________________
ગાથા-૧૦૬
૩૯૩ સમાગમ કરે છે, તેમનું સાનિધ્ય સેવે છે.
પ્રસ્તુત શાસ્ત્રમાં પણ શિષ્ય આત્મસ્વરૂપની સમજણ અર્થે શ્રીગુરુનો સમાગમ સેવે છે. તે સ્વચ્છંદ, મહાગ્રહ વગેરે પરિહરીને સત્સંગ કરે છે. તે શ્રીગુરુને પોતાના પ્રશ્નોનું સમાધાન આપવા વિનંતી કરે છે. તે આત્માના અસ્તિત્વથી માંડીને મોક્ષના ઉપાય અંગેના પ્રશ્નો પૂછે છે. આ પ્રશ્નપરંપરામાં સવિચારપૂર્વકની ક્રયુક્ત શ્રેણી જણાઈ આવે છે. શિષ્યના પ્રશ્નો ઉપરથી સ્પષ્ટ માલૂમ પડે છે કે તેણે વિચાર કરીને પ્રશ્નો પૂક્યા છે, પૂછવા ખાતર નથી પૂછ્યા. તે પ્રશ્નોમાં શિષ્યનો માત્ર પરમાર્થલક્ષ રહેલો છે એમ જણાઈ આવે છે.
શિષ્ય છ પદની શંકાના સમાધાન અર્થે પ્રશ્નો કરે છે અને શ્રીગુરુ તેનું સચોટ સમાધાન આપે છે. શિષ્ય બોધ સાંભળ્યા પછી તે બોધનું મંથન કરે છે. શ્રીગુરુ દ્વારા સમાધાન મળ્યા પછી વિચારપૂર્વક, કસોટી કરીને છ પદમાં તે પૂર્ણ શ્રદ્ધા કરે છે. શિષ્ય સમજવાનો યથાર્થ કામી છે. તેનું વજન સત્ સમજવા ઉપર છે, પોતાના મતના આહ ઉપર નહીં. તે પોતાના અભિપ્રાયનો આગ્રહ નથી કરતો. તે પોતાના હઠાગ્રહ તથા મહાગ્રહ છોડીને શ્રીગુરુએ આપેલ સમાધાન ઉપર વિચાર કરે છે અને પોતાની માન્યતામાં ક્યાં ભૂલ હતી તે પ્રત્યે તેનું ચિત્ત વળે છે. પોતાના મતના બચાવ પ્રત્યે નહીં, પરંતુ પોતે ક્યાં ભૂલ કરી હતી તે પ્રત્યે તેનું લક્ષ જાય છે. તેને પોતાની ભૂલ સમજાવનાર શ્રીગુરુ પરમ ઉપકારી લાગે છે. તેને છ પદના નિર્ણયમાં ખૂબ ઉત્સાહ આવે છે. તેનો ઉમંગ વધતો જાય છે.
શ્રીગુરુને આવા સત્પાત્ર સુશિષ્યને જોઈને પ્રમોદ થાય છે. શિષ્યના વિચારપૂર્વકના પ્રશ્નોથી તેમને પ્રમોદ થાય છે. પ્રસ્તુત ગાથાની પ્રથમ પંક્તિમાં શિષ્યની વિચારશક્તિનો સ્વીકાર કર્યા પછી છ પદ સંબંધી શ્રીગુરુ કહે છે કે “આ છ પદની સર્વાગતામાં જ મોક્ષમાર્ગ છે એમ તું નિર્ણય કર. એમાંનું કોઈ પણ પદ એકાંતે અથવા અવિચારથી ઉત્થાપવામાં આવે તો મોક્ષમાર્ગ સિદ્ધ થાય નહીં.'
આ છ પદ સાચાં છે, અત્યંત સાચાં છે, નિઃસંદેહરૂપ છે. આ છએ પદ વિચારીને, સમજીને, સર્વાગે માન્ય થાય તો જ મોક્ષમાર્ગ સિદ્ધ થાય છે. માટે આ છે પદનો સર્વાગ નિર્ણય કરવો એ મુમુક્ષુ જીવનું પરમ કર્તવ્ય છે. છએ પદમાં કશે પણ શંકા ન રહેવી જોઈએ. જો જીવ આગ્રહ કરી કોઈ પણ પદનો અસ્વીકાર કરે, નિષેધ કરે તો તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી.
આગ્રહી જીવ વસ્તુતત્ત્વને એકાંતે ગ્રહણ કરે છે. પોતાની માન્યતા પ્રમાણે જ વસ્તુસ્થિતિ છે એવો તેનો આગ્રહ હોય છે. તેને હંમેશાં પોતાના મતનો આગ્રહ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org