________________
उ७४
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર - વિવેચન ભિન્ન પ્રકારે છે; પરંતુ અત્યંતર અંગ બાહ્ય પરિબળો ઉપર અવલંબિત ન હોવાથી શાશ્વત અને એકરૂપ છે, અર્થાત્ સાધનાનું આંતર તત્ત્વ સર્વ દેશ, કાળ, સંપ્રદાયમાં સમાન રહે છે. દરેક દર્શન, મત, પંથ, સંપ્રદાયનાં ક્રિયાકાંડ અલગ અલગ હોય છે. એક જ ધર્મમતના અનુયાયીઓ પણ તે ધર્મતના અનેક પેટાભેદોમાં વહેંચાયેલા હોય છે અને તે દરેકનાં ક્રિયાકાંડ અમુક અમુક બાબતમાં એકબીજાથી જુદાં પડતાં હોય છે, પરંતુ જો તે આંતરિક વિકાસનું કારણ થતાં હોય તો તત્ત્વદષ્ટિએ તેમાં કોઈ ભેદ નથી હોતો.
સાધનાનું બાહ્ય સ્વરૂપ - ક્રિયાકાંડો, અનુષ્ઠાનો, સાધનાપદ્ધતિઓ એ આત્મવૃત્તિ જાગૃત કરવામાં સહાયક હોવાથી તેનું સાધનામાં મૂલ્ય છે. ક્રિયાકાંડો વગેરે ભિન્ન ભિન્ન હોવા છતાં જો તેના દ્વારા મોક્ષરૂપ સાધ્ય સધાતું હોય તો તે તત્ત્વદષ્ટિએ એક જ પ્રકારનું ગણાય. ક્રિયાભેદ કે ભાષાભેદ હોવા છતાં સાધ્યભેદ ન હોવાથી જ્ઞાનીઓએ તેનું સ્વરૂપ એક જ પ્રકારનું માન્યું છે. જેમ દેવરાજના ઇન્દ્ર, પુરંદર, શક્ર, વજ, શચિપતિ વગેરે અલગ અલગ નામો હોવા છતાં, તેમજ તે શબ્દોના અર્થમાં પણ ભેદ હોવા છતાં વ્યક્તિભેદ નહીં હોવાથી તે અભેદ જ છે; તેમ ભિન્ન ભિન્ન મત-પંથનિર્દિષ્ટ સાધનાપદ્ધતિઓમાં ભિનપણું હોવા છતાં સાધ્યભેદ ન હોય તો તત્ત્વદષ્ટિએ તે અભેદ જ છે. તેથી કોઈ પણ મત-પંથના પક્ષકાર ન બનતાં સત્યના સમર્થક અને પ્રબોધક એવા તત્ત્વદર્શી પુરુષોએ તે સર્વને મોક્ષમાં કારણભૂત ગણી, તે સર્વ સાધનાપદ્ધતિઓને માન્ય કરી છે.
ક્રિયાકાંડ વિભિન્ન હોવા છતાં દયા, શાંતિ, ક્ષમા આદિ સાધનાના આંતરિક પ્રકાર સર્વ ધર્મપંથને માન્ય છે. સહુ મત-પંથના આત્માર્થી સાધકો આ સગુણોને પ્રાપ્ત કરી તેને પૂર્ણપણે પ્રગટાવવા મથે છે, તેથી તેઓ સહુ એક જ કલ્યાણ માર્ગ ઉપર વિહરનારા હોય છે. તેમની દાર્શનિક માન્યતાઓ અને ક્રિયાકાંડની પદ્ધતિઓ એકબીજાથી જુદી જુદી હોવા છતાં બધા ક્ષમા, સમતા, સંતોષ આદિ આંતરિક ભાવરૂપ એક ધર્મમાં જ માનનાર હોવાથી તેઓ એક જ ધર્મના ગણાવા યોગ્ય છે. તેમના મત-પંથની પ્રણાલીઓ જુદી જુદી હોવા છતાં પણ તે જુદાઈના કારણે ધર્મ'માં જુદાઈ નથી હોતી. આમ, ધર્મ એ સાધનાનો આંતરિક અંશ છે અને મત-પંથ એ સાધનાનો બાહ્ય અંશ છે. પંડિત સુખલાલજી લખે છે –
“ધર્મ એ ગુણજીવી અને ગુણાવલંબી હોવાથી તે આત્માના ગુણો ઉપર જ ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, યોગબિન્દુ', શ્લોક ૩
“મોકાતુર્યતો યોગો, મિતે ન તતઃ વત્ | साध्याभेदात् तथाभावे, तूक्तिभेदो न कारणम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org