્થ રહેવું એ સંતોનું લક્ષણ હોવાથી જ્ઞાનીઓએ એ વાત પ્રતિપાદિત કરી છે કે સાચા સાધુની ઓળખ માટે લિંગ-ક્રિયાનો માપદંડ કામ લાગતો નથી. આંતરિક ગુણોના આધારે થતી સાધુની ઓળખાણ એ જ યથાર્થ ઓળખાણ છે. બાહ્ય લિંગ-વેષ-ક્રિયાદિના આશ્રયે થતી ઓળખાણ અયથાર્થ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે –
લિંગ વેષ કિરિયાણું સબહી, દેખે લોક તમાસી હો;
ચિન મૂરતિ ચેતન ગુન ચિત્ને, સાચો સોઉ સંન્યાસી હો.” આ તથ્ય નજર સામે રહે તો અન્યલિંગી મહાત્માઓમાં સમ્મચારિત્રની સંભાવના સ્વીકાર્ય થાય છે અને સમ્યકુચારિત્ર સમ્યગ્દર્શન વિના તો હોઈ શકે નહીં; તેથી અમુક ધર્મપંથના અનુયાયીઓ બધા જ મિથ્યાદષ્ટિ કે અમુક દર્શનની છાવણીમાં ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીરચિત, પદ ૩૯, કડી ૩ (ગુર્જર સાહિત્ય સંગ્રહ, ભાગ-૧, પૃ.૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org