________________
૪૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અનુસરણ કરી શકે નહિ તેમ જ તેમની સ્પર્ધા પણ કરી શકે નહિ એ સમજી શકાય તેવી વાત છે.”
નગ્નત્વના આગ્રહી કેટલાક દિગંબર મુનિઓ પણ યથાર્થ નગ્નત્વ પાળી શકતા નથી એ વાત સંઘયણની નિર્બળતા સિદ્ધ કરે છે. જેમ કે અચેલક મુનિને જંગલમાં રહેવાનું વિધાન છે, પરંતુ વર્તમાન કાળે શરીરસંઘયણ મજબૂત નહીં હોવાથી કેટલાક મુનિઓ જંગલમાં રહી શકતા નથી, તેથી તેઓ મંદિરમાં રહે છે અને તેમ કરવા છતાં પણ ઠંડી સહન થતી નથી ત્યારે ઓરડાનાં બારી-બારણાં બંધ કરીને બેસવાનું રાખે છે. તેમ કરતાં પણ સહન ન થાય ત્યારે ઓરડાની અંદર બીજી નાની મઢુલી બનાવવામાં આવે છે. તે મટૂલી એટલી નાની હોય કે અંદર ફક્ત બેસી શકાય એટલી જ જગ્યા હોય; એટલે કે તે મઢુલી વસ્ત્રાચ્છાદાન જેવું જ કામ આપે. આમ, શરીરાદિ બળ ઘટવાથી મૂળ વિધાન પ્રમાણે વર્તી શકાતું નથી તેથી આવા કૃત્રિમ ઉપાયો અજમાવવામાં આવે છે. શરીરાદિ બળની હીનતાને લક્ષમાં રાખીને જ્ઞાનીઓએ મર્યાદિત વસ્ત્રો રાખવાની છૂટ આપી છે. આ વિષે શ્રીમદ્ લખે છે –
શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબરવૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબરવૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદિ કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી.
દિગંબર અને શ્વેતાંબરપણું દેશ, કાળ, અધિકારીયોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્ય તેમ પ્રવર્તતાં આત્માર્થ જ છે.”
લિંગ (બાહ્ય વેષ) અને વ્રતના જે ભેદો છે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ આદિ પ્રમાણે હોય છે, પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધતા તે તો ત્રણે કાળે અભેદ છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક અખંડ ત્રિકાળાબાધિત મોક્ષમાર્ગ છે. આ રત્નત્રયરૂપ સાધન વડે શુદ્ધ આત્મદ્રવ્યની સિદ્ધિ કરવી તે જ પરમાર્થ મોક્ષમાર્ગ છે. શ્રીમદ્ લખે છે –
લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ,
પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. આમ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના તે જ મોક્ષમાર્ગ છે. વીતરાગમાર્ગમાં ૧- શ્રી નગીનદાસ ગિ. શેઠ, ‘પરમપદ પ્રાપ્તિની ભાવના', પૃ.૯૭ ૨- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૬૧૨ (પત્રાંક-૮૦૭) ૩- એજન, પૃ.પર૩ (આંક-૭૧૫, કડી ૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org