Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૯૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અશરણ સંસારસમુદ્રમાં હું હજી ડૂબી રહ્યો છું' એવું ભાન થતાં તેને વૈરાગ્ય પ્રગટે છે, તેના અંતરમાં આત્મહિતની દરકાર જાગે છે. તેને સંસારપ્રસંગોમાં સારભૂતપણું લાગતું નથી. તે મોહાસક્તિથી મૂંઝાય છે અને તેને મોક્ષનું લક્ષ બંધાય છે.
તે જીવને સમજાય છે કે આત્મજ્ઞાન વગરનું બધું નિરર્થક છે. ગમે તેટલાં શાસ્ત્રોનો અભ્યાસ થયો હોય, તે મુખપાઠ પણ હોય, પરંતુ જ્યાં સુધી આત્મા જાણ્યો નથી ત્યાં સુધી મેં કંઈ જ જાણ્યું નથી' એવું તેના લક્ષમાં રહે છે. જેનામાં આત્મર્થિતા પ્રગટી છે તે જીવ, ‘આત્મા જાણ્યો નથી એટલે કશું જ જાણ્યું નથી' એવું સહજતાથી સ્વીકારી શકે છે. તેનામાં એવી સરળતા પ્રગટી હોય છે. પોતાના અજ્ઞાનનો સ્વીકાર થયો હોવાથી આત્માર્થી જીવને પોતાના જ્ઞાનસ્વભાવી આત્માને જાણવાની જિજ્ઞાસા થાય છે. તેને પોતાના અંતરંગ સ્વરૂપને ઓળખવાની આકાંક્ષા જાગે છે. ઉપલક વાંચન કે ક્રિયાઓ તેને હવે સંતોષ આપી શકતાં નથી. સ્વરૂપના જ્ઞાન વિના તે બેચેન રહે છે. અન્ય કાર્યોમાં તેને રસ પડતો નથી. વિકથા આદિમાં તેને નીરસપણું લાગે છે. સત્કથા પ્રત્યે તેને ખૂબ પ્રેમ જાગે છે. તે આત્માની સમજણમાં રસ લઈને તેને સાધવાનો પ્રયત્ન કરે છે. તેનામાં આત્માને મેળવવાની અદમ્ય અભીપ્સા ઉદ્ભવે છે. આ અભીપ્સા જ તેને સ્વરૂપના ઊંડા સ્તરોમાં પ્રવેશ કરાવે છે.
જેમને સત્યની અભીપ્સા જાગી નથી, તેમને સત્યનો ઉપદેશ આપવામાં આવે તો તે ભીંત સાથે વાત કરવા બરાબર છે. સત્ય માટે જેમના પ્રાણ તરસતા હોય, તેમના તરફ જ સત્ય મોં કરે છે. સત્ય કેવળ તેમને માટે જ વાર ખોલે છે, જેઓ પોતાની પૂરી શક્તિ અને સંકલ્પથી તેને પોકારે છે. આત્માર્થી જીવ સત્યની પ્રાપ્તિ માટે પોતાનું બધું જ - પોતાની જિંદગી, પોતાનું અસ્તિત્વ દાવ ઉપર લગાવી દે છે. આ અભીપ્સા, આ સમર્પણભાવ એ જ એની સત્પાત્રતા છે. પોતાને દાવ ઉપર મૂકવાની હિંમત તથા તૈયારી હોય એથી વિશેષ પાત્રતા બીજી શું હોઈ શકે?
આત્મસ્વરૂપની પ્રાપ્તિના અભિલાષી જીવને જ્ઞાની ગુરુની આવશ્યકતા સમજાય છે. તેને એમ ભાસે છે કે “જીવને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થવી અતિ અતિ દુર્લભ છે અને તેથી જ અનંત કાળ સંસારપરિભ્રમણમાં વીત્યો છે. હું તો માર્ગથી અજાણ છું. કોઈ માર્ગનો સુજાણ મને ભેટી જાય તો જ આ અંતહીન ચક્કર મટે. આ અફાટ સંસારસાગરમાં હું ડૂબી રહ્યો છું. શ્રીગુરુના માર્ગદર્શન વિના આ સંસારસમુદ્ર તરી શકાય તેમ નથી. શ્રીગુરુના આશ્રયથી જ સંસાર નાશ પામશે. બીજો કોઈ ઉપાય નથી.' આત્માર્થીને સદ્દગુરુનું શરણ-શરણ મળે તે માટે તીવ્ર શોધક વૃત્તિ રહે છે. તે સત્સંગનો યોગ મળે તે માટે નિરંતર પુરુષાર્થ કરતો રહે છે. તેને જ્યારે પ્રત્યક્ષ સદ્ગુરુના સત્સંગની તક મળે છે ત્યારે તે તેને તરત ઝડપી લે છે. તે સ્વરૂપની સમજણ માટે સદ્ગુરુનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org