________________
ગાથા-૯૯
૨૫૭ પરની પર્યાયનો આદર ક્યાંથી હોય?
સમ્યગ્દષ્ટિ જીવને ક્રોધાદિ વિકારનો સદ્ભાવ હોય તે સમયે પણ અક્રોધી સ્વભાવની જાગૃતિ વર્તે છે કે આ સમયવર્તી ક્રોધવિકારયુક્ત પર્યાયની નીચે, અત્યારે પણ દ્રવ્યદળ તો હંમેશની જેમ પરિપૂર્ણ શુદ્ધ જ રહ્યું છે. આ ભેદવિજ્ઞાનમાં જ તેમની નિર્જરાની ચાવી છે. ત્રિકાળ શુદ્ધ સ્વભાવની અસ્તિ અને એક સમયના વિકારની
સ્વભાવમાં નાસ્તિનો સ્વીકાર તે ધર્મ છે. તેમને આવો સ્વીકાર હોવાથી મુખ્યપણે નિર્જરા વર્તે છે. તેમને બંધનાં પાંચ કારણોમાંથી પ્રથમ કારણ એવા મિથ્યાત્વનો લોપ થયો હોવાથી એટલા પ્રમાણમાં સંવર-નિર્જરા થાય છે અને જે અસ્થિરતાવશ ક્રોધ, હિંસાદિ પરિણામ થાય છે તેને અનુરૂપ અલ્પ બંધ પડે છે. ચારિત્ર અપેક્ષાએ તેમને હિંસાનાં પરિણામ હોવા છતાં શ્રદ્ધા-જ્ઞાન અપેક્ષાએ તેમને અહિંસા વર્તે છે. મિથ્યાદૃષ્ટિ મુનિ વૃતાદિનાં પરિણામને પોતાનાં માને છે. પર્યાયમાં વિદ્યમાન શુભ ભાવ જેવો અને જેટલો આત્મા છે એમ માને છે. તેને શુભાશુભ ભાવરહિત શુદ્ધ આત્મસ્વભાવનું ભાન નથી હોતું. તે જીવ બાહ્યમાં દયા પાળતો હોય, છતાં પણ તેને પોતાના નીરાગી ચૈતન્યસ્વભાવનો અનાદર હોવાથી તે પોતાની હિંસા કરે છે અને બંધદશાને પામે છે. આથી વિપરીત, લડાઈ દરમ્યાન પણ સમ્યગ્દષ્ટિ જીવ શ્રદ્ધા-જ્ઞાનની અપેક્ષાએ અહિંસક છે. તેમનાં જ્ઞાન-દર્શન સદૈવ છૂટાં રહે છે. જ્ઞાન-દર્શનની શુદ્ધિને ચારિત્રની ગમે તેવી અશુદ્ધિ પણ ભ્રષ્ટ કરી શકતી નથી. તેનું સુખદ પરિણામ એ આવે છે કે જ્ઞાન-દર્શન તો મુક્ત અને શુદ્ધ રહે છે અને સાથે સાથે ચારિત્ર ગુણની અશુદ્ધિ પણ ક્રમશઃ ઘટતી જઈ અંતે પર્ણત: ક્ષય પામે છે.
મિથ્યાત્વના સંવરનું આવું મહતું ફળ છે. સાધક જ્યારે ચૈતન્યનું અનુસંધાન કરે ત્યારે મૂઢતાનું પ્રગાઢ વર્તુળ તૂટવા લાગે છે અને કર્મનો પ્રભાવ મંદ પડવા લાગે છે, લુપ્ત થવા લાગે છે. ત્યારપછી ક્રમે કરીને મિથ્યાત્વનો સંવર (સમ્યકત્વ) થાય છે, અવિરતિનો સંવર (વિરતિ) થાય છે, પ્રમાદનો સંવર (અપ્રમત્તતા) થાય છે, કષાયનો સંવર (વીતરાગતા) થાય છે અને ત્યારપછી અંતિમ શિખર આવે છે યોગના સંવરનું (અયોગ). યોગનો સંવર ઘટિત થતાં આત્મા સાથે બંધાયેલા સર્વ પૌગલિક સંબંધ એકીસાથે છૂટી જાય છે. જ્યાં જીવના તમામ સંબંધ કપાઈ જાય છે ત્યાં પૂર્ણ વિકાસ થાય છે. આમ, સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વનો સંવર થાય છે અને શુદ્ધોપયોગની કણિકા જાગે છે. ભેદજ્ઞાનની પરિણતિ સતત રહેતી હોવાથી બંધભાવથી વિપરીત અબંધપરિણામ રહે છે. ચારિત્રની કચાશથી જેટલો રાગ રહે છે તેટલી બંધદશા છે, પરંતુ મિથ્યાત્વની અપેક્ષાએ અબંધદશા છે. શુદ્ધોપયોગની કણિકા વધતાં વધતાં જ્યારે સમગ્ર અશુદ્ધિ ટળી જાય છે ત્યારે કેવળજ્ઞાન થાય છે અને છેવટે આત્મપ્રદેશના કંપનથી થતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org