Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૭
૪૦૫
ચારિત્રની એકતારૂપ રત્નત્રયની આરાધનાથી મોક્ષપદ અચૂક પ્રાપ્ત થાય છે. એમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. આ તથ્યને આ ગાથાના સંદર્ભમાં વિચારીએ.
“જાતિ, વેષનો ભેદ નહિ (૧) “જાતિ'
જાતિવ્યવસ્થા એ સામાજિક વ્યવસ્થા છે. બાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જાતિ એ સમાજને સુઘટિત રાખવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા છે. માનવરૂપે જન્મ લેનારને આમાંની કોઈ ને કોઈ જાતિથી ઓળખાવું પડે છે. જે જાતિમાં જીવનો જન્મ થયો હોય તે જાતિથી તે ઓળખાય છે. જાતિ શરીરાશ્રિત છે, તેથી જાતિની ઉત્તમતાથી આત્માની ઉત્તમતા સિદ્ધ થતી નથી. અમુક જાતિમાં અમુક આત્મિક ગુણો હોય જ એવો કોઈ નિયમ નથી, માટે જાતિને મોક્ષમાર્ગમાં કારણભૂત ગણવી યોગ્ય નથી. લૌકિક ધર્મોમાં બ્રાહ્મણ જાતિને મુખ્ય ગણી છે અને તેનાથી લૌકિક પ્રભાવ સચવાય છે, પણ લોકોત્તર મોક્ષમાર્ગ તો ભાવ અનુસાર પ્રવર્તતો હોવાથી તેમાં દેહ, જાતિ વગેરેની મુખ્યતા નથી.
મોક્ષમાર્ગને જાતિવ્યવસ્થા સાથે સંબંધ નથી. ગમે તેટલી ઉત્તમ ગણાતી જાતિમાં જન્મ થયો હોય, પરંતુ નિજસ્વભાવનું ભાન ન કરે તો તેનો મોક્ષ થતો નથી; અને ગમે તેટલી નીચી ગણાતી જાતિમાં જન્મ થયો હોય, પરંતુ નિજસ્વભાવનું ભાન કરે તો તેનો મોક્ષ અટકતો નથી. જાતિ મોક્ષમાર્ગમાં સાધક કે બાધક થઈ શકતી નથી. અમુક જાતિ હોય તો જ મોક્ષ થાય એવું છે જ નહીં. બહારમાં કોઈ પણ જાતિનો સંયોગ થયો હોય, પણ જો અંતરસ્વભાવમાં એકાગ્ર થાય તો મોક્ષ અવશ્ય થાય છે. આત્માના બેહદ સામર્થ્યરૂપ સ્વભાવભાવને રોકવા જગતની કોઈ જાતિ સમર્થ નથી. મોક્ષપુરુષાર્થમાં જાતિ ક્યારે પણ નુકસાનકર્તા નીવડી શકતી નથી. કોઈ પણ જાતિના સંયોગ વખતે આત્માનું ભાન કરી શકાય છે. જેના અંતરનાં પડળ ઊઘડી જાય, એ પછી સામાજિક દૃષ્ટિએ હલકી ગણાતી જાતિમાં હોય તોપણ તે જીવ આત્માને સાધી લે છે. આચાર્યશ્રી સમંતભદ્રસૂરિજીએ “રત્નકરંડ શ્રાવકાચાર'માં સમ્યગ્દર્શનસંપન્ન ચંડાલને દેવ સમાન કહ્યો છે. ભસ્મમાં છુપાયેલ અગ્નિની ચિનગારીની જેમ તે આત્મા ચાંડાલદેહમાં રહેલો હોવા છતાં સમ્યગ્દર્શનના પ્રતાપથી પવિત્ર થઈ ગયો છે, તેથી તે દેવ છે.'
અજ્ઞાની જીવે પોતાના શુદ્ધ સ્વભાવનો મહિમા જાણ્યો ન હોવાથી તે જાતિથી ૧- જુઓ : આચાર્યશ્રી સમતભદ્રસૂરિજીકૃત, ‘રત્નકરંડ શ્રાવકાચાર', શ્લોક ૨૮
'सम्यग्दर्शनसम्पन्नामपि मातङ्गदेहजम् । देवा देवं विदुर्भस्मगूढांगारान्तरौजसम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org