Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૬
૩૯૭ શ્રદ્ધા નવ તત્ત્વની શ્રદ્ધાને સિદ્ધ કરે છે. છ પદમાં પહેલું પદ છે “આત્મા છે' અને બીજું પદ છે તે નિત્ય છે'. શુદ્ધ, બુદ્ધ, જ્ઞાયક, વેદકસ્વભાવી, ચેતન, ત્રિકાળી સત્, સ્વયંભૂ, અનુત્પન, અવિનાશી આત્મા તે જીવ છે અને આત્માથી ભિન્ન દેહાદિ સર્વ દ્રવ્યો, જેમાં જ્ઞાયકતા-વેદકતાનો અભાવ છે - ચૈતન્યનો અભાવ છે તે જડ છે, અજીવ છે. આમ, પ્રથમ બે પદમાં ‘જીવ’ અને ‘અજીવ' તત્ત્વોની સિદ્ધિ થાય છે. ત્રીજું પદ ‘આત્મા કર્તા છે', અર્થાત્ તે કર્મનો કર્તા છે. જીવ શુભાશુભ ભાવ વડે કર્મોને ખેંચે છે. જે સમયે ખેંચે છે તે જ સમયે બાંધે છે. બન્ને એક સમયે જ થાય છે. કર્મોને ખેંચવા તે આસવ અને આત્મા સાથે કર્મોનું બંધાવું તે બંધ. આમ, કર્તાપદમાં ‘આસવ' અને ‘બંધ' તત્ત્વનો સમાવેશ થાય છે. ચોથું પદ આત્મા ભોક્તા છે', અર્થાત્ કરેલાં શુભાશુભ કર્મના ફળને આત્મા ભોગવે છે. શુભ કર્મનું ફળ પુણ્યરૂપે ભોગવાય, અશુભ કર્મનું ફળ પાપરૂપે ભોગવાય, તેથી ભોક્તાપદથી ‘પુણ્ય’ અને ‘પાપ' તત્ત્વની સિદ્ધિ થાય છે. પાંચમું પદ ‘મોક્ષ છે', અર્થાત્ શુભાશુભ કર્મોનું સર્વથા ટળવાપણું પણ છે. પાંચમા પદમાં ‘મોક્ષ' તત્ત્વનો સમાવેશ થાય છે. છઠ્ઠ પદ “મોક્ષનો ઉપાય છે'. જેનાથી તે બંધાય છે, તેનાથી વિપરીત પ્રવર્તન કરવું તે મોક્ષનો ઉપાય છે. આસવ અને બંધથી જીવ બંધાય છે. સંવર કરે તો આસવ અટકી જાય છે અને નિર્જરાના બળ વડે બંધાયેલાં કર્મો ખરી જાય છે. સર્વ કર્મથી મુક્ત થવું તે મોક્ષ છે. સંવર અને નિર્જરા જીવને કર્મથી સર્વથા મુક્ત કરે છે. આમ, છઠ્ઠા પદથી ‘સંવર' અને 'નિર્જરા’ તત્ત્વની સિદ્ધિ થાય છે.
આત્મા છે, નિત્ય છે – જીવ, અજીવ
કર્તા છે – આસવ, બંધ ભોક્તા છે – પુણ્ય, પાપ
મોક્ષ છે - મોક્ષ
મોક્ષનો ઉપાય છે - સંવર, નિર્જરા તિર્યંચ દેહધારી એવા સમ્યગ્દષ્ટિ જીવને છ પદનું - નવ તત્ત્વનું શબ્દજ્ઞાન નહીં હોવા છતાં તેનું ભાવભાસનરૂપ જ્ઞાન અવશ્ય હોય છે. તેમને છ પદ - નવ તત્ત્વના નામની ખબર ન હોય, પણ સ્વરૂપની સ્પર્શનાના કારણે તેની પ્રતીતિ અવશ્ય હોય છે. વેદનમાં તેમને છ પદ - નવ તત્ત્વનો સ્વીકાર થયો હોય છે. તેમને વસ્તુસ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન હોય છે. ધર્મ માટે વસ્તુસ્વરૂપનું શ્રદ્ધાન અત્યંત અગત્યનું છે. શ્રી વીતરાગદેવે કહેલી પદાર્થની વાસ્તવિક વ્યવસ્થા જાણ્યા વગર ધર્મ થતો નથી, તેથી જ શ્રીગુરુએ પ્રસ્તુત ગાથામાં છ પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે એમ નિર્ધાર કરાવ્યો છે. આ ગાથા વિષે ડૉ. ભગવાનદાસ મહેતા અભિપ્રાય દર્શાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org