Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
ગાથા-૧૦૫
૩૮૫
‘આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદસંપન્ન થયા નહોતા; કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો.”
‘અમને તો બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તો તે અહિતકારી છે; મતરહિત હિતકારી છે.”
શ્રીમદે ઠેર ઠેર આત્મકલ્યાણ માટે મથતા જીવોને સ્વાધીન અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય તે અર્થે મોક્ષમાર્ગના યથાર્થ સ્વરૂપનું ભાન કરાવ્યું છે અને પોતાના મત-પંથસંપ્રદાય દ્વારા નિર્દિષ્ટ ક્રિયાકાંડ, ધર્માનુષ્ઠાન વગેરેનો આગ્રહ છોડવાનો ઉપદેશ કર્યો છે. પ્રસ્તુત ગાથામાં પણ તેમણે મત-દર્શનનો આગ્રહ તથા વિકલ્પ છોડવાની જ વાત કરી છે. સમસ્ત રાગ-દ્વેષાદિ વિકારોને નાશ કરી એક આત્મામાં સ્થિર થવું એ જ મોક્ષમાર્ગ છે એમ ગર્ભિતપણે દર્શાવ્યું છે. આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે –
‘છોડી મત દર્શન તણો, પક્ષપાત અહંકાર; જેથી ક્રોધાદિક વધે, દોષતણો ભંડાર. માટે ત્યજી પ્રયત્નથી, આગ્રહ તેમ વિકલ્પ; પછી સરલતાદિ ગુણે, મળે સલ્ફળ જે અનલ્પ. સપુરુષે પરમાર્થની, આજ્ઞા તથા પ્રકાર; કહ્યો માર્ગ આ સાધશે, તે પામે ભવપાર. સત્ની સાચી સેવના, આજ્ઞા નિર્વિકલ્પ; આરાધે સભાવથી, જન્મ તેહના અલ્પ.'
૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૩૦૧ (પત્રાંક-૨૮૨) ૨- એજન, પૃ.૭૦૨ (ઉપદેશછાયા-૬) ૩- રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૪૦ (શ્રી ગિરધરભાઈરચિત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની
પાદપૂર્તિ', ગાથા ૪૧૭-૪૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org