________________
૩૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
તેનું આયોજન કરે છે. શરૂઆતમાં મળતી વારંવારની નિષ્ફળતા પછી પણ ધૈર્ય અને ઉલ્લાસ ટકાવી રાખે છે. નથી તે બાહ્ય સંયોગોનો વાંક કાઢતો કે નથી પોતાના ઉત્સાહને મંદ થવા દેતો. તે શૂરવીરતાપૂર્વક પોતાના કુસંસ્કારો ઉપર વિજય મેળવે છે. યુદ્ધમાં કયું સૈન્ય જીતે; શસ્ત્રો સારાં હોય છે કે જેના યોદ્ધા સારા હોય તે? શસ્ત્રોની ગુણવત્તા કરતાં શસ્ત્રો કોણ ચલાવે છે એનું મહત્ત્વ વધારે છે. શૌર્યનો સવાલ છે, તાલીમનો સવાલ છે, કુશળતાનો સવાલ છે; એટલે કે યોદ્ધાનો સવાલ છે. સાધકનું જીવન પણ એક સંગ્રામ છે, એટલે એમાં પણ યોદ્ધાનું મહત્ત્વ છે. સાધકવૃત્તિનું મહત્ત્વ છે. શસ્ત્રો તો જાતજાતનાં મળે. એટલે કે સગવડો. પૈસા. વાતાવરણ જુદાં જુદાં મળે અને તેની અસર પણ થાય, પણ ખરી વાત અંતરની છે, મહત્તા શૌર્યની છે. સાધકમાં ભરપૂર શૂરવીરતા હોવાથી તે દૃઢતાપૂર્વક નવા સુસંસ્કાર નાખી, જૂના કુસંસ્કારોથી મુક્ત થાય છે. સતત પુરુષાર્થ કરતાં કરતાં પ્રતિપક્ષના સંસ્કાર ચિત્તમાં રોપાય છે અને પરિસ્થિતિ પલટાઈ જાય છે. પ્રથમ નિમિત્ત મળતાં કુસંસ્કાર જાગૃત થતા હતા, હવે તેની સાથે સુસંસ્કાર પણ જાગે છે અને તે સુસંસ્કાર કુસંસ્કાર સાથે સ્પર્ધામાં ઊતરે છે. કુસંસ્કારોનો પ્રભાવ ઉત્તરોત્તર હાનિ પામતો જાય છે, સુસંસ્કારોની જીત થતી જાય છે અને એક સમય એવો આવે છે કે કુસંસ્કારો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે.
ક્ષમાદિ દ્વારા આ પ્રકારે ક્રોધાદિનો નાશ થાય છે. ક્ષમાદિ અને ક્રોધાદિ બને આત્માના જ પુરુષાર્થ છે. સવળી કે અવળી આ ચૈતન્યની જ રમત છે અને તે ચૈતન્યમાં જ રમાય છે. બન્ને રમતમાં ચૈતન્યનો જ પુરુષાર્થ વપરાય છે. જેમ ગાડીને આગળ જવા માટે પેટ્રોલ જોઈએ છે, તેમ પાછળ જવા માટે પણ પેટ્રોલની આવશ્યકતા રહે છે; જેમ લિફટને ઉપર જવા માટે વીજળીની જરૂર પડે છે, તેમ નીચે આવવા માટે પણ વીજળીની આવશ્યકતા રહે છે; તેમ સવળી કે અવળી બને રમત માટે આત્માએ પુરુષાર્થ તો કરવો જ પડે છે. પુરુષાર્થ તો પ્રતિસમય કરવાનો જ છે, તેથી હવે જીવે જ નક્કી કરવાનું છે કે કોને અવલંબીને પુરુષાર્થ કરવો છે - સ્વને કે પરને? ઉપયોગ
જ્યાં જોડાય છે, ત્યાંનો આકાર તે લઈ લે છે. જેવું અવલંબન લેવાય તેવો અનુભવ થાય. એક માર્ગ મોહની દુર્બળતાનો છે અને બીજો માર્ગ મોહની પ્રબળતાનો છે. પહેલા માર્ગે ચાલતાં આધ્યાત્મિક ચેતના વિકસતી જાય છે અને બીજા માર્ગે ચાલવામાં આવે તો આધ્યાત્મિક ચેતના મૂછિત થતી જાય છે. સાધકે જે માર્ગ લેવો હોય તે લેવા તે સ્વાધીન છે. ક્રોધાદિ જીવે પોતે જ ઉત્પન્ન કર્યા છે, તેથી તેને પોતે જ ટાળી શકે એમ છે. ક્ષમાદિ દ્વારા તે ક્રોધાદિને ટાળી શકે છે. ક્ષમાદિ દ્વારા ક્રોધાદિને હણવા એ જ તેની સાધનાનું કેન્દ્રબિંદુ છે.
આમ, શ્રીમદે આ ગાળામાં સૂક્ષ્મ ન્યાયથી મોક્ષનો ઉપાય કહ્યો છે. આત્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org