Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૭
૪૧૩
આવશ્યકતા સમજવી અને સ્વીકારવી રહી. જે વ્યક્તિ સાધુવેષથી જ મોક્ષ માની તેનો આગ્રહ કરે છે તેઓ તો ભૂલ કરે જ છે, સાથે સાથે તેઓ પણ ભૂલ કરે છે કે જેઓ બાહ્ય ત્યાગની આવશ્યકતાનો સ્વીકાર નથી કરતા. જો કે જીવે એ ધ્યાન રાખવું જોઈએ કે બાહ્ય ત્યાગ કરવામાત્રથી ધર્મ થઈ જતો નથી. અંતર્યાગ વગર પ્રયોજનની સિદ્ધિ શક્ય નથી. મુખ્યતા તો અંતર્યાગની જ છે. જેમના લક્ષ્ય રાગાદિ ભાવો થાય છે એવા
સ્ત્રી-પુત્રાદિ ચેતન અને ધન-મકાનાદિ અચેતન પદાર્થોનો ત્યાગ કરવો યોગ્ય છે, પરંતુ મુખ્ય વાત તો રાગાદિના ત્યાગની જ છે.
કોઈ પણ વસ્તુને પરિહરવી તે ખરેખર ત્યાગ નથી, પરંતુ તે વસ્તુ પ્રત્યેની આસક્તિનો, તે વસ્તુમાં અનુભવાતી મીઠાશનો ત્યાગ થવો તે જ સાચો ત્યાગ છે. પરને પર જાણીને, તેના પ્રત્યેના રાગનો ત્યાગ કરવો એ જ વાસ્તવિક ત્યાગ છે. મોક્ષાર્થીએ કદાપિ ભૂલવું ન જોઈએ કે વસ્તુનો ત્યાગ કરવા માત્રથી એમ નિશ્ચિત નથી થઈ જતું કે મોદાદિ વિકારી ભાવો છૂટી જ જશે. તેણે બાહ્ય ત્યાગ કરતાં કરતાં અંતર્યાગનો લક્ષ રાખવો ઘટે છે. અંતર્યાગ જ મોક્ષનું મૂળ છે, બાહ્ય ત્યાગ તેને સહાય કરે છે. રાગાદિ ભાવ પરિગ્રહાદિનાં નિમિત્તે થતા હોવાથી પરિણામોની શુદ્ધિ માટે પરિગ્રહાદિને છોડવાં જોઈએ. તેથી જ શ્રીમદે કહ્યું કે “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન
આવી વસ્તુસ્થિતિ હોવા છતાં ભોગરસિક જીવો શાસ્ત્રની આડ લઈને કહે છે કે મોક્ષ માટે સાધુજીવનની કોઈ જરૂર નથી, તપ-ત્યાગની કાંઈ જરૂર નથી, માત્ર ભાવ શુદ્ધ રાખવાથી મોક્ષ મળી જશે. જે દૃષ્ટાંતો આગળ રાખી તેઓ આ માન્યતાને પુષ્ટ કરે છે તે વિષે તેમને પૂછવું જોઈએ - શું ભરત ચક્રવર્તી વગેરે ઘરમાં રહીને કેવળજ્ઞાન થઈ શકે એવી માન્યતાવાળા હતા? ભરત ચક્રવર્તીને ૯૬,000 રાણીઓ હતી, છ ખંડનું વૈભવ-વિલાસયુક્ત સામ્રાજ્ય હતું અને સ્વર્ગના ૧૬,૦૦૦ દેવો એમની સેવામાં નિરંતર હાજર રહેતા હતા. આવા અનુકૂળ સંયોગોમાં પણ તેમને તો વૈરાગ્ય જ વર્તતો હતો. તેઓ રોજ શ્રાવકો પાસે બોલાવતા હતા કે હે રાજન! તમે મોહરાજાથી જિતાયેલા છો. તમારા માથે ભય વધી રહ્યો છે. ચેત ભરત ચેત, કાળ ઝપાટા દેત!' આવી ભાવનાવાળા ઘર બેઠાં કેવળજ્ઞાનની કલ્પનામાં રાચે ખરાં? શ્રેષ્ઠીપુત્ર ગુણસાગરને લગ્નની ચોરીમાં કેવળજ્ઞાન થયું પણ એ વખતે તેમને કેવી ભાવના હતી? બીજા દિવસે ઘરબાર ત્યાગવાની! રાજા પૃથ્વીચંદ્ર પણ ગૃહવાસથી કેટલા પીડાતા હતા એ એમના ચરિત્રનું વાંચન કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે.
ભોગરસિક જીવને પોતાની મલિનતા ઢાંકવી છે, પોતાના દોષો સંતાડવા છે, ૧- ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ગાથા ૭નો પૂર્વાર્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org