________________
૩૯૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
છે. તેની દરેક વાતમાં આગ્રહનો જ સૂર હોય છે. તેને પોતાના મતની પુષ્ટિ આપતી વાતો બહુ ગમે છે. તેનાથી જુદું કોઈ કંઈ કહે તે તેને ગમતું નથી. તે અન્યના મતનો સ્વીકાર કરી શકતો નથી. તે પોતાની બાંધેલી એકાંતિક માન્યતા છોડતો નથી. વળી, તે પોતાની માન્યતાના આગ્રહને ધર્મ સમજે છે, પણ આવા આગ્રહ વડે તો જીવ છૂટવાને બદલે બંધાઈ જાય છે અને જે ધર્મ માટે આગ્રહ કરવામાં આવ્યો હોય છે એ ધર્મ તો તેનાથી દૂર ને દૂર જ રહે છે. આગ્રહથી મુક્ત થયા વિના ધર્મ ક્યારે પણ પ્રાપ્ત થઈ શકતો નથી. એકાંતદૃષ્ટિયુક્ત જીવને વસ્તુસ્વરૂપનું સાચું જ્ઞાન થઈ શકતું નથી. એકાંતદૃષ્ટિના કારણે તે સત્ત્નું ઉત્થાપન કરીને ઘોર અનર્થ કરી બેસે છે. શ્રીમદ્ કહે છે.
‘એકાંતિકપણું ગ્રહવાનો સ્વચ્છંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી.’૧
જીવને એકાંતદૃષ્ટિથી થતા નુકસાનનું યથાર્થ ભાન થાય તો તે તેનાથી છૂટવાના ઉપાય કરે. જો જીવને એક વાર ખબર પડે કે તે એક અતિ નુકસાનકારી ભાવ સાથે જીવી રહ્યો છે, તો તેને ઉખેડીને ફેંકવાનો તે અવશ્ય ઉદ્યમ કરે. તેને ઉખાડીને ફેંકવામાં એટલી જ સરળતા લાગે, જેટલી પગમાંથી કાંટો કાઢવામાં લાગે. એકાંતષ્ટિને ફગાવી દેવામાં એટલી જ સુગમતા લાગે, જેટલી શરીર ઉપરથી મેલને જુદો પાડવામાં લાગે. પરંતુ કોઈ માણસ જો શરીરના મેલને સોનું સમજી રહ્યો હોય તો તકલીફ ઊભી થાય. કોઈ માણસ શરીર ઉપરના મેલને આભૂષણ સમજી રહ્યો હોય તો ઘણી મુશ્કેલી થઈ જાય. જે વસ્તુ ટાળવા યોગ્ય ન લાગે પણ રાખવા યોગ્ય લાગે તો વસ્તુને ટાળવાનો પ્રયાસ કઈ રીતે થાય? તેથી જીવે એકાંતદૅષ્ટિનું અહિતકારીપણું વિચારવા યોગ્ય છે. પોતે એકાંતર્દષ્ટિમાં ફસાઈ ન જાય તે અર્થે અંતરતપાસ કરવા યોગ્ય છે.
એકાંતદૅષ્ટિ એક પ્રકારનો વિપર્યાસ છે. જ્યાં સુધી આ વિપર્યાસ ટળે નહીં ત્યાં સુધી આત્મસાધના શરૂ થતી નથી, માર્ગ માટેની સરળતા થતી નથી. જીવ અનંત અંશાત્મક વસ્તુના માત્ર અમુક અંશને જ સ્વીકારે તો પરમાર્થમાર્ગ હાથમાં આવતો નથી. સ્યાદ્વાદશૈલીથી નિરૂપિત થયેલા ષડ્થાનવિષયક તત્ત્વપ્રકાશક જ્ઞાન દ્વારા સત્ય માર્ગ મળે છે. તેથી જ શ્રીમદે છ પદની સર્વાંગતામાં મોક્ષમાર્ગ છે એમ નિશ્ચય કરાવ્યો છે.
છ પદનો સમ્યક્ નિર્ણય અત્યંત આવશ્યક છે. છ પદ જો યથાર્થપણે સમજાય તો મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાય છે. તેથી જીવે શ્રીગુરુના બોધના આધારે પ્રથમ છ પદનો ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૫૦ (વ્યાખ્યાનસાર-૧, ૧૨૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org