Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૩૮૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન પણ આગ્રહ અને વિકલ્પના કારણે તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. કોટિ ઉપાય કરવા છતાં પણ આગ્રહ અને વિકલ્પ છોડે નહીં ત્યાં સુધી તેને ધર્મની પ્રાપ્તિ થતી નથી. ધર્મની પ્રાપ્તિ માટે તો પોતાનાં મત-દર્શનની ક્રિયાથી જ ધર્મ થાય' એવી ભ્રાંતિ છોડીને સમ્યક્ પુરુષાર્થ કરવો જોઈએ. પોતાના મત-પંથ-સંપ્રદાય દ્વારા નિર્દિષ્ટ ક્રિયાકાંડધર્માનુષ્ઠાનનો આગ્રહ તથા તે સંબંધી રાગ-દ્વેષરૂપ વિકલ્પનો ત્યાગ કરી વીતરાગી પુરુષાર્થ જ કર્તવ્ય છે. શ્રી ભોગીલાલ ગિ. શેઠ લખે છે –
‘દર્શનમોહનું લક્ષણ છે સ્વચ્છેદ અથવા આગ્રહ. આ મારો મત છે માટે મારે તેને વળગી રહેવું અથવા આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે સિદ્ધ કરવું અને જે સ્વભાવ છે તેના લક્ષ ન રહેવું એ આદિ મત દર્શનનો આગ્રહ છે. તેવા આગ્રહથી કોઈ કલ્યાણ નથી, પણ અહિતનું કારણ જાણી છોડવા યોગ્ય છે. ચારિત્રમોહનું લક્ષણ છે શુભાશુભ રાગાદિ વિકલ્પ. આગ્રહને દઢ કરનાર તેવા પ્રકારના અનેક વિકલ્પો હોય છે, તે પણ હિતકાર્યમાં પ્રતિબંધક છે એથી છોડવા યોગ્ય છે.”
વીતરાગસ્વભાવનું અનુસંધાન કરી, રાગ-દ્વેષ કર્યા વિના સમભાવમાં રહેવાનો પુરુષાર્થ કર્તવ્યરૂપ છે. જીવ આગ્રહભરેલી સ્થિતિમાં ગમે તેટલી ધર્મક્રિયાઓ કરશે તોપણ તેના રાગ-દ્વેષ ઘટી શકશે નહીં. તેથી ધર્મના માર્ગે જનાર જીવે આગ્રહનો ત્યાગ કરવો એ અત્યંત આવશ્યક પૂર્વભૂમિકા છે. આગ્રહને સાથે લઈને જીવ સત્ય સુધી પહોંચવા ઇચ્છે તો તે કદાપિ શક્ય નથી. જીવ જ્યાં સુધી આગ્રહના પ્રવાહમાં તણાતો રહે છે ત્યાં સુધી તેને આગ્રહની વ્યર્થતાનો ખ્યાલ નથી આવતો, પણ તે અટકીને વિચારે તો તેને આગ્રહજન્ય અશાંતિ પ્રત્યક્ષ થાય. આગ્રહથી થતા નુકસાનનું જો તેને ભાન થાય તો તે આ હનિવૃત્તિની દિશામાં પગલાં માંડી શકે છે.
સાધક આત્મનિરીક્ષણ દ્વારા પોતાની ક્રિયાઓ પાછળ રહેલા આગ્રહને પકડવાનો પ્રયાસ કરે છે. પોતાનાં વિચારોમાં, માન્યતાઓમાં, લાગણીઓમાં રહેલા આગ્રહને શોધવાનો પ્રયત્ન કરે છે. જીવ પોતાનો આગ્રહ જેમ છે, જેટલી માત્રામાં છે અને જેવા સ્વરૂપે છે તેમ ન ઓળખે તો લાખ પ્રયત્ન પણ તે આગ્રહ ટળી શકતો નથી. ખોખલી દીવાલ ઉપર રંગરોગાન કરેલું હોય તો તેની મરામતનો વિચાર આવતો નથી, પરંતુ અંદરથી તો એ જીર્ણ થયેલી જ છે. ખોટા રંગરોગાન ઉખાડી નાખવામાં આવે તો પરિસ્થિતિ જેવી છે તેવી સ્પષ્ટ દેખાય અને સાચો ઉપાય થઈ શકે. તેવી જ રીતે આગ્રહને દઢતા માની લીધી હોય તો તેના નાશનો વિચાર તો આવતો જ નથી, પરંતુ તે વધુ ને વધુ પુષ્ટ થતો જાય છે. જાગૃતિપૂર્વક આત્મનિરીક્ષણ કરવામાં આવે તો આગ્રહ જડી આવે છે અને તેનો સાચો ઇલાજ થઈ શકે છે. જેમ જેમ જીવ જાગે છે, ૧- શ્રી ભોગીલાલ ગિ. શેઠ, “આત્મસિદ્ધિ શાસ્ત્ર (વિશેષાર્થ સહિત)', ચોથી આવૃત્તિ, પૃ. ૨૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org