Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૭
૪૧૧
બાહ્ય વેષના વિકલ્પને સ્થાન નથી. તેના આગ્રહથી મોક્ષ નથી. જે જીવ કેવળ બાહ્ય વેષને જ મોક્ષનું કારણ માને છે તે મોક્ષ પામી શકતો નથી, કારણ કે વેષ દેહાશ્રિત છે અને મોક્ષ તો આત્માશ્રિત છે. જે વેષને જ મુક્તિનું કારણ સમજે છે તે કદી સંસારથી છૂટી શકતો નથી. જે વેષનો આગ્રહી છે તે સંસારનો જ આગ્રહી છે. જે વેષના આગ્રહનો ત્યાગ કરી મોક્ષની યથાર્થ આરાધના કરે છે, તેનો ગમે તે વેષે, ગમે તે લિંગે મોક્ષ થાય છે.
હવે ગૃહસ્થલિંગ અને અન્યલિંગે મોક્ષપ્રાપ્તિનું જે વિધાન કરવામાં આવે છે તેનો વિચાર કરીએ. ગૃહસ્થલિંગ
ભાવનિર્ચથતાને દ્રવ્યલિંગતાની સાથે - અમુક ચોક્કસ વેષભૂષા અને ક્રિયાકાંડ સાથે કોઈ એકાંતિક કે અનિવાર્ય સંબંધ નથી એમ જૈન પરંપરાનાં શાસ્ત્રો કહે છે, અર્થાત્ સમ્યકૂચારિત્ર અમુક લિંગ-ક્રિયા સાથે બંધાયેલું નથી એમ જૈન શાસ્ત્રો શાખ પૂરે છે. જો ઓઘા-મુહપત્તિ કે કમંડલ-મોરપીંછી જ વંદનીય હોત તો તેના મેરુ જેટલા ઢગલા વ્યર્થ કેમ બતાવાયા છે? આચાર્યશ્રી કુંદકુંદદેવ ‘સમયસાર' ગ્રંથમાં સમજાવે છે કે સાધુસ્વાંગ કે ગૃહસ્થસ્વાંગ એ મોક્ષમાર્ગ નથી, કેમ કે તે શરીરાશ્રિત હોવાથી પરદ્રવ્ય છે; પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કેમ કે તે આત્માશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. આ કારણથી હે આત્માર્થીઓ! આગાર કે અણગારની વેષભૂષાના આગ્રહો તજી પોતાના આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં જોડો.૧ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં લખે છે કે ભાવલિંગને વિષે જેઓ આસક્ત - પ્રીતિમય ચિત્તવાળા હોય છે, તેઓ સર્વ વસ્તુધર્મના સારને એટલે કે રહસ્યને જાણે છે; તેથી તેઓ સાધુના વેષમાં રહ્યા હોય કે ગૃહસ્થવાસને વિષે રહ્યા હોય તોપણ તેઓ પાપમળનો નાશ કરીને સિદ્ધ થાય છે - કૃતાર્થ થાય છે.?
વળી ‘પંદર ભેદે સિદ્ધ' આ આગમ કથન સુપ્રસિદ્ધ છે. પંદર ભેદોમાં જ્યાં ૧- જુઓ : આચાર્યશ્રી કુંદકુંદદેવકૃત, ‘સમયસાર', ગાથા ૪૧૦-૪૧૧
'ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि । दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा विति ।। तम्हा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिए ।
दंसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे ।।' ૨- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૮૨
'भावलिंगरता ये स्युः सर्वसारविदो हि ते । लिंगस्था वा गृहस्था वा सिध्यन्ति धुतकल्मषाः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org