________________
ગાથા-૧૦૫
3७७ વ્યક્તિ તેને જોવી પણ ગમતી નથી. આવા જીવને ધર્મ સાથે લેવા-દેવા નથી. તેને માટે સંપ્રદાય જ મુખ્ય છે. સાંપ્રદાયિક આસક્તિના કારણે પોતાના સંપ્રદાયની દરેક વ્યક્તિને સજ્જન અને પારકા સંપ્રદાયની દરેક વ્યક્તિને દુર્જન માનવા લાગે છે. પરંતુ કોઈ પણ સંપ્રદાયના બધા જ લોકો સારા કે બધા જ લોકો ખરાબ હોઈ શકતા નથી. જૈન સંપ્રદાયના બધા જ જિતાત્મા હોતા નથી, બૌદ્ધ સંપ્રદાયના બધા જ લોકો બોધિસંપન્ન હોતા નથી, બાહ્મણ સંપ્રદાયના બધા જ બહ્મવિહારી હોતા નથી અને ઇસ્લામના બધા જ શાંત હોતા નથી. જૈન, બૌદ્ધ, બાહ્મણ કે મુસલમાન કહેવડાવવામાત્રથી કોઈ સજ્જન કે દુર્જન બની જતું નથી. સાંપ્રદાયિકતાના રંગીન ચશ્માં ઉતારીને જુએ તો ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજાય, નહીં તો પોતાના સંપ્રદાય સિવાય તેને બીજે કશે પણ ધર્મ જણાતો નથી, બીજો કોઈ ગુણિયલ લાગતો નથી.
કોઈ જીવની ધાર્મિકતાની કસોટી કરવી હોય તો એ ન જોવું જોઈએ કે તે કયા સંપ્રદાયનો છે? અથવા તો તે કઈ દાર્શનિક માન્યતાને અપનાવે છે? અથવા કઈ કઈ રૂઢિઓનું આચરણ કરે છે? બલ્ક એ જોવું જોઈએ કે તેનામાં આંતરિક ગુણસમૃદ્ધિ છે કે નહીં? તેનો જીવનવ્યવહાર પવિત્ર છે કે નહીં? જો ગુણ પ્રગટ્યા હોય, આચરણ પવિત્ર હોય તો તે ધર્મવાન છે. જેટલા પ્રમાણમાં ગુણો પ્રગટ્યા હોય તેટલા પ્રમાણમાં તે જીવ ધર્મવાન ગણાય. જો એમ ન હોય તો તે જીવને ધર્મ સાથે કોઈ સંબંધ નથી, ભલે તે પોતાને ગમે તે નામથી ઓળખાવે, પછી ભલે ગમે તે સંપ્રદાયનો આકર્ષક બિલ્લો લગાવે. ધર્મને નામ સાથે કે સાંપ્રદાયિક બિલ્લાઓ સાથે કોઈ સંબંધ નથી.
ધર્મ નથી પોતાનો કે નથી પારકો, નથી જૂનો કે નથી નવો, નથી હિન્દુ કે નથી મુસલમાન, નથી ભારતીય કે નથી વિદેશી, ધર્મ ધર્મ છે - સદૈવ એકસરખો, સર્વત્ર એકસરખો. ધર્મને વર્ગ, સમુદાય, સંપ્રદાય, દેશ, રાષ્ટ્રની સીમાઓમાં બાંધી શકાતો નથી. માનવસમાજમાં કોઈ પણ વર્ગમાં ધર્મવાન વ્યક્તિ હોઈ શકે છે. ધર્મ ઉપર કોઈ એક ખાસ વર્ગનો ઇજારો હોતો નથી. પરંતુ જ્યારે જીવ કોરી કપોળકલ્પિત માન્યતાઓના આધારે પોતે જે કરે, સ્વીકારે તેને ધર્મ માનવા લાગે છે ત્યારે આગ્રહ ઊપજે છે. પોતાના સંપ્રદાયની ક્રિયા કે વેષથી જ મોક્ષ થાય એવો આગ્રહ તેનામાં ભરાય છે. જ્યાં આગ્રહ હોય છે ત્યાં વાદવિવાદ પણ પ્રવેશી જાય છે. ધર્મના બાહ્ય આકાર-પ્રકાર, ક્રિયાકાંડ અંગે વિભિન્ન મત-દર્શનમાં વિવાદ રહે છે. એક જ ધર્મમતના પેટાભેદોમાં પણ વિવાદ રહે છે. જેમ કે –
એક જ પ્રભુ વીરના અનુયાયી દિગમ્બર અને શ્વેતામ્બર, શ્વેતામ્બરમાંયે મૂર્તિપૂજક અને સ્થાનકવાસી, અને તે દરેકમાંના પણ ભિન્ન ભિન્ન ગચ્છો, સમુદાયો અને સંઘાડાઓ વચ્ચે પણ પરસ્પર આ સ્થિતિ જોવા મળે છે! એટલું જ નહીં, તિથિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org