________________
ગાથા-૧૦૬
૩૯૫ અફર નિર્ણય કરવો જોઈએ. એવો દઢ નિર્ણય કરવો જોઈએ કે જેથી વીર્યનો વેગ તે તરફ ઢળ્યા વિના રહે નહીં. અનંત કાળમાં નહીં કરેલ એવી અપૂર્વ રીતે, અપૂર્વ પુરુષાર્થથી છ પદનો નિર્ણય કરવો જોઈએ. છ પદથી સિદ્ધ છે એવા આત્માનો અપૂર્વ નિર્ણય કરવો એ પ્રથમ ભૂમિકા છે. શ્રીમદ્ કહે છે –
‘એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્તા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે,) તે છે; અને મોક્ષનો ઉપાય પણ છે; તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તો કોઈ દિવસ શંકા કરવી નહીં; અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી.’
મોક્ષપ્રાપ્તિ અર્થે છ પદનું સત્ય જ્ઞાન અત્યંત પ્રયોજનભૂત છે. છ પદનું સ્વરૂપ સર્વાગે જાણ્યા વિના સ્વરૂપનો બોધ થતો નથી. સ્વરૂપના બોધ વિના માત્ર બાહ્ય ક્રિયાઓ કરવાથી ધર્મ થતો નથી. ધર્મની શરૂઆત યથાર્થ તત્ત્વનિર્ણય વિના થતી નથી. પ્રયોજનભૂત તત્ત્વોની સ્પષ્ટ સમજણ વિના ધર્મનો યથાર્થ પ્રારંભ થઈ શકતો નથી.
તત્ત્વનિર્ણયના અભાવમાં જીવથી કાંઈ પણ સમ્યક થવું સંભવતું નથી. તેણે સાધેલા આચારની પરમાર્થે કાંઈ કિંમત નથી. મોહનિદ્રાની અવસ્થામાં તે સત્ય માટે જે કાંઈ પ્રયત્ન કરે છે તે સર્વ નિરર્થક જાય છે. ઘરથી દૂર ગયેલી વ્યક્તિ સ્વપ્નમાં ઘર તરફ ગમે તેટલું ચાલે તોપણ તે ઘરે ન પહોંચે! તેમ મોહનિદ્રા દૂર કર્યા વિના તે ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ તે સત્ય સુધી પહોંચી શકતો નથી. વસ્તુસ્વરૂપનું શ્રદ્ધાન ન હોવાના કારણે તેના સર્વ પ્રયાસ નિષ્ફળ જાય છે. યથાર્થ સમજણ વિના તેના સર્વ પુરુષાર્થ એળે જાય છે. આત્મતત્ત્વની ઓળખાણ ન હોવાના કારણે તેનો આત્મવિકાસ થતો નથી, કાર્યસિદ્ધિ થતી નથી. તેથી કાર્યસિદ્ધિ માટે સૌ પ્રથમ આત્મતત્ત્વની ઓળખાણ કરવી આવશ્યક છે.
શ્રીગુરુના બોધ દ્વારા યથાર્થ તત્ત્વનિર્ણય થાય છે ત્યારે મોક્ષમાર્ગે પ્રયાણ શરૂ થાય છે. નિર્ણય વગર પુરુષાર્થની સાચી દિશા ખૂલતી નથી. નિર્ણય એ ધર્મની નક્કર ભૂમિકા છે. વિચારપૂર્વકનો નિર્ણય આત્માનુભવનું - સમ્યગ્દર્શનનું કારણ થાય છે. જે સાધક છ પદને સેવે છે તે સમ્યકત્વને સેવે છે, કારણ કે સમ્યકત્વની પ્રાપ્તિમાં છ પદનો બોધ મૂળભૂત છે. જે કોઈ મધ્યસ્થ થઈને આ છ પદનો વિચાર કરે છે તેને તે પદોનું અંતર્ભત શાશ્વત સત્ય સમજાતું જાય છે, તેના અંતરમાં વસ્તુસ્વરૂપનો નિઃશંક નિર્ધાર થતો જાય છે અને તેના હૃદયમાં વિવેકજ્ઞાનની જ્યોતિ જાગૃત થતી જાય છે. છ પદના યથાર્થ બોધ દ્વારા સુવિચારણાની શ્રેણીએ ચડતાં તેને પોતાના આત્માના સાચા ૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૪૧ (વ્યાખ્યાનસાર-૧, ૫૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org