________________
ગાથા-૧૦૭
૪૦૯ બાહ્ય લિંગ છે. તે સર્વ દેહાશ્રિત છે. તેથી જેને બાહ્ય લિંગની મુખ્યતા છે તે તો દેહદષ્ટિવાળા છે. દેહદષ્ટિવાળાઓની દષ્ટિ બાહ્ય લિંગ ઉપર જ હોય છે. તેઓ વેષ આદિ બાહ્ય લિંગને જ મુક્તિનું કારણ માને છે. અમુક વેષ વિના મુક્તિ થતી જ નથી એવો એકાંત અભિપ્રાય સેવી, તેઓ કદાગ્રહી બની જાય છે. તેવા જીવો મુક્તિ પામી શકતા નથી. વેષ એ ચૈતન્યવતુ નથી, તેમ છતાં તેમાં જ એકાંત નિરપેક્ષપણે ધર્મ માનનાર આગ્રહી જીવોની મુક્તિ થઈ શકતી નથી. મુક્તિ તો આંતરિક લિંગથી, અર્થાત્ ભાવવિશુદ્ધિથી પમાય છે. મુક્તિનો સંબંધ કોઈ પણ બાહ્ય લિંગ સાથે નથી, તેનો સંબંધ આંતરિક લિંગ સાથે છે. બાહ્ય લિંગ જ મુક્તિનું કારણ છે એવો જેનો પક્ષ છે તથા રત્નત્રયની સાધનારૂપ ભાવલિંગ ઉપર જેનું લક્ષ નથી તે કદાપિ સંસારથી મુક્ત થઈ શકતો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં લખે છે કે “ભાવલિંગ એ જ મોક્ષનું કારણ છે, કારણ કે દ્રવ્યલિંગ એ અપ્રધાન (ગૌણ) સાધન છે; તેથી તેને આત્યંતિક ઇળ્યું નથી, એટલે કે અત્યંત કારણપણે ઇચ્છવું જ નથી; તેમજ ઐકાંતિક પણ ઇછ્યું નથી, કેમ કે કોઈને તે કારણ વિના પણ થાય છે, તેથી તે વ્યભિચારી કારણ છે.'
જેમને ભાવલિંગની પ્રાપ્તિ થઈ હોય છે, જેઓ આત્મામાં વિશેષપણે ઠર્યા હોય છે, તેઓ પર પ્રત્યે ઉદાસીન રહે છે. તેઓ ફક્ત આત્મરમણતામાં જ મગ્ન રહે છે, તેથી તેમનું ધ્યાન બાહ્ય લિંગ ઉપર હોતું જ નથી, તેમને વેષ સંબંધી વિકલ્પ પણ રહેતા નથી. જેમનો મૂચ્છભાવ સંપૂર્ણ રીતે નાશ થયો હોય અથવા ઘણી મંદતાને પામ્યો હોય, તેમણે વસ્ત્ર ધારણ કરેલ હોય તો પણ તેમને અપરિગ્રહી માનવામાં કોઈ બાધ નથી. જ્યાં સુધી મુનિ ઉચ્ચ કોટિએ પહોંચ્યા ન હોય, નગ્નત્વના પરિષહ સહન કરવાની દેહની શક્તિ ન હોય, ત્યાં સુધી તેમને માટે ભગવાને એકથી ત્રણ વસ્ત્ર રાખવાની છૂટ આપેલી છે એમ ‘શ્રી આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે. આ વિષે શ્રી નગીનદાસ ગિ. શેઠ ‘પરમપદ પ્રાપ્તિની ભાવના'માં શ્રીમદે રચેલ ‘અપૂર્વ અવસર’ કાવ્યની નવમી કડીના નગ્નભાવ શબ્દની વિચારણા કરતાં લખે છે –
‘ભગવાન મહાવીરના વખતમાં વિશેષ કરીને મુનિઓ નગ્ન જ રહેતા એ વાત ખરી છે. પણ તેની સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે કાળમાં પણ જે પહેલા બીજા સંઘયણવાળા હતા તે જ નગ્ન રહી શકતા. અને આજે તો તેવું સંઘયણ છે જ નહિ. આજે તો છેલ્લું સંઘયણ છે ત્યારે છેલ્લા સંઘયણવાળા પહેલા સંઘયણવાળાનું ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, ‘અધ્યાત્મસાર', પ્રબંધ ૬, શ્લોક ૧૮૩
'भावलिंग हि मोक्षांग द्रव्यलिंगमकारणम् । द्रव्यं नात्यन्तिकं यस्मान्नाप्यैकान्तिकमिष्यते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org